ETV Bharat / entertainment

Gujarati Film Actor Hiten kumar: મારો આવા રોલ જોઈને મારા જ પરિવારના લોકો મારાથી ડરતા હતા - Hiten Kumar in Vash

હિન્દી ફિલ્મોની જેમ ગુજરાતી ફિલ્મોએ ખરા અર્થમાં ડંકો વગાડી દીધો છે. છેલ્લા ત્રણ વર્ષમાં આવેલી મેટ્રો અર્બન ફિલ્મોએ રીયાલિટી, એક્શન અને મેસેજ આપતી ફિલ્મો આપીને ગુજરાતીઓનો ફિલ્મો પ્રત્યેનો ટેસ્ટ બદલી રહ્યો છે. ખાસ કરીને ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં છેલ્લો દિવસ અને લવની ભવાઈ જેવી ફિલ્મોથી ખરો ટર્નિંગ પોઈન્ટ આવ્યો. શુદ્ધ કોમેડી અને કલાકારોની અદભૂત એક્ટિંગનો જાદું ધીમે ધીમે અસર કરી રહ્યો છે. તાજેતરમાં આવી રહેલી ફિલ્મ 'વશ'નું ટ્રેલર લૉન્ચ થયું હતું. જેમાં હિતેન કુમારનો ભયાનક રોલ જોવા મળ્યો છે.

Gujarati Film Actor Hiten kumar: મારો આવા રોલ જોઈને મારા જ પરિવારના લોકો મારાથી ડરતા હતા

author img

By

Published : Feb 5, 2023, 6:56 AM IST

હૈદરાબાદઃ એક ચોક્કસ સમય બાદ ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાંથી એક હોરર અને સસ્પેન્સ કહી શકાય એવી ફિલ્મ આવી રહી છે. જેનું નામ છે 'વશ'. ટ્રેલર જોઈને જ એમ થાય કે ખરેખર આમા એવું તે શું હશે. જાનકી બોડીવાલા અને હિતેનેની ઓન સ્ક્રિન પ્રેઝન્સ એટલી ખતરનાક છે કે ભલભલા એક વખત વિચાર કરવા માટે મજબુર બને. હિતેન આમ તો ઘણા મનોરંજક રોલમાં જોવા મળતા કલાકાર છે. પણ આ ફિલ્મમાં તે એક નેગેટિવ રોલ પ્લે કરી રહ્યા છે. હિતેન કુમારે આપેલા એક ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, સ્ટોરી કે મુવી આઈડિયા વિશે તો વાત ન કરી શકાય. પણ આ ફિલ્મને થિયેટરમાં જોવાની મજા અલગ હશે.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

દાનવ જેવો રોલઃ આ ફિલ્મ વિશે વાત કરૂ તો આ ફિલ્માં એક રાક્ષસી દાનવ હોય એવો મારો રોલ છે. એકદમ ડાર્ક અને બ્લેક કેરેટર છે. જેની એન્ટ્રીથી જ ખરેખર એક ડર લાગે છે. હવે જ્યારે આ રોલ પ્લે કરવાનો થયો ત્યારે એ આખો માહોલ અલગ હતો. આવો રોલ જોઈને તો મારા પરિવારજનો પણ મારાથી ડરી ગયા હતા. સામાન્ય રીતે મારી ફિલ્મના વિષય અંગે મારા પત્નીને ખબર હોય છે. પણ આ ફિલ્મ અંગે તો પત્નીને પણ ખબર ન હતી. 'વશ' અને આંગતું આ બન્ને ફિલ્મો એવી રીતે કરવી હતી કે, દર્શકોની સાથે મારા પરિવારને પણ સરપ્રાઈઝ આપી દે. 'વશ'નો જોરદાર પ્રતિસાદ છે. નેગેટિવ રોલ માટે પણ લોકોનો પ્રચંડ પ્રતિસાદ છે. એટલે ઓડિયન્સને કંઈક નવું જોવું છે પણ આપણે એ આપવા માટે ગભરાઈએ છીએ. દોઢ વર્ષ પહેલા 'વશ' માટે વાત થઈ હતી.

આ પણ વાંચોઃ Sidharth Kiara Wedding: કિયારા-સિદ્ધાર્થના લગ્નની તૈયારી શરુ, ખાસ મહેમાનો રહેશે ઉપસ્થિત

સિદ્ધાર્થે પણ ના પાડીઃ આ પ્રકારના રોલ માટે સિનિયર કહી શકાય એવા કલાકારો પાસે આની ઓફર હતી. પણ સિદ્ધાંત રાંદેરિયા જેવા કલાકાર માટે આ રોલ પ્લે કરવાની ના પાડી દીધી. પણ મને આ રોલ ખૂબ ગમ્યો હતો. લોકોને પણ ગમ્યો છે. આ રોલ ખૂબ ચેલેન્જિંગ રહ્યો. પણ રાહતની વાત એ છે કે, 14 વર્ષ સુધી મુંબઈ હિન્દી, ઈંગ્લીશ, ગુજરાતી, મરાઠીના નાટકો ખૂબ કર્યા છે. જેમાં ઘણા ચેલેન્જિંગ પાત્રો રહ્યા છે. જુવાનીમાં પ્રૌઢ ઉમરના રોલ પ્લે કરેલા હતા. આટલો ડાર્ક રોલ કદી ક્યારેય નથી કર્યો. પણ મારી પ્રથમ ફિલ્મ પણ નેગેટિવ રોલમાં જ હતી. એક્ટર તરીકે કેટલાક વેરિએશન કરો છો એના પર લોકોની નજર હોય છે. પણ મને એવું લાગ્યું કે ઘણા એવા રોલ લાગ્યા જેને હું કદી પ્લે જ કરી શક્યો ન હતો. મારે 58માં વર્ષે 22 વર્ષનો છોકરે કરે એવા મેજીક કરવા છે.

Gujarati film Actress Janki bodiwala
Gujarati film Actress Janki bodiwala

પાંચ વર્ષનો બ્રેકઃ મેં સતત ફિલ્મો કર્યા બાદ થોડા વર્ષનો બ્રેક લઈ લીધો. પાંચ વર્ષ બાદ મારી ફિલ્મ આવી 'ધુવાધાર'. જે લોકોને ખૂબ ગમી. 'રાડો' આવી. પોલિટિકલ બેકડ્રોપની ફિલ્મ બને એ મોટી વાત છે. રમખાણી પરની ફિલ્મ બને અને એમાં પણ કોઈ મુખ્યપ્રધાનની આસપાસ પણ એ પાત્ર ન લઈ જવાનું હોય એટલે આ ચેલેન્જ છે. એનો પડછાયો પણ ન હોય એ રોલ કરી શકયો એ વાતનો આનંદ છે. 'વશ 'અને 'આગંતુક' ખૂબ અલગ ફિલ્મ છે. દરેક વ્યક્તિ જ્યારે જન્મ છે ત્યારે એની પાસે રહેલા સારા અને નરસા બન્ને ગુણ સાથે આવે છે. પણ સારા ફેમિલી હોવ એટલે સારા સંસ્કારને ઉપર લાવીને વ્યક્તિ જીવતી હોય છે. માણસ ખોટા વિચારને કંટ્રોલ છે, પણ તમારામાં રામ અને રાવણ બન્ને છે.

આ પણ વાંચોઃ Pathaan box office: વિશ્વભરમાં બોક્સ ઓફિસ પર 700 કરોડ, હવે 'પઠાણ'ની નજર 1000 કરોડ તરફ

બૂમ પાડ્યા વગર બીકઃ અગાઉ ઘણા એવા ખલનાયક જોયા પણ આવું પાત્ર ગુજરાતી ફિલ્મની અંદર અગાઉ ક્યારેય પ્લે થયું નથી. જ્યારે આટલા લાંબા સમય સુધી શુટ ચાલે ત્યારે વ્યક્તિમાં એક એ પાત્રની અસર હોય છે. તો જ એ ભાવ અને અસર જે તે સમયે ડબિંગ કરતી વખતે આવે. પણ મેં એવું પાત્ર પ્લે કર્યું જે કોઈ જ બૂમ બરાડા પાડ્યા વગર એક આખું ભયનું લખલખું પસાર કરાવી . જેની એન્ટ્રી જ બીક લાગવા લાગે. આવું પાત્ર પ્લે કર્યા એનો આનંદ છે. મારા માટે આ ચેલેન્જિંગ સ્ક્રિપ્ટ હતી. આ ફિલ્મની સફળ થશે તો બીજી ઘણી ફિલ્મ બનશે. બીજા મેકર્સમાં પણ એક હિંમત આવશે કે નવા પ્રકારના વિષય પણ કામ થશે.

ગ્રોથ માટે પ્રયોગઃ કોઈ પણ ઈન્ડસ્ટ્રીને એના ગ્રોથ માટે કંઈક નવા પ્રયોગ કરવા પડે. પણ એવું બિલકુલ નથી કે ગમે તેવી ફિલ્મ તૈયાર કરી લીધી અને લોકોને અપીલ કરીએ કે એને સ્વીકારો. એવું ન કરી શકાય. જે લોકો સારી ફિલ્મો જોવા જાય એને ફરિયાદ કરવાનો હક છે. પણ જ્યાં લોકો ગુજરાતી ફિલ્મ જોવા જ ન જાય એને પછી વાતો કરવી એ વાહિયાત છે.

આ પણ વાંચોઃ Pathaan and Ram Controversy: ફિલ્મને લઈ હવે સોશિયલ મીડિયા પર 'વૉર'

જાનકીની જમાવટઃ જાનકી નવી છોકરી છે. પણ જોરદાર કામ કરે છે. માઈડબ્લોઈંગ એક્ટ્રેસ છે. એનું કામ પ્રત્યેનું આટલું ડેડિકેશન મેં કદી જોયું નથી. હું થોડો જેલસ એક્ટર છું. ઘણી વખત તો સેટ પર મને બીક લાગતી હતી કે મારા કરતા તો એ સિરિયસ નથી ને? હિતુ કનોડિયા પણ સરપ્રાઈઝ છે આ ફિલ્મમાં. વિચાર આવે કે, હિતુ ન હોત તો આ કોણ હોત. 'વશ'ની ક્રેડિટ માત્ર મને ન મળવી જોઈએ બીજા ચાર લોકો પણ એટલા જ હકદાર છે જેમણે ઘણા સુંદર રીએક્શન આપેલા છે. ડિડેકેશનથી રોલ પ્લે કરેલા છે. ફિલ્મ ક્યાંય સ્લો પડતી નથી. એક ક્ષણ માટે પણ બીજે નજર ન કરવા દે. એવી ફિલ્મ છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.