હૈદરાબાદ: તારીખ 6 જૂન 1976ના રોજ ગુજરાત રાજ્યના ચોરવાડમાં થયો હતો. શ્યામ પાઠક એક હાસ્ય કલાકાર અને અભિનેતા છે. તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં પોપટલાલની ભૂમિકા ભજવવા માટે જણીતા છે. શ્યામ પાઠકે ટિવી પર ચાલતા સિરિયલ તાહક મહેતા કા ઉલ્ટા ચશ્માં પત્રકાર પોપટલાલની ભૂમિકા ભજવી હતી. આ ટિવી શો થી તેમને ખુબજ ખ્યાતી મળી હતી.
અભિનેતાનો અભ્યાસ-લગ્ન: પાઠકેના અભ્યાસની વાત કરીએ તો તેમણે ઈન્સ્ટીટ્યુટ ઓફ ચાર્ટર એકાઉન્ટ્સ ઓફ ઈન્ડિયામાં અભ્યાસ કર્યો હતો. વર્ષ 2003માં નેશનલ સ્કૂલ ઓફ ડ્રામાની ક્લાસમેટ રશ્મિ પાઠક સાથે શ્યામ પાઠકે લગ્ન કર્યા હતા. મીડિયા રોપોર્ટ્સ અનુસાર તેમના લગ્ન અંગે પરિવારમાં વિવાદ થયો હતો. જેના કારણે શ્યામ પાઠક અને રશ્મિએ લવ મેરેજ કર્યા હતાં. તેમના 3 બાળકો છે.
પોપટલાલ માટે જાણીતા: અભિનેતાએ ઘણા ટેલિવિઝન સિરિયલમાં કામ કર્યું હતું. જેમાં જોઈએ તો, 'જસી જૈસી કોઈ નહિ', 'જસુબેન જયંતિલાલ જોષી કી સંયુક્ત પરિવાર', 'સુખ બાય ચાન્સ', 'તારીખ મહેતા કા ઉલ્ટા ચશ્મા' સામેલ છે. આ તમામ હિન્દી ભાષામાં બનેલી સિરિયલ છે. શ્યામ પાઠકે 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'માં પોપટલાલ તરીકેની ભૂમિકા ખુબજ શાનદાર રીતે ભજવી હતી. જે અભિનય દ્વારા શ્યામ પાઠકે દર્શકોના દિલમાં જગા બનાવી હતી. આ ઉપરાંત તેમને પોપટલાલની ઉપમાં વસ્તવિક જીવનમાં પણ મળી. લોકો શ્યામ પાઠકને પોપટલાલ કહીને બોલાવે છે.
અભિનેતાની ફેમસ ફિલ્મ: વર્ષ 2007માં લાસ્ટ, કોશનમાં કામ કર્યું હતું. આ ફિલ્મમાં અભિનેતાએ જ્વેલરી દુકાનદારની ભૂમિકા ભજવી હતી. આ એક ચીની ફિલ્મ છે. લાસ્ટ કોશન એ મેન્ડરિન ભાષામાં બનેલી ફિલ્મ છે. લસ્ટ જાસૂસી રોમેન્ટિક મિસ્ટ્રી ફિલ્મ છે. વર્ષ 2008 સુધીમા આ ફિલ્મે વિશ્વભરમાં સારો બોઝનેસ કર્યો હતો. આ ફિલ્મના નર્દેશક આંગ લી છે આને હૈશાંગ ફિલ્મ્સ સિલ-મેટ્રોપોલ ઓર્ગેનાઈઝેશન શાંઘાઈ ફિલ્મ ગ્રુપ દ્વારા નિર્માણ કરી છે.