મુંબઈ: તમિલ સ્ટાર સુર્યા જે 'આયથા એઝુથુ', 'સોરારઈ પોટરુ', 'જય ભીમ' જેવી અન્ય ઘણી ફિલ્મ માટે જાણીતા છે. તેમની હવે એક દમદાર ફિલ્મ આવી રહી છે. અભિનેતાના જન્મદિવસ પર તેમની આગામી ફિલ્મ 'કંગુવા'નો એક વીડિયો શેર કર્યો છે, જેમાં સુર્યાની શાનાદાર ઝલક જોવા મળે છે. આ વીડિયોમાં સુર્યા એક નિડર યોદ્ધાના અવતારમાં જોવા મળે છે.
-
நலமா… కుశలమా… ಸೌಖ್ಯವಾ… സുഗമാ… क्या बात हैं… Wassup mate…#GlimpseOfKanguva https://t.co/itW89Vwnb3@directorsiva @ThisIsDSP @StudioGreen2
— Suriya Sivakumar (@Suriya_offl) July 22, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">நலமா… కుశలమా… ಸೌಖ್ಯವಾ… സുഗമാ… क्या बात हैं… Wassup mate…#GlimpseOfKanguva https://t.co/itW89Vwnb3@directorsiva @ThisIsDSP @StudioGreen2
— Suriya Sivakumar (@Suriya_offl) July 22, 2023நலமா… కుశలమా… ಸೌಖ್ಯವಾ… സുഗമാ… क्या बात हैं… Wassup mate…#GlimpseOfKanguva https://t.co/itW89Vwnb3@directorsiva @ThisIsDSP @StudioGreen2
— Suriya Sivakumar (@Suriya_offl) July 22, 2023
કંગુવાની પ્રથમ ઝલક: તારીખ 23 જુલાઈના રોજ સાઉથના સ્ટાર સુર્યાનો જન્મદિવસ છે. આ પ્રસંગે ફિલ્મ નિર્માતાઓએ અભિનેતાની આગામી ફિલ્મ 'કંગુવા'નો ફર્સ્ટ લુક બતાવતો વીડિયો શેર કર્યો છે. આ વીડિયો 2 મિનિટ અને 21 સેકન્ડનો છે. વીડિયોની શરુઆત યુદ્ધના મેદાનથી થાય છે. આ મેદાનમાં અસંખ્ય લાશોનો ઢગલો જોવા મળે છે. સુર્યા પશુની ખોપડીમાંથી બનેલો એક માસ્ક પહેરીને અંધારામાંથી બહાર આવતો જોવા મળે છે. ત્યાર બાદ સુર્યા એક ભાલો ફેંકે છે, જે યુદ્ધના મેદાનમાં તેમના વિરોધીના છાતીની આરાપાર થઈ જાય છે.
જાણો ફિલ્મની સ્ટોરી: સુર્યા એક ઘોડો અને બાજ સાથે અંધકારમય દ્રશ્યમાં જોવા મળે છે. આ વીડિયોમાં અભિનેતાને માસ્ક દુર કરતા દેખાડવામાં આવ્યા છે, પરંતુ સ્પષ્ટ ચેહરો જોવા નથી મળતો. સુર્યાની સેના તળેટીમાંથી પેરાબોલામાં તીર છોડે છે, આદિવાસી ઢોલ વગાડે છે. સુર્યા યોદ્ધા અવતારમાં આસપાસ દોડી રહ્યાં છે. વીડિયોના અંતે સુર્યાનો ચેહરો સામે આવે છે. જોકે, ફિલ્મનું કાર્યા હજુ ચાલું છે.
સુર્યા સ્ટારર ફિલ્મ: સુર્યાની આ ફિલ્મની પ્રથમ ઝલક તમિલ, તેલુગુ, મલયાલમ, કન્નડ, હિન્દી અને અંગ્રેજી ભાષામાં રજુ કરવામાં આવી છે. જણાવવામાં આવી રહ્યું છે કે, આ ફિલ્મ 3D ફોર્મેટમાં કુલ 10 ભાષાઓમાં રિલીઝ થશે. યુવી ક્રિએશન્સ સાથે મળીને સ્ટુડિયો ગ્રીન દ્વારા નિર્મિત આ ફિલ્મમાં દિશા પટની જોવા મળશે. આ ફિલ્મનું નિર્દેશન શિવા દ્વારા કરવામાં આવ્યું છે. કંગુવા ફિલ્મ વર્ષ 2024માં રિલીઝ થશે.