હૈદરાબાદ: અભિનેતા સની દેઓલ તેમની તાજેતરમાં રિલીઝ થયેલી ફિલ્મ 'ગદર 2'ને લઈને ખુબ જ ચર્ચામાં છે. આ ફિલ્મે બોક્સ ઓફિસ પર ઐતિહાસિક રેકોર્ડ બનાવ્યો છે, ત્યારે સની દેઓલની સામે એક સમસ્યા ઉભી થઈ છે. બેંક ઓફ બરોડા તરફથી 55 કરડથી વધુના બાકી લેણાંની માંગણી કરતી નોટિસના સમાચાર સામે આવ્યા છે. પરિસ્થિતી ખુબ જ વધી ગઈ છે. બાકી લેણાંની વસૂલાત માટે તેમની જુહૂની પ્રોપર્ટી વેચાણ માટે નક્કી કરવામાં આવી શકે છે.
જુહુની પ્રોપર્ટીની હરાજી: એક અખબારમાં છપાયેલી બેંકની નોટિસમાં જાણવા મળ્યું છે કે, સની દેઓલની જુહૂની પ્રોપર્ટીની હરાજી તારીખ 9 સપ્ટેમ્બરે થવાની શક્યાતા છે. નોટિસમાં સનીના પિતા અન પીઢ અભિનેતા ધર્મેન્દ્રનું નામ આ બાબતે ગ્રાન્ટર તરીકે છે. આ દરમિયાન દેઓલ પરિવાર તરફથી હજુ સુધી આ મુદ્દે સત્તાવાર કોઈ નિવેદન બહાર આવ્યું નથી, તેમ છતાં આ ઘટના બહાર આવતા આશ્ચર્યચકિત કરી દીધા છે.
સની દેઓલની આગામી ફિલ્મ: આ નાણાકીય પડકાર હોવા છતાં, સની દેઓલનું વ્યાવસાયિક જીવન પ્રવૃત્તિથી ધમધમતું જણાય છે. અહેવાલો અનુસાર, સની દેઓલ 'બોર્ડર 2'માં પણ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. આ ફિલ્મ વર્ષ 1997માં રિલીઝ થયેલી આઈકોનિક ફિલ્મ 'બોર્ડર'ની સિક્વલ છે. સિક્વલ, જેપી દત્તા દ્વારા નિર્દેશિત કરવામાં આવશે, જેમણે મુળ ફિલ્મ બોર્ડરનું પણ સંચાલન કર્યું છે. આ ફિલ્મમાં સની દેઓલની સાથે નવા કાલાકારોને સામેલ કરે તેવી શક્યતા છે. હાલમાં સની દેઓલ અને અમિષા પટેલ સ્ટારર ફિલ્મ 'ગદર 2'એ બોક્સ ઓફિસ પર જોરદાર કમાણી કરી રહી છે.