ETV Bharat / entertainment

Box Office movies: નવા વિષય અને એક્શન સિક્વન્સ સાથે આવી રહી છે આવી મસ્ત ફિલ્મો - બોક્સ ઓફિસ જૂન ફિલ્મ

બોલિવુડના સુપરસ્ટાર હવે એકથી ચડિયાતી અને મજબુત ફિલ્મ બનાવવા માટે ખાસ પ્રયાસ કરી રહ્યાં છે. 'પઠાણ' બાદ હવે શાહરૂખ ખાન 'જવાન' સાથે ધમાકો કરવાના મૂડમાં છે. આ ફિલ્મ જૂનમાં રિલીઝ થશે. ફિલ્મ 'જવાન' ઉપરાંત 'આદિપુરષ' સહિત બીજી બોલિવૂડની મજબૂત ફિલ્મ પણ રિલીઝ થવાની છે.

જૂનમાં બોક્સ ઓફિસ પર થશે ધળાકો, પ્રભાસની 'આદિપુરુષ' સહિત આ ફિલ્મ થશે રિલીઝ

author img

By

Published : Mar 29, 2023, 1:54 PM IST

Updated : Mar 29, 2023, 4:18 PM IST

હૈદરાબાદ: વર્ષ 2022 બોલિવૂડના દર્શકો માટે ભલે કંટાળાજનક અને ખરાબ રહ્યું હોય, પરંતુ વર્ષ 2023ની શરૂઆત 'પઠાણ' સાથે ધમાકેદાર રીતે થઈ છે અને આ ટ્રેન્ડ ચાલુ રહેવાનો છે. હવે સલમાન ખાન, શાહરૂખ ખાન અને અજય દેવગણ જેવા સ્ટાર્સ એક પછી એક ફિલ્મ બનાવવામાં વ્યસ્ત છે. આ વર્ષે જૂનમાં બોલિવૂડમાંથી બોક્સ ઓફિસ પર જોરદાર ધમાકો થવા જઈ રહ્યો છે. કારણ કે શાહરૂખ ખાન, અજય દેવગન, સાઉથ સુપરસ્ટાર પ્રભાસ અને કાર્તિક આર્યનની આ શાનદાર ફિલ્મ આ જૂનમાં રિલીઝ થવા જઈ રહી છે.

આ પણ વાંચો: Amitabh Bachchan: આકાશમાં એકસાથે જોવા મળ્યા 5 ગ્રહ, અમિતાભ બચ્ચને શેર કરી પોસ્ટ, જુઓ વીડિયો

સત્ય પ્રેમ કી કથા: કાર્તિક આર્યન ફરી એકવાર રોમેન્ટિક સ્ટોરી સાથે ધુમ મચાવા જઈ રહ્યાં છે. અભિનેતા ફિલ્મ 'સત્ય પ્રેમ કી કથા'ના શૂટિં કરી રહ્યાં છે. આ ફિલ્મમાં કાર્તિક સાથે બોલિવૂડની સુંદર અભિનેત્રી કિયારા અડવાણી જોવા મળશે. આ ફિલ્મ તારીખ 29 જૂને રિલીઝ થશે. આ ફિલ્મનું નિર્દેશન સમીર વિદ્વાંસ કરી રહ્યા છે.

આદિપુરુષ: આ પછી જે ફિલ્મની ચાહકો લાંબા સમયથી રાહ જોઈ રહ્યા છે તે છે ફિલ્મ 'આદિપુરુષ'. હા આ ફિલ્મ આ વર્ષે તારીખ 16 જૂને રિલીઝ કરવામાં આવશે. આ ફિલ્મમાં પ્રભાસ 'રામ' તરીકે, કૃતિ સેનન 'સીતા' તરીકે, સની સિંહ 'લક્ષ્મણ' અને સૈફ અલી ખાન 'રાવણ'ના પાત્રમાં જોવા મળશે. આ ફિલ્મ 'તાન્હાજી'ના ડિરેક્ટર ઓમ રાઉતે ડિરેક્ટ કરી છે.

મેદાન: તારીખ 28 માર્ચ એટલે કે, આજે અજય દેવગણે તેની સ્પોર્ટ્સ બાયોપિક 'મેદાન'ના ટીઝરની રિલીઝ ડેટ જાહેર કરી છે. ફિલ્મ 'મેદાન'નું ટીઝર અજય દેવગણની ફિલ્મ 'ભોલા'ની રિલીઝ દરમિયાન થશે. 'ભોલા' તારીખ 30 માર્ચે રિલીઝ થશે. તે જ સમયે 'મેદાન' ચાલુ વર્ષની તારીખ 23 જૂને રિલીઝ થશે. આવી સ્થિતિમાં જૂન મહિનામાં દર્શકોનું ઘણું મનોરંજન થવાનું છે.

આ પણ વાંચો: Ho Gaya Hai Tujhko Song: 'હો ગયા હૈ તુઝકો' ગીતના 200 મિલિયન વ્યુઝ થયા, ફિલ્મ નિર્માતાઓએ વ્યકત્ કરી ખુશી

જવાન: જૂન 2023 બોક્સ ઓફિસ પર શાહરૂખ ખાન, સાઉથની સુપરહિટ લેડી નયનતારા અને વિજય સેતુપતિ સ્ટારર ફિલ્મ 'જવાન' સાથે શરૂ થશે. ફિલ્મ 'જવાન' તારીખ 2 જૂને રિલીઝ કરવામાં આવશે. ફિલ્મના નિર્દેશક એટલી કુમાર આ ફિલ્મ પર ઝડપથી કામ કરી રહ્યા છે.

Last Updated : Mar 29, 2023, 4:18 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.