મુંબઈ : બોલિવૂડના 'પઠાણ' શાહરૂખ ખાન અને તેની પત્ની ગૌરી ખાનની લવસ્ટોરીથી આમ તો આખી દુનિયા વાકેફ છે. શાહરુખે કરિયર પહેલાં જ ગૌરીને પોતાનું દિલ આપી દીધું હતું. શાહરૂખ ખાને ગૌરીના પ્રેમમાં એટલો બેકરાર બન્યો હતો કે ગૌરીની પાછળ પાછળ મુંબઇ પહોંચી ગયો હતો. શાહરૂખ ખાને ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં વર્ષ 1993માં એન્ટ્રી કરી હતી. જોકે બોલિવુડમાં પહેલી ફિલ્મની રિલીઝ પહેલાં શાહરૂખે ગૌરી સાથે નિકાહ કરી લીધા હતાં.
બંનેએ બદલી લીધાં નામ : હવે આ સ્ટાર કપલ માટે એવું કહેવાઇ રહ્યું છે કે તેમના નિકાહ દરમિયાન મજેદાર વાત બની ગઇ હતી. તે એ કે શાહરુખ સાથે નિકાહ કરવા માટે ગૌરી ખાને પોતાનું નામ બદલી નાંખ્યું હતું તો સામે શાહરુખે ગૌરી સાથે લગ્ન કરવા માટે પોતાનું નામ બદલી દીધું હતું.
લગ્ન માટે ગૌરીનો પરિવાર નારાજ હતો : શાહરૂખ અને ગૌરીએ આંતરજાતીય લગ્ન કર્યા હતાં. ગૌરીના પરિવારના સભ્યો આ લગ્નના સંપૂર્ણ વિરોધમાં હતાં. તેનું કારણ શાહરુખ ખાનનો અલગ ધર્મ અને તેની કારકિર્દી હતી. તે સમયે શાહરૂખ માત્ર 26 વર્ષનો હતો અને ગૌરી 21 વર્ષની હતી. બીજીબાજુ શાહરૂખ અને ગૌરી બંને આ મેરેજ કોઈપણ કિંમતે કરવા માંગતા હતાં. માંડમાંડ કોઈક રીતે ગૌરીનો પરિવાર દીકરીની ખુશીને ખાતર આ સંબંધ માટે માની ગયો હતો અને તેમના લગ્નને રસ્તે ગ્રીન સિગ્નલ મળ્યું હતું.
શાહરુખે રાખ્યું જીતેન્દ્રકુમાર તુલી નામ :આવી સ્થિતિમાં શાહરુખ ખાને હિંદુ રીતિરિવાજોથી લગ્ન કરવા માટે પોતાનું નામ જીતેન્દ્રકુમાર તુલી કરી લીધું હતું. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ નામ રાખવા પાછળનું કારણ એ હતું કે શાહરુખ હિન્દી સિનેમાના બે દિગ્ગજ કલાકારો દિલીપ કુમાર અને રાજેન્દ્ર કુમારને શ્રદ્ધાંજલિ આપવા માંગતા હતાં. જણાવી દઈએ કે રાજેન્દ્ર કુમારનું પૂરું નામ રાજેન્દ્ર કુમાર તુલી હતું.
આયશા બની હતી ગૌરી :શાહરુખ દ્વારા જીતેન્દ્રકુમાર તુલી નામ રાખવા પાછળ એવું પણ કહેવાય છે કે શાહરુખ ખાન એક ઓજી હિમ્મતવાલા સાથે મેચ થતો હતો. તો આ તરફ ગૌરી ખાન પણ શાહરુખ સાથે નિકાહ કરવા માટે પોતાનું નામ બદલીને આયશા બની ગઇ હતી.
નામ બદલવાની વાતથી મોટાભાગના લોકો અજાણ :એક પુસ્તકમાં શાહરુખ ખાને આ ખુલાસો કર્યો હતો. મેરેજમાં નામ બદલવાને લઇને બનેલી ઘટના તેમના નજદીકીઓ સિવાય ભાગ્યે જ કોઇને ખબર હતી. આપને જણાવીએ કે રીતરિવાજથી નિકાહ કર્યા બાદ શાહરુખ ગૌરીએ કોર્ટ મેરેજ દ્વારા પોતાના મેરેજને રજિસ્ટર્ડ કરાવ્યું હતું. શાહરુખ અને ગૌરીએ 1991માં નિકાહ કર્યાં હતાં.