ચેન્નાઈઃ જાણીતા સંગીતકાર અને ઓસ્કાર વિજેતા AR રહેમાને પત્નીને અટકાવીને કહ્યું - 'હિન્દીમાં વાત ન કરો, તમિલમાં બોલો' રહેમાનનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો એક સાર્વજનિક ઈવેન્ટનો છે. વાસ્તવમાં AR રહેમાન 'પોનીયિન સેલવાન-2' માટે મ્યુઝિક કમ્પોઝર એવોર્ડ મેળવવા માટે તેની પત્ની સાથે સ્ટેજ પર પહોંચ્યા હતા. જ્યાં તેમણે તેની પત્ની સાયરા બાનુ સાથે હિન્દીમાં વાત કરવાનો ઇનકાર કર્યો હતો અને તેને તમિલમાં વાત કરવાનું કહ્યું હતું.
આ પણ વાંચો: Aamir Khan: 'મન કી બાત' પર આમિર ખાને કહ્યું પોતાના દિલની વાત, જાણીને PM મોદી પણ ખુશ થઈ જશે
-
கேப்புல பெர்பாமென்ஸ் பண்ணிடாப்ள பெரிய பாய்
— black cat (@Cat__offi) April 25, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
ஹிந்தில பேசாதீங்க தமிழ்ல பேசுங்க ப்ளீஸ் 😁 pic.twitter.com/Mji93XjjID
">கேப்புல பெர்பாமென்ஸ் பண்ணிடாப்ள பெரிய பாய்
— black cat (@Cat__offi) April 25, 2023
ஹிந்தில பேசாதீங்க தமிழ்ல பேசுங்க ப்ளீஸ் 😁 pic.twitter.com/Mji93XjjIDகேப்புல பெர்பாமென்ஸ் பண்ணிடாப்ள பெரிய பாய்
— black cat (@Cat__offi) April 25, 2023
ஹிந்தில பேசாதீங்க தமிழ்ல பேசுங்க ப்ளீஸ் 😁 pic.twitter.com/Mji93XjjID
પત્નીને હિન્દી બોલતા અટકાવી: AR રહેમાનની વાત સાંભળીને પત્ની સાયરા બાનુ અસહજ થઈ જાય છે. સાયરા આંખો બંધ કરે છે અને 'ઓહ ગોડ' કહે છે. આના પર ત્યાં હાજર દર્શકો જોર જોરથી હસવા લાગે છે. સાયરા બાનુ કહે છે કે, તમિલ ભાષા પર તેની પકડ સારી નથી. તેથી જ તે હવે અંગ્રેજીમાં વાત કરશે. સાયરા દરેકને શુભ સાંજ કહે છે અને કહે છે કે તેને તમિલ ભાષા બરાબર બોલતા આવડતી નથી. તો મને માફ કરજો. એમનો અવાજ માને પ્રિય છે. હું એમના અવાજના પ્રેમમાં પડી ગઈ હતી.
આ પણ વાંચો: Kichcha Sudeep: ભાજપના ઉમેદવાર માટે પ્રચાર કરી રહેલ કિછા સુદીપ, ચાહકોને ફ્લાઈંગ કિસ આપતા કેમેરામાં થયા કેદ
રહેમાનને મળેલા પુરસ્કાર: AR રહેમાન અને સાયરા બાનુએ વર્ષ 1995માં લગ્ન કર્યા હતા. તેમને ત્રણ બાળકો છે, જેમના નામ ખતીજા, રહીમા અને અમીન છે. એ.આર. રહેમાને અલગ-અલગ ભાષાના ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝમાં મ્યુઝિક કમ્પોઝર તરીકે કામ કર્યું છે. પરંતુ તેમને તમિલ પ્રત્યે અલગ લગાવ છે. રહેમાન પાસે 6 નેશનલ એવોર્ડ, બે એકેડેમી એવોર્ડ, બે ગ્રેમી એવોર્ડ, એક બાફ્ટા એવોર્ડ, એક ગોલ્ડન ગ્લોબ એવોર્ડ, 15 ફિલ્મફેર એવોર્ડ અને 17 ફિલ્મફેર એવોર્ડ છે.