ETV Bharat / entertainment

Allu Arjun Birthday: અલ્લુ અર્જુન 41મો જન્મદિવસ ઉજવી રહ્યો છે, સ્ટાર્સ પાઠવી રહ્યાં છે શુભેચ્છા

'પુષ્પા' ફેમ સાઉથ સ્ટાર અલ્લુ અર્જુનનું સોશિયલ મીડિયા જન્મદિવસની શુભેચ્છાઓથી ભરાઈ ગયું છે. પુષ્પા ફેમ રશ્મિકા મંદન્નાથી લઈને ઘણા સ્ટાર્સ તેમને જન્મદિવસની શુભેચ્છા પાઠવી રહ્યાં છે. અલ્લુ અર્જુનના જન્મદિવસ પહેલા 'પુષ્પા 2'નું બીજુ ટિઝર રિલીઝ કરવામાં આવ્યું હતું. આજે તારીખ 8 એપ્રિલે તેમના જન્મદિવસ પર 'પુષ્પા 2' ફિલ્મમાં અલ્લુ અર્જુનનો અદ્બૂત લૂક સામે આવ્યો છે.

Allu Arjun Birthday: અલ્લુ અર્જુન 41મો જન્મદિવસ ઉજવી રહ્યો છે, સ્ટાર્સ પાઠવી રહ્યાં છે શુભેચ્છા
Allu Arjun Birthday: અલ્લુ અર્જુન 41મો જન્મદિવસ ઉજવી રહ્યો છે, સ્ટાર્સ પાઠવી રહ્યાં છે શુભેચ્છા
author img

By

Published : Apr 8, 2023, 1:14 PM IST

મુંબઈઃ સાઉથ સ્ટાર અલ્લુ અર્જુનના ફેન્સ માત્ર સાઉથમાં જ નથી, પરંતુ બોલિવૂડમાં પણ તેના ઘણા ફેન્સ છે. તારીખ 8 એપ્રિલ 1982ના રોજ ચેન્નાઈમાં જન્મેલ અલ્લુ 41 વર્ષના થઈ ગયા છે. તેમના જન્મદિવસ પર તેમના ચાહકો અડધી રાતથી જ તેમની આગવી શૈલીમાં તેમને અભિનંદન આપી રહ્યા છે. ચાહકો તેમના જન્મદિવસની શુભેચ્છાના જવાબની રાહ જોઈ રહ્યા છે. ઇન્ડસ્ટ્રીમાં ચાહકો તેને પ્રેમથી અલ્લુ, અર્જુન બન્ની, માલુ અર્જુન, ડાન્સિંગ ડાયનામાઇટ, સ્ટાઇલિશ સ્ટાર સહિત ઘણા નામોથી બોલાવે છે. સ્ટાર્સ પણ સતત સાઉથ સ્ટાર અલ્લુને જન્મદિવસની શુભેચ્છા પાઠવી રહ્યા છે.

આ પણ વાંચો: Pushpa 2 teaser: ફિલ્મ પુષ્પા 2 નું ટીઝર રિલીઝ, જુઓ અહિં વીડિયો

ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં 20 વર્ષ: તાજેતરમાં જ સાઉથ સ્ટાર અલ્લુ અર્જુને ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં તેના 20 વર્ષ પૂરા કર્યા છે. એક અગાઉ તેમણે તેના Instagram પર આભાર સંદેશ સાથે એક છબી પોસ્ટ કરતી વખતે આ લખ્યું હતું કે, ''મેં ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં 20 વર્ષ પૂરા કર્યા છે. હું ઈન્ડસ્ટ્રીના પ્રેમ અને આશીર્વાદ માટે આભારી છું. આજે હું જે કંઈ છું તે મારા પ્રેક્ષકો અને ચાહકોના પ્રેમ અને આદરને કારણે છું. મારા હૃદયથી તમારો આભાર.'' અલ્લુ અર્જુને વર્ષ 2011માં સ્નેહા રેડ્ડી સાથે લગ્ન કર્યા હતા. તેમને 2 બાળકો છે.

આ પણ વાંચો: Yami Gautam Photos : યામી ગૌતમે પતિ સાથે ભગવાન શિવની પૂજા કરી, દંપતીએ માંગ્યા આશીર્વાદ

અલ્લુ અર્જુનનો વર્કફ્રન્ટ: 'પુષ્પા'ની સફળતા બાદ ટૂંક સમયમાં જ તે 'પુષ્પા 2 ધ રૂલ'માં દેખાશે. જન્મદિવસના એક દિવસ પહેલા તારીખ 7 એપ્રિલે અલ્લુ અર્જુને 'પુષ્પા 2'નું ટિઝર રિલીઝ કરીને બધાને ચોંકાવી દીધા હતા. વર્ષ 2003માં ફિલ્મ 'ગંગોત્રી'થી ડેબ્યૂ કરનાર અલ્લુ અર્જુને ઘણી સાઉથ અને હિન્દી ફિલ્મમાં કામ કર્યું છે. તેમના ઘણા પ્રોજેક્ટ પાઇપલાઇનમાં છે. અર્જુન અલ્લુના નામે ઘણી શાનદાર ફિલ્મ છે અને તેમાં કામ કરવા બદલ ઘણા એવોર્ડ પણ મળ્યા છે. સ્ટારને 6 ફિલ્મફેર પુરસ્કાર અને 3 નંદી પુરસ્કાર સહિત અન્ય ઘણા પુરસ્કારોથી નવાજવામાં આવ્યા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.