ETV Bharat / entertainment

ઓહો! સાઉથના સ્ટાર હવે ચોથી વખત ફેરા ફરશે, ત્રીજીને છૂટાછેડા આપ્યા - વીકે નરેશના ચોથા લગ્ન

ટોલીવુડ અભિનેતા અને રાજકારણી વીકે નરેશ ચૌથી (VK Naresh Pavitra Lokesh Marriage) લગ્ન કરવા જઈ રહ્યા છે. તેમણે કન્નડ અને તેલુગુ ફિલ્મ અભિનેત્રી પવિત્રા લોકેશ સાથે લગ્ન (Pavitra Lokesh Marriage) કરવાનો નિર્ણય લીધો છે. નરેશે કથિત રીતે તેમની ત્રીજી પત્ની રામ્યા રઘુપતિને છૂટાછેડા આપી દીધા છે.

દક્ષિણ અભિનેતા વીકે નરેશ ચોથી વખત લગ્ન કરવા જઈ રહ્યા છે

author img

By

Published : Jan 2, 2023, 10:09 AM IST

હૈદરાબાદ: ટોલિવૂડના વરિષ્ઠ અભિનેતા વીકે નરેશ ચોથી વખત લગ્ન કરવા જઈ રહ્યા (VK Naresh Pavitra Lokesh Marriage) છે. આ સંદર્ભે તેમણે શનિવારે જાહેરાત કરી છે કે, તે ટૂંક સમયમાં કન્નડ અભિનેત્રી પવિત્રા લોકેશ સાથે લગ્ન (Pavitra Lokesh Marriage) કરશે. ચોથી વખત લગ્ન કરવા જઈ રહેલા નરેશે ટ્વિટર પર એક વીડિયો અપલોડ કરીને માહિતી આપી હતી. શેર કરેલા વીડિયોમાં પવિત્રા અને નરેશ કેક વહેંચતા અને પછી એકબીજા પર વરસાવતા જોવા મળે છે.

આ પણ વાંચો: PM મોદીની માતાના નિધન પર ટ્રોલ થયા શાહરૂખ-સલમાન, જાણો શું કહે છે ટ્રોલર્સ

ત્રીજી પત્નીને આપ્યા છુટાછેડા: વીડિયો શેર કર્યા પછી અભિનેતા નરેશે કેપ્શનમાં લખ્યું, 'નવું વર્ષ, નવી શરૂઆત, તમારા બધાના આશીર્વાદની જરૂર છે. અમારા તરફથી આપ સૌને નવા વર્ષની શુભકામનાઓ. મળતી માહિતી મુજબ આ જોડી છેલ્લા કેટલાક સમયથી સાથે રહે છે. તેઓએ હવે એક રોમેન્ટિક વીડિયો દ્વારા તેમના સંબંધોને સત્તાવાર બનાવવાનું નક્કી કર્યું છે. નરેશે કથિત રીતે તેમની ત્રીજી પત્ની રામ્યા રઘુપતિને છૂટાછેડા આપી દીધા છે અને પવિત્રા પણ તેના જીવનસાથીથી અલગ રહેતી હતી.

વીકે નરેશના લગ્ન: 62 વર્ષીય નરેશ એક્ટર મહેશ બાબુના સાવકા ભાઈ છે. તે દિવંગત અભિનેત્રી વિજયા નિર્મલાનો પુત્ર છે અને તેના પહેલા પતિ કે.એસ. મૂર્તિનો પુત્ર. વિજયા નિર્મલાએ પોતાના પહેલા પતિથી અલગ થયા બાદ સુપરસ્ટાર કૃષ્ણા સાથે લગ્ન કર્યા હતા. નરેશ એક સામાજિક કાર્યકર અને રાજકારણી છે. તેમણે વર્ષ 1970 ના દાયકામાં બાળ કલાકાર તરીકે તેમની કારકિર્દીની શરૂઆત કરી હતી અને લગભગ 200 ફિલ્મમાં અભિનય કર્યો છે. નરેશે પહેલા ડાન્સ માસ્ટર શ્રીનુની પુત્રી સાથે લગ્ન કર્યા અને તેના છૂટાછેડા લીધા પછી, ગીતકાર દેવુલપલ્લી કૃષ્ણ શાસ્ત્રીની પૌત્રી રેખા સુપ્રિયા સાથે લગ્ન કર્યા હતા. બાદમાં તેમણે રામ્યા સાથે લગ્ન કરવા માટે તેની બીજી પત્નીને પણ છૂટાછેડા આપી દીધા હતા.

આ પણ વાંચો: એક્ટિંગના કિંગ એકસાથે, જુનિયર NTR સાથે આમિર કરશે મોટો રોલ પ્લે

પવિત્રા લોકેશના લગ્ન: જુલાઈમાં રામ્યાએ નરેશ અને પવિત્રાને મૈસુરની એક હોટલમાં રંગે હાથે પકડ્યા હતા. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા એક વીડિયોમાં રામ્યાએ તેના જૂતા વડે તેના પર હુમલો કર્યો, જ્યારે તે રૂમમાંથી બહાર આવીને લિફ્ટ તરફ જઈ રહ્યો હતો. તેણે પવિત્રાને 'હોમ-બ્રેકર' કહ્યો. બાદમાં નરેશે કહ્યું કે, તેણે રામ્યાને છૂટાછેડાની નોટિસ મોકલી હોવાથી તેમણે તેને બદનામ કરવાનો પ્રયાસ કર્યો છે. ભાજપના નેતા નરેશ ગત વખતે હિન્દુપુર લોકસભા બેઠક પરથી ચૂંટણી લડ્યા હતા, પરંતુ હારી ગયા હતા.

પવિત્રા લોકેશ વર્કફ્રન્ટ: 16 વર્ષની ઉંમરે તેમની કારકિર્દી શરૂ કરનાર પવિત્રાએ કન્નડ અને તેલુગુ ફિલ્મમાં સહાયક ભૂમિકાઓ ભજવી છે. તેમણે 150 થી વધુ ફિલ્મ અને કેટલીક ટેલિવિઝન સિરિયલોમાં પણ કામ કર્યું છે. તેમણે તેના પહેલા પતિ સાથે છૂટાછેડા લીધા, જે સોફ્ટવેર એન્જિનિયર હતા. બાદમાં તે અભિનેતા સુચેન્દ્ર પ્રસાદ સાથે લિવ-ઈન રિલેશનશિપમાં હતી, પરંતુ વર્ષ 2018માં તેનાથી અલગ થઈ ગા હતા.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.