ETV Bharat / entertainment

Sooraj Pancholi: જીયા ખાન કેસમાં નિર્દોષ છૂટ્યા બાદ સૂરજ પહોંચ્યો ગુરૂદ્વારામાં, કહ્યું થેંક્યું...

author img

By

Published : May 4, 2023, 10:23 AM IST

જિયા ખાન કેસમાં નિર્દોષ છૂટ્યા બાદ અભિનેતા સૂરજ પંચોલી સતત સક્રિય છે. તે સતત પૂજા સ્થળ પર જઈને પોતાના ચાહકો અને મદદગારોનો આભાર માની રહ્યો છે. જિયા ખાન કેસમાં નિર્દોષ જાહેર થયા પછી સૂરજે પ્રેસને એક નિવેદન પણ જારી કર્યું, જેમાં કહ્યું કે, 'છેલ્લા 10 વર્ષ તેના અને તેના પરિવાર માટે આઘાતજનક રહ્યા છે.

સૂરજ પંચોલીએ ગુરુદ્વારા બંગ્લા સાહિબમાં આશીર્વાદ લીધા, અભિનેતાએ તમામ લોકો માટે આભાર માન્યો

નવી દિલ્હીઃ જિયા ખાન કેસમાં નિર્દોષ જાહેર થયા બાદ અભિનેતા સૂરજ પંચોલી બુધવારે ગુરુદ્વારા બંગ્લા સાહિબમાં આશીર્વાદ લેવા પહોંચ્યા હતા. સૂરજે સોશિયલ મીડિયા પર ગુરુદ્વારા બંગ્લા સાહિબની મુલાકાત વિશે માહિતી આપી હતી. તસવીરોમાં અભિનેતા ટી-શર્ટ અને ડેનિમ પહેરીને આશીર્વાદ માંગતા જોઈ શકાય છે.

આ પણ વાંચો: Jodi Teri Meri: પંજાબી ફિલ્મ 'જોડી તેરી મેરી'ની રિલીઝ ડેટ મોકૂફ, કોર્ટમાં આગામી સુનાવણી થશે

આભાર વ્યક્ત કરતી પોસ્ટ: અભિનેત્રી જિયા ખાનના મૃત્યુમાં વિશેષ અદાલત દ્વારા નિર્દોષ જાહેર કર્યા પછી, સૂરજે શુક્રવારે 'તે તમામ લોકો માટે આભારની નોંધ લખી કે જેમણે તેની કાનૂની લડાઈ દરમિયાન હંમેશા તેને ટેકો આપ્યો અને વિશ્વાસ કર્યો'. તેની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર ગુરુદ્વારા બંગ્લા સાહિબની તસવીર શેર કરતા અભિનેતાએ લખ્યું, ''તે બધાનો આભાર કે જેમણે હંમેશા મને ટેકો આપ્યો છે અને મારામાં વિશ્વાસ કર્યો છે, ફક્ત હું જ જાણું છું કે, આટલા વર્ષોમાં હું કેવી રીતે દુઃખ અને પીડામાંથી પસાર થયો છું. તમારી બિનશરતી પ્રેમ પ્રાર્થના અને આશીર્વાદ જ મારી શક્તિ છે. હું તેના વિના ટકી શક્યો નહ હોત. તમારા બધા વિના.''

CBI તપાસની માંગણી: 25 વર્ષીય 'નિશબ્દ' અભિનેત્રી તારીખ 3 જૂન 2013ના રોજ મુંબઈમાં તેના જુહુના ઘરે મૃત હાલતમાં મળી આવી હતી. પોલીસે બાદમાં જિયા દ્વારા લખવામાં આવેલા 6 પાનાના પત્રના આધારે સૂરજની ધરપકડ કરી હતી અને તેના પર છેતરપિંડીનો કેસ દાખલ કર્યો હતો. જિયાની માતા રાબિયા ખાને આરોપ લગાવ્યો છે કે તેમની પુત્રીની હત્યા કરવામાં આવી છે. ઓક્ટોબર 2013માં રાબિયાએ બોમ્બે હાઈકોર્ટમાં કેસની CBI તપાસની માંગણી કરી, આરોપ લગાવ્યો કે તેની પુત્રીની હત્યા કરવામાં આવી છે.

સૂરજ તમામ આરોપોમાંથી મુક્ત: બોમ્બે હાઈકોર્ટના આદેશ પર CBIએ જુલાઈ 2014માં મહારાષ્ટ્ર પોલીસ પાસેથી તપાસ સંભાળી હતી. રાબિયાએ દાવો કર્યો હતો કે, તેની પુત્રી અભિનેતા આદિત્ય પંચોલી અને ઝરીના વહાબના પુત્ર સૂરજ સાથે અપમાનજનક સંબંધોમાં હતી. જોકે, શુક્રવારના રોજ આખરે મુંબઈની CBI કોર્ટે સૂરજને તમામ આરોપોમાંથી મુક્ત કરી દીધા હતા.

આ પણ વાંચો: Intelligence Bureau's warning: ઈન્ટેલિજન્સ બ્યુરોની ચેતવણી, 'જો 'ધ કેરલ સ્ટોરી' તમિલનાડુમાં રિલીઝ થઈ હોત તો...'

સુરજ પંચોલીનું નિવેદન: જિયા ખાન કેસમાં નિર્દોષ જાહેર થયા પછી, સૂરજે પ્રેસને એક નિવેદન પણ જારી કર્યું, જેમાં કહ્યું કે, ''છેલ્લા 10 વર્ષ તેના અને તેના પરિવાર માટે 'આઘાતજનક' રહ્યા છે. આ ચૂકાદાએ 10 લાંબા અને પીડાદાયક વર્ષો લીધા અને અમને ઘણી નિંદ્રાધીન રાતો આપી, પરંતુ આજે, મેં માત્ર મારી સામેનો કેસ જ જીત્યો નથી પરંતુ મેં મારું ગૌરવ અને આત્મવિશ્વાસ પણ પાછો મેળવ્યું છે. દુનિયાનો સામનો કરવા માટે ઘણી હિંમતની જરૂર પડે છે. હું આશા રાખું છું અને ભગવાનને પ્રાર્થના કરું છું કે, આટલી નાની ઉંમરે મારી પાસે જે છે તેમાંથી કોઈ પસાર ન થાય.''

10 વર્ષ બાદ ચૂકાદો: સુરજે વધુમાં જણાવ્યું હતું કે.''મને ખબર નથી કે, મારા જીવનના આ 10 વર્ષ મને કોણ પાછા આપશે. પરંતુ હું ખુશ છું કે, આખરે તે માત્ર મારા માટે જ નહીં પરંતુ ખાસ કરીને મારા પરિવાર માટે પૂરા થયા છે.'' અગાઉ નિર્દોષ જાહેર થયા પછી સૂરજે ઇન્સ્ટાગ્રામ પર એક નોંધ શેર કરી હતી. જેમાં લખ્યું હતું, ''સત્યની હંમેશા જીત થાય છે. ઈશ્વર મહાન છે.'' સૂરજ પંચોલી શુક્રવારે એક્ટ્રેસ-મા ઝરીના વહાબ સાથે કોર્ટમાં હાજર થયા હતા.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.