હૈદરાબાદ: બોલિવૂડની 'દબંગ' લેડી સોનાક્ષી સિન્હા ફિલ્મ 'ભુજ- ધ પ્રાઈડ ઓફ ઈન્ડિયા' (Bhuj The Pride of India) પછી ફરી સ્ક્રીન પર વાપસી કરી રહી છે. અભિનેત્રીની નવી ફિલ્મ 'નિકિતા રોય - એન્ડ ધ બુક ઓફ ડાર્કનેસ'નો ફર્સ્ટ લુક રિલીઝ (nikita roy and the book of darkness first look ) કરવામાં આવ્યો છે. આ ફિલ્મનું પોસ્ટર અભિનેત્રીએ સોશિયલ મીડિયા પર શેર કર્યું છે. સોનાક્ષીએ જણાવ્યું કે આ ફિલ્મને તેનો ભાઈ કુશ સિન્હા ડિરેક્ટ કરી રહ્યો છે.
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
આ પણ વાંચો: જાણો શમિતા શેટ્ટી પછી આ બોલીવૂડ એક્ટ્રર્સનું બ્રેકપ
દિગ્દર્શક કુશની આ પ્રથમ ફિલ્મ: સોનાક્ષી સિન્હાએ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ફિલ્મ 'નિકિતા રોય - એન્ડ ધ બુક ઓફ ડાર્કનેસ'નો ફર્સ્ટ લૂક રિલીઝ કરતી વખતે જણાવ્યું છે કે તેનો ભાઈ કુશ એસ સિંહ આ ફિલ્મનું નિર્દેશન કરવા જઈ રહ્યો છે. દિગ્દર્શક તરીકે કુશની આ પ્રથમ ફિલ્મ છે. આ ફિલ્મમાં સોનાક્ષી લીડ રોલમાં હશે અને પરેશ રાવલ પણ મહત્વના રોલમાં હશે.
ભુજ- ધ પ્રાઈડ ઓફ ઈન્ડિયા: આ ફિલ્મમાં સોનાક્ષી પોતે નિકિતા રોયની ભૂમિકા ભજવશે. આ ફિલ્મનું શૂટિંગ હજી શરૂ થયું નથી. સોનાક્ષીએ કહ્યું છે કે આ ફિલ્મનું શૂટિંગ ટૂંક સમયમાં શરૂ થશે. તમને જણાવી દઈએ કે, સોનાક્ષી સિન્હા વર્ષ 2021માં રીલિઝ થયેલી અજય દેવગનની ફિલ્મ 'ભુજ- ધ પ્રાઈડ ઓફ ઈન્ડિયા'માં જોવા મળી હતી.
આ પણ વાંચો: શમિતા શેટ્ટીએ સોશિયલ મીડિયા પર કરી બ્રેકઅપની જાહેરાત
સોનાક્ષીનું નામ એક્ટર ઝહીર ઈકબાલ સાથે ચર્ચામાં: કુશની વાત કરીએ તો તે અભિનેતા શત્રુઘ્ન સિન્હાનો નાનો પુત્ર છે. તેમની ઉંમર 39 વર્ષની છે. તે એડવર્ટાઈઝિંગ ડિરેક્ટર છે અને આસિસ્ટન્ટ ડિરેક્ટર તરીકે પણ કામ કરી ચૂક્યા છે. તમને જણાવી દઈએ કે, થોડા સમય પહેલા સોનાક્ષી સિન્હાનું નામ એક્ટર ઝહીર ઈકબાલ સાથે ચર્ચામાં આવ્યું હતું. બંનેની સગાઈની વાતો પણ થવા લાગી હતી.