હૈદરાબાદ: સાઉથ ઈન્ડિયન ઈન્ટરનેશનલ એવોર્ડ્સ (SIIMA) 2023ની ઉજવણીનો કાર્યક્રમ ધામધૂમથી સમાપ્ત થયો હતો. બીજા દિવસે પણ તમિલ અને મલયાલમ સિનેમાના સ્ટાર ભવ્ય ઉજવણી કરતા જોવા મળ્યા હતા. આ કાર્યક્રમનું આયોજન સિલ્વર સ્ક્રીન પર પોતાનો જાદુ ચલાવનાર અને ફિલ્મ જગતના દિગ્ગ્જ્જો એકસાથે એક મંચ પર આવે તે માટે કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં તેમના યોગદાનને લઈને સન્માન કરવામાં આવ્યું હતું.
તમિલ સિનેમામાં વિજેતાઓ: તમિલ ફિલ્મ ઇન્ડસ્ટ્રીએ છેલ્લા કેટલાક સમયમાં નેશનલ લેવલે પણ પોતાનો ડંકો વગાડ્યો છે. તમિલ ફિલ્મ જગતમાંથી આવતા આર માધવનને 'રોકેટરી' ફિલ્મ માટે અભિનયની કેટેગરીમાં શ્રેષ્ઠ અભિનેતાનો એવોર્ડ મળ્યો હતો. ઉલ્લેખનીય છે કે, આ જ ફિલ્મ માટે તેમને બેસ્ટ ડેબ્યુ ડાયરેક્ટનો પણ એવોર્ડ મળ્યો હતો. આ ઉપરાંત પોપ્યુલર ચોઈસ કેટેગરીમાં કમલ હસનને ફિલ્મ 'વિક્રમ'માં તેમના અભિનય માટે એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. ત્રિશાને 'પીએસ 1' માં તેમના અભિનય માટે શ્રેષ્ઠ અભિનેત્રી માટે પોપ્યુલર ચોઈસના પુરસ્કારથી સન્માનિત કરવામાં આવી હતી. લોકેશ કનાગરાજને વિક્રમ માટે શ્રેષ્ઠ ડાયરેક્ટરનો એવોર્ડ મળ્યો હતો.
મલયાલમ સિનેમામાં વિજેતાઓ: મલયાલમ ફિલ્મ ઇન્ડસ્ટ્રીએ પણ ધૂમ મચાવી હતી. આ દરમિયાન સૌથી વધુ ચર્ચાનું કેન્દ્ર કલ્યાણી પ્રિયદર્શનને લઈને જોવા મળી હતી. કલ્યાણી પ્રિયદર્શનને 'બ્રો ડેડી'માં કરેલા અભિનયને લઈને શ્રેષ્ઠ અભિનેત્રીનો પુરસ્કાર આપવામાં આવ્યો હતો. જોકે, ટોવિનો થોમસ બેસ્ટ એક્ટર તરીકેનો એવોર્ડ જીતવામાં સફળ રહ્યો હતો. અન્ય એવોર્ડની વાત કરીએ તો, વિનીત શ્રીનિવાસનને 'હૃદયમ' માટે શ્રેષ્ઠ ડાયરેક્ટરનો રિવોર્ડ એનાયત કરાયો અને ના થાન કેસ કોડુએ શ્રેષ્ઠ ફિલ્મનો ખિતાબ મેળવ્યો હતો.
તમિલ સિનેમાના SIIMA વિજેતાઓ:
- બેસ્ટ ડેબ્યુ એકટર: પ્રદીપ રંગનાથ(લવ ટુડે)
- બેસ્ટ ડેબ્યુ એક્ટ્રેસ: અદિતિ(વિરુમન)
- લોકપ્રિય પસંદગી શ્રેષ્ઠ અભિનેત્રી: ત્રિશા(PS -1)
- લોકપ્રિય પસંદગી શ્રેષ્ઠ અભિનેતા: કમલ હાસન (વિક્રમ)
- શ્રેષ્ઠ અભિનેત્રી વિવેચક: કીર્તિ સુરેશ (સાની કાયીધામ)
- મુખ્ય ભૂમિકામાં શ્રેષ્ઠ અભિનેતા: માધવન (રોકેટરી)
- શ્રેષ્ઠ સંગીત નિર્દેશક: અનિરુદ્ધ રવિચંદર (વિક્રમ)
- બેસ્ટ ડેબ્યુ ડિરેક્ટર: માધવન (રોકેટરી)
- કોમેડી રોલમાં શ્રેષ્ઠ અભિનેતા: યોગી બાબુ (લવ ટુડે)
- બેસ્ટ એક્ટર ઇન નેગેટિવ રોલ: એસજે સૂર્યાહ (ડોન)
- શ્રેષ્ઠ સહાયક અભિનેતા (પુરુષ): કાલી વેંકટ (ગાર્ગી)
- શ્રેષ્ઠ સહાયક અભિનેત્રી (મહિલા): વાસંતી (વિક્રમ)
- શ્રેષ્ઠ પ્રોડક્શન ડિઝાઇનર: થોટા થરાની (PS1)
- શ્રેષ્ઠ ગીતકાર: ઇલાંગો કૃષ્ણન (પોન્ની નાધિ)
- શ્રેષ્ઠ સિનેમેટોગ્રાફર: રવિ વર્મન (PS1)
- સિદ્ધિ પુરસ્કાર: મણિરત્નમ
- બેસ્ટ પ્લેબેક સિંગર (પુરુષ): કમલ હાસન (પથલા પથલા)
- શ્રેષ્ઠ પ્લેબેક સિંગર (મહિલા): જોનીતા (અરબી કુથુ)
- શ્રેષ્ઠ ફિલ્મ: પોનીયિન સેલવાન 1
- શ્રેષ્ઠ દિગ્દર્શક: લોકેશ કનાગરાજ (વિક્રમ)
મલયાલમ ઉદ્યોગમાંથી SIIMA 2023 માં કોણ જીત્યું તેના પર એક નજર નાખો:
- બેસ્ટ ડેબ્યુ એક્ટરઃ રંજીથ સજીવ (માઈક)
- સર્વશ્રેષ્ઠ ડેબ્યુ અભિનેત્રીઃ ગાયત્રી શંકર (ન્ના થાન કેસ કોડુ)
- બેસ્ટ ડેબ્યુ ડિરેક્ટરઃ મુકુન્દન ઉન્ની એસોસિએટ્સ
- શ્રેષ્ઠ ગીતકાર: વિનાયક શશીકુમાર (પારુડીસા, ભીષ્મ પર્વમ)
- શ્રેષ્ઠ પ્લેબેક સિંગર (મહિલા) - મૃદુલા વોરિયર (માયલપીલી, પોથનપથમ નૂટ્ટંડુમાંથી)
- શ્રેષ્ઠ સિનેમેટોગ્રાફીઃ શરણ વેલાયુધન (સાઉદી વેલ્લાક્કા)
- મુખ્ય ભૂમિકામાં શ્રેષ્ઠ અભિનેત્રી: કલ્યાણી પ્રિયદર્શન (બ્રો ડેડી)
- મુખ્ય ભૂમિકામાં શ્રેષ્ઠ અભિનેત્રી (ક્રિટિક): દર્શના રાજેન્દ્રન (જયા જયા જયા જયા હે)
- મુખ્ય ભૂમિકામાં શ્રેષ્ઠ અભિનેતા (ક્રિટીક્સ): કુંચકો બોબન (ન્ના થાન કેસ કોડુ)
- મુખ્ય ભૂમિકામાં શ્રેષ્ઠ અભિનેતા: ટોવિનો થોમસ (થલ્લુમાલા)
- શ્રેષ્ઠ સહાયક અભિનેત્રી: બિંદુ પનીકર (રોર્શચ)
- શ્રેષ્ઠ સહાયક અભિનેતા: લાલ (મહાવીર્યાર)
- કોમેડી રોલમાં બેસ્ટ એક્ટરઃ રાજેશ માધવન (ન્ના થાન કેસ કોડુ)
- નકારાત્મક ભૂમિકામાં શ્રેષ્ઠ અભિનેતા: વિનીત શ્રીનિવાસન (મુકુંદન ઉન્ની એસોસિએટ્સ)
- સ્પેશિયલ જ્યુરી એવોર્ડ: બેસિલ જોસેફ (જયા જયા જયા જયા હે)
- બેસ્ટ ડેબ્યુ પ્રોડ્યુસરઃ મેપ્પડિયન
- શ્રેષ્ઠ નિર્દેશક: વિનીત શ્રીનિવાસન (હૃદયમ)
- બેસ્ટ ફિલ્મઃ એનના થાન કેસ કોડુ