ETV Bharat / entertainment

રણવીર અને રોહિતે પૂર્ણ કર્યું સર્કસનું શૂટિંગ, જાણો ક્યારે રિલીઝ થશે આ ફિલ્મ - સર્કસ ફિલ્મ

રણવીર સિંહ અને રોહિત શેટ્ટી (Rohit Shetty and Ranveer Singh) એ તેમની ફિલ્મ સર્કસનું શૂટિંગ પૂરું કરી લીધું (Cirkus Shooting khatam) છે. જાણો ફિલ્મ સિમ્બાથી અજાયબી કરનાર રોહિત અને રણવીરની જોડીની ફિલ્મ સર્કસ ક્યારે રિલીઝ થશે.

રણવીર સિંહ અને રોહિત શેટ્ટીએ પૂર્ણ કર્યું સર્કસનું શૂટિંગ, જાણો ક્યારે રિલીઝ થશે આ ફિલ્મ

author img

By

Published : Nov 17, 2022, 1:54 PM IST

હૈદરાબાદઃ બોલિવૂડ એક્શન ડિરેક્ટર રોહિત શેટ્ટીના ચાહકો માટે સારા સમાચાર છે. ઘણા સમયથી રોહિત અને રણવીર સિંહની ફિલ્મ (Rohit Shetty and Ranveer Singh) સર્કસને લઈને ચર્ચા ચાલી રહી હતી. ચાહકો આ ફિલ્મની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. ફિલ્મ 'સિમ્બા'ની સફળતા બાદ રોહિત અને રણવીર ફિલ્મ સર્કસ પર કામ કરી રહ્યા છે. હવે રોહિતે રણવીર સિંહ અભિનીત તેની ફિલ્મ 'સર્કસ'નું શૂટિંગ પૂર્ણ કરી લીધું (Cirkus Shooting khatam) છે. હવે માત્ર ફિલ્મના પ્રમોશનનું કામ બાકી છે. રણવીર સિંહે સોશિયલ મીડિયા પર આ વિશે માહિતી આપી છે અને સેટ પરથી એક શાનદાર તસવીર પણ શેર કરી છે.

ક્રિસમસ પર ફિલ્મ રિલીઝ: સોશિયલ મીડિયા પર તસવીર શેર કરતા રણવીર સિંહે લખ્યું, 'શૂટિંગ ઓવર, પ્રમોશન પ્લાનિંગ શરૂ, માસ-ટેર ફિલ્મમેકરની MASS-Terr પ્લાન્સ! આ પહેલીવાર હશે જ્યારે રણવીર આ ફિલ્મમાં ડબલ રોલમાં જોવા મળશે. આ તસવીરમાં રણવીર સિંહ સાથે ડિરેક્ટર રોહિત શેટ્ટી અને કોમેડી એક્ટર વરુણ શર્મા જોવા મળી રહ્યા છે. આ ફિલ્મ આ વર્ષે ક્રિસમસના અવસર પર રિલીઝ થવા જઈ રહી છે.

ફિલ્મની સ્ટાર કાસ્ટ: ફિલ્મ 'સર્કસ'માં રણવીરની વિરુદ્ધ સાઉથની અભિનેત્રી પૂજા હેગડે અને જેકલીન ફર્નાન્ડીઝ લીડ રોલમાં જોવા મળશે. આ સિવાય ફિલ્મને વધુ મસાલેદાર બનાવવા માટે અજય દેવગન અને દીપિકા પાદુકોણની ગેસ્ટ રોલ પણ તૈયાર કરવામાં આવી છે. આ વખતે ફિલ્મમાં કોમેડી સાથે રોહિત શેટ્ટી કારમાં તોડફોડ કરીને ભારે હંગામો મચાવે છે, તે તો આ વર્ષની તારીખ 23 ડિસેમ્બરે ખબર પડશે. ઉલ્લેખનીય છે કે, ફિલ્મ 'સર્કસ' જૂની કોમેડી ફિલ્મ 'અંગૂર' પર આધારિત છે.

રણવીર સિંહ અને રોહિત શેટ્ટીએ પૂર્ણ કર્યું સર્કસનું શૂટિંગ, જાણો ક્યારે રિલીઝ થશે આ ફિલ્મ
રણવીર સિંહ અને રોહિત શેટ્ટીએ પૂર્ણ કર્યું સર્કસનું શૂટિંગ, જાણો ક્યારે રિલીઝ થશે આ ફિલ્મ

રણવીર દુબઈ જવા રવાના: રણવીર સિંહે તારીખ 15 નવેમ્બરે તેની ચોથી લગ્નની વર્ષગાંઠની ઉજવણી કરી હતી. આ ખાસ અવસર પર અભિનેતાએ ઓફિસ પહોંચીને પત્ની દીપિકાને ચોંકાવી દીધી હતી. હવે રણવીર દુબઈમાં એક ઈવેન્ટ માટે રવાના થઈ ગયો છે, જ્યાં તેની સાથે અભિનેતા મનીષ પોલ પણ જોવા મળવાનો છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.