ETV Bharat / entertainment

ફિફાની ફાઈનલ મેચમાં પઠાણનું પ્રમોશન થશે, શાહરૂખ ખાન કરી રહ્યા છે આ તૈયારી - શાહરુખ ખાનની ફિલ્મનું પ્રમોશન

ફિલ્મ પઠાણ (shahrukh khan movie pathan)ને લઈને એક મોટું અપડેટ સામે આવ્યું છે. અહેવાલ છે કે, તારીખ 18મી ડિસેમ્બરે કતારમાં યોજાનાર FIFA વર્લ્ડ કપની ફાઈનલ મેચમાં શાહરૂખ ખાન તેમની ફિલ્મ પઠાણનું પ્રમોશન કરતા જોવા (Pathaan Promotion In FIFA) મળશે. હાલમાં જ ફિલ્મનું પહેલું ગીત બેશરમ રંગ રિલીઝ થયું છે. સોશિયલ મીડિયા યુઝર્સે ગીતમાં દીપિકા પાદુકોણના ડાન્સ મૂવ્સ સામે વાંધો ઉઠાવ્યો છે

ફિફાની ફાઈનલ મેચમાં પઠાણનું પ્રમોશન થશે, શાહરૂખ ખાન કરી રહ્યો છે આ તૈયારી

author img

By

Published : Dec 14, 2022, 12:13 PM IST

હૈદરાબાદઃ બોલિવૂડના 'કિંગ ખાને' 4 વર્ષ બાદ મોટા પડદા પર ધમાકેદાર એન્ટ્રી કરવા માટે સંપૂર્ણ તૈયારી કરી લીધી છે. અભિનેતાની બહુપ્રતિક્ષિત ફિલ્મ 'પઠાણ' (shahrukh khan movie pathan) સમગ્ર વિશ્વમાં ધૂમ મચાવી રહી છે અને અભિનેતા ફિલ્મને લઈને કોઈપણ પ્રકારનું જોખમ લેવા માંગતા નથી. શાહરૂખના ફેન્સ આ ફિલ્મની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. ફિલ્મ 'પઠાણ' તારીખ 25 જાન્યુઆરી 2023ના રોજ રિલીઝ થઈ રહી છે. હવે ફિલ્મ 'પઠાણ'ને લઈને એક મોટું અપડેટ સામે આવ્યું છે. અહેવાલ છે કે, તારીખ 18મી ડિસેમ્બરે કતારમાં યોજાનાર FIFA વર્લ્ડ કપની ફાઈનલ મેચમાં શાહરૂખ ખાન તેની ફિલ્મ 'પઠાણ'નું પ્રમોશન (Pathaan Promotion In FIFA) કરતા જોવા મળશે.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ફિલ્મ 'પઠાણ'નું પ્રમોશન: મીડિયા રિપોર્ટ્સ અનુસાર શાહરૂખ ખાન FIFA વર્લ્ડ કપ ફાઈનલમાં પોતાની ફિલ્મ 'પઠાણ'નું પ્રમોશન કરવા જઈ રહ્યા છે. જોકે, આ સમાચાર પર મેકર્સ અને શાહરૂખ તરફથી કોઈ પણ પ્રકારની પ્રતિક્રિયા આવી નથી. આ સમાચારથી શાહરૂખના ચાહકોમાં ગભરાટ ફેલાયો છે અને હવે તેઓ FIFAની ફાઈનલ મેચની રાહ જોઈ રહ્યા છે. અહીં ગઈકાલે રાત્રે રમાયેલી સેમીફાઈનલ મેચમાં આર્જેન્ટિનાએ ક્રોએશિયાને 3-0થી હરાવ્યું હતું અને હવે આગામી સેમીફાઈનલ મેચ ફ્રાન્સ અને મોરોક્કો વચ્ચે રમાશે.

શાહરૂખ ખાનની તૈયારી: અહીં શાહરૂખ ખાન તેમની ફિલ્મ 'પઠાણ' પર ઘણી આશાઓ બાંધી રહ્યા છે. તાજેતરમાં જ તે ફિલ્મની પ્રાર્થના કરવા ઉમરાહ કરવા માટે મક્કા આવ્યા હતા અને તાજેતરમાં તે કટરા સ્થિત માતા વૈષ્ણોનાં દરબારમાં હાજરી આપવા આવ્યા હતા. પોતાના સ્ટારડમને જાળવી રાખવા માટે શાહરૂખ ફિલ્મ 'પઠાણ' માટે દર્શકોને થિયેટરોમાં આકર્ષવા માટે દિવસરાત મહેનત કરી રહ્યા છે.

બેશરમ રંગ ગીતથી મુશ્કેલી: હાલમાં જ ફિલ્મનું પહેલું ગીત 'બેશરમ રંગ' રિલીઝ થયું છે. શાહરૂખ અને દીપિકા પાદુકોણ પર ચિત્રિત રોમેન્ટિક પાર્ટી થીમ સોંગ વિવાદમાં આવી ગયું છે. સોશિયલ મીડિયા યુઝર્સે ગીતમાં દીપિકા પાદુકોણના ડાન્સ મૂવ્સ સામે વાંધો ઉઠાવ્યો છે અને તેની સ્ટાઇલને અશ્લીલ ગણાવી છે. આવી સ્થિતિમાં હવે ફિલ્મ રિલીઝ થવામાં દોઢ મહિનો બાકી છે અને હવે જોવાનું એ રહેશે કે 'પઠાણ' બોક્સ ઓફિસ પર કેટલો અને કેવો પ્રતિસાદ આપે છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.