હૈદરાબાદ: તારીખ 4 જુલાઈએ બોલિવુડના 'પઠાણ' શાહરૂખ ખાન વિશે સમાચાર આવ્યા હતા કે, 'કિંગ ખાન' લોસ એન્જલસમાં શૂટ દરમિયાન ઈજાગ્રસ્ત થયા છે. નોંધપાત્ર વાત એ છે કે, શાહરૂખને નાક પર ઈજા થઈ હતી અને પછી લોહી વહી જવાને કારણે તેમના નાકનું ઓપરેશન કરવું પડ્યું હતું. જ્યારે આ સમાચાર દેશમાં પહોંચ્યા ત્યારે શાહરૂખના ચાહકોમાં હલચલ મચી ગઈ હતી અને ચાહકો તેમની સુરક્ષા માટે પ્રાર્થના કરવા લાગ્યા હતા.
મુંબઈ એરપોર્ટ પર પરિવાર સાથે અભિનેતા: હવે શાહરૂખ ખાન ગઈકાલે રાત્રે અમેરિકાથી પરત ફર્યા છે. અહીં ગઈકાલે રાત્રે શાહરૂખ ખાન મુંબઈ એરપોર્ટ પર જોવા મળ્યા હતા. શાહરૂખ ખાન સાથે તેની પત્ની ગૌરી ખાન અને પુત્ર અબરામ ખાન પણ અમેરિકાથી પરત ફર્યા છે. શાહરૂખ ખાન બ્લૂ કલરની હૂડી અને માથા પર કેપ પહેરેલા જોવા મળ્યા હતા. પરંતુ ચાહકો ખુશ છે કે, શાહરૂખ ખાનના નાક પર કોઈ પટ્ટી નથી.
જુઓ અભિનાતાની પ્રતિક્રિયા: શાહરૂખ એરપોર્ટ પર ઉતાવળમાં જોવા મળ્યા હતા. જ્યારે પેપ્સે તેમની ઈજા વિશે વાત કરી ત્યારે શાહરૂખ ખાને કોઈ પ્રતિક્રિયા આપી ન હતી અને કારમાં બેસીને ચાલ્યા ગયા હતા. બીજી તરફ શાહરૂખ ખાનની પત્ની ગૌરી ખાન અને નાનો પુત્ર અબરામ ખાન પણ મુંબઈ એરપોર્ટ પર જોવા મળ્યા છે. અહીં ગૌરી ખાન પણ બ્લૂ ડ્રેસમાં જોવા મળી હતી અને અબરામ ખાન પણ કૂલ લૂકમાં જોવા મળ્યા હતો.
અભિનેતાનો આગામી પ્રોજેક્ટ: શાહરૂખ ખાનના ચાહકો હવે તેને સોશિયલ મીડિયા પર જોઈને ખૂબ જ ખુશ છે અને તેમની સુરક્ષા માટે પ્રાર્થના કરી રહ્યા છે. શાહરૂખ ખાનના આ વીડિયો પર ઘણા ચાહકોએ રેડ હાર્ટ ઇમોજી શેર કર્યા છે. શાહરૂખ ખાન ચાલુ વર્ષે ફિલ્મ 'જવાન' અને 'ડંકી' માં જોવા મળશે. ફિલ્મ 'જવાન' તારીખ 7 સપ્ટેમ્બરે રિલીઝ થશે જ્યારે 'ડંકી' વર્ષના અંતમાં રિલીઝ થશે.