ETV Bharat / entertainment

Shah Rukh Khan: 'પઠાણ'ના ટીવી પ્રીમિયરમાં મન્નતની બહાર ચાહકોની ભીડ, બાદશાહે કર્યો ડાન્સ - સાહરુખનો બાલ્કનીમાં ડાન્સ

બોલિવુડ કિંગ શાહરૂખ ખાનની સુપરહિટ ફિલ્મ 'પઠાણ'નું તારીખ 10મી જૂને ટીવી પ્રીમિયર હતું. આ પ્રસંગે શાહરૂખ ખાન મન્નતની બહાર તેમના ચાહકોને મળ્યા હતા. આ દરમિયાન 'ઝૂમે જો પઠાણ' ગીત પર જોરદાર ડાન્સ કર્યો હતો. કિંગ ખાને ચાહકોનું અભિવાદન કર્યું હતું અને તેમના શાનદાર પોઝ સાથે આભાર માન્યો હતો.

'પઠાણ'ના ટીવી પ્રીમિયરમાં મન્નતની બહાર ચાહકોની ભીડ, અભિનેતાએ કર્યો ડાન્સ

author img

By

Published : Jun 11, 2023, 2:09 PM IST

મુંબઈઃ બોક્સ ઓફિસ પર ધમાલ મચાવ્યા બાદ 'પઠાણ'નું ટીવી પ્રીમિયર 10 જૂન શનિવારના રોજ થયું હતું. આ પ્રસંગની ઉજવણી કરવા માટે, શાહરૂખના સેંકડો ચાહકો તેમના મુંબઈના ઘર મન્નતની બહાર એકઠા થયા હતા. જ્યાં બોલિવૂડના બાદશાહે પોતાનો એક મીની શો યોજ્યો હતો. ટીવી પ્રિયમિયરના થોડા સમય પહેલા પઠાણના ચાહકો મન્નતની બહાર અત્યંત ઉત્સાહમાં જોવા મળ્યાં હતાં. કેટલાક લોકોએ ત્યાં ડાન્સ કર્યો અને કેટલાકે સુપરસ્ટારના સન્માનમાં સૂત્રોચ્ચાર કર્યા.

પઠાણે કર્યું અભિવાદ: શાહરૂખ ચાહકોને જોઈને ખૂબ જ ખુશ થયા ગયા હતા અને તેમના ચાહકો માટે તેમની બાલ્કનીમાં આવ્યા હતા. તેમણે બંને હાથ ફેલાવીને ચાહકોનું અભિવાદન કર્યું હતું. ત્યારપછી બાદશાહ અહીં જ ન અટક્યા નહિં, પરંતુ તેમણે પોતાની ફિલ્મના ફેમસ ગીત 'ઝૂમે જો પઠાણ' ગીત પર મનમૂકીને જોરદાર ડાન્સ કર્યો હતો. આ દરમિયાન અભિનેતા દ્વારા કરવામાં આવેલા ડાન્સે ફેન્સનું દિલ જીતી લીધું હતું.

પઠાણ ફિલ્મની સ્ટારકાસ્ટ: બોકસ ઓફિસ પર તુફાન મચાવનાર ફિલ્મ પઠાણની વાત કરીએ તો, SRK એ યશ રાજ ફિલ્મ્સની સ્પાય યુનિવર્સની ચોથી ફિલ્મ 'પઠાણ' સાથે મોટા પડદા પર અવિશ્વસનીય રીતે સફળ પુનરાગમન કર્યું. ફિલ્મ 'પઠાણ'માં એ શાહરુખ ખાન, જ્હોન અબ્રાહમ, દીપિકા પાદુકોણ ડિમ્પલ કાપડિયા અને આશુતોષ રાણાએ અભિનય કર્યો છે. આ સાથે બોલિવૂડના 'ભાઈજાન'નો પણ તેમાં ખાસ કેમિયો હતો.

શાહરુખ ખાનનો વર્કફ્રન્ટ: ફિલ્મ 'પઠાણ' એક દેશનિકાલ RAW એજન્ટની આસપાસ ફરે છે. જે RAWના ભૂતપૂર્વ એજન્ટ એ દેશદ્રોહી જિમને પકડવા માટે ISI એજન્ટ રૂબિના મોહસીન સાથે ટીમ બનાવે છે. જે ચોક્કસ કારણસર ભારત પર હુમલો કરવાની યોજના બનાવી રહ્યા છે. શાહરુખ, દીપિકા અને જ્હોનની ફિલ્મ પઠાણે ચીનમાં રિલીઝ થયા વગર વૈશ્વિક સ્તરે 1200 કરોડ રુપિાયનો બિઝનેસ કરનાર પહેલી ફિલ્મ બની છે. શાહરૂખ તેમની આગામી ફિલ્મોમાં એટલીની 'જવાન' અને રાજકુમાર હિરાનીની 'ડંકી'માં જોવા મળશે.

  1. Bigg Boss Ott 2: સલમાન ખાનના શોમાં સૂરજ પંચોલીની એન્ટ્રી, સિંગર શ્રીલંકન પણ જોવા મળશે
  2. Animal: રણબીર કપૂર અને રશ્મિકા મંદન્નાની ફિલ્મ 'એનિમલ'નું પ્રી ટીઝર રિલીઝ, 11 ઓગસ્ટે થશે રિલીઝ
  3. Mangal Dhillon: ફેમસ એક્ટર મંગલ ઢિલ્લોનનું નિધન, લુધિયાણાની કેન્સર હોસ્પિટલમાં લીધા અંતિમ શ્વાસ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.