દુબઈ: શાહરુખ ખાનની ફિલ્મ 'જવાન' ટૂંક સમયમાં સિનેમાઘરોમાં રિલીઝ થવા માટે તૈયાર છે, ત્યારે દુબઈમાં એક ક્લબમાં સુપરસ્ટાર શાહરુખ ખાનને જોઈ ચાહકો ખુશ થઈ ગયા હતા. શાહરુખ ખાનની વીડિયો ક્લીપ સામે આવી છે, જેમાં ચાહકો શાહરુખ.. શાહરુખ.. ના નારા લગાવી રહ્યા હતા. આ દરિમાયન શાહરુખ ખાને ગીત 'ઝિંદા બંદા' અને 'બેશરમ રંગ' ગીત પર ડાન્સ કર્યો હતો.
બુર્જ ખલીફા ખાતે શાહરુખ ખાન: બુર્જ ખલીફા ખાતે શાહરુખ ખાને એક ક્બલમાં 'જવાન' ફિલ્મનું ગીત 'ઝિંદા બંદા' અને પઠાણનું ગીત 'બેશરમ રંગ' પર જોરદાર ડાન્સ કર્યો હતો. શાહરુખના પ્રદર્શનથી દર્શકો મંત્રમુગ્ધ થઈ ગયા હતા. તાજેતરમાં જ શાહરુખ ખાને આરબ શહેરમાં એક ક્લબની મુલાકાત લીધી હતી. આ દરમિયાન કિંગ ખાને મનમૂકીને કર્યો હતો ડાન્સ, જે જોઈ ચાહકો આશ્ચર્યચકિત થઈ ગયા હતા.
દુબઈની એક ક્લબમાં શાહરુખ ખાને કર્યો ડાન્સ: SRK યુનિવર્સ ફેન કલ્બ દ્વારા વીડિયો ક્લીપ પોસ્ટ કરવામાં આવી છે. આ વીડિયોમાં 'બેશરમ રંગ' અને 'ઝીંદા બંદા' ગીત પર શાહરુખ ખાનને ડાન્સ કરતા જોઈ શકાય છે. આ દરમિયાન શાહરુખ ખાન કાર્ગો પેન્ટ અને બ્લેક ટી-શર્ટમાં સ્ટાઈલિશ દેખાઈ રહ્યા હતા. વીડિયોમાં શાહરુખને જોઈ ચાહકો ખુબ જ ઉત્સાહિત થઈ ગયા હતા, તે સ્પષ્ટ જોઈ શકાય છે.
બુર્જ ખલીફા ખાતે જવાન ફિલ્મનું ટ્રેલર: અગાઉ બે દિવસ પહેલા બુર્જ ખલીફા ખાતે શાહરુખ ખાનની આગામી ફિલ્મ 'જવાન'નું ટ્રેલર પણ પ્રદર્શત કરવમાં આવ્યું હતું. અગાઉ જાન્યુઆરી 2023માં 'પઠાણ' ફિલ્મનું ટ્રેલર પણ ધામધૂમથી લોન્ચ કરવામાં આવ્યું હતું. એટલી દ્વારા નિર્દેશિત ફિલ્મ 'જવાન'માં નયનતાર અને વિજય સેતુપતિ પણ મુખ્ય ભૂમિકામાં છે. તારીખ 7 સપ્ટેમ્બરે થિયેટરોમાં રિલીઝ થનારી ફિલ્મમાં દીપિકા પાદુકોણ પણ મહત્ત્વની ભૂમિકામાં છે. આ ઉપરાંત ફિલ્મમાં સાન્યા મલ્હોત્રા અને સુનીલ ગ્રોવર પણ સામેલ છે.
જવાન ફિલ્મનું એડવાન્સ બુકિંગ: આ ફિલ્મનું એડવાન્સ બુકિંગ શરુ થઈ ગયું છે. ડ્રેડ એનાલિસ્ટ તરણ આદર્શના રિપોર્ટ્સ અનુસાર, શુક્રવારે રાત્રે 9 કલાક સુધીમાં ત્રણ મુખ્ય મલ્ટિપ્લેક્સ ચેઈનમાં 124000 ટિકિટો વેચી હતી. શાહરુખની સ્પાય થ્રિલર 'પઠાણ' આ વર્ષની શરુઆતમાં રિલીઝ થઈ હતી. 'પઠાણે' એડવાન્સ બુકિંગમાં 32 કરોડનો સ્કોર કર્યો હતો, જે કોઈ પણ હિન્દી ફિલ્મ માટે સૌથી વધુ છે. (ANI)