ETV Bharat / entertainment

Dharmendra Jawan: 'જવાન'ની રિલીઝ પહેલા ધર્મેન્દ્રએ શાહરુખ ખાન પર પ્રેમ વરસાવ્યો, જુઓ અહીં તસવીર - ધર્મેન્દ્ર અને શાહરૂખ ખાન

બોલિવુડના પીઢ અભિનેતા ધર્મેન્દ્રએ પોતાના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ પર શાહરુખ ખાન સાથેની તસવીર શેર કરી છે. તસવીરમાં ધર્મેન્દ્ર અને શાહરુખ ખાન સાથે જોવા મળે છે. 'જવાન'ની રિલીઝ પહેલા ધર્મેન્દ્રએ શાહરુખ ખાનને તેમની ફિલ્મ માટે શુભકામનાઓ પાઠવી છે.

'જવાન'ની રિલીઝ પહેલા ધર્મેન્દ્રએ શાહરુખ ખાન પર પ્રેમ વરસાવ્યો, જુઓ અહીં તસવીર

author img

By ETV Bharat Gujarati Team

Published : Sep 6, 2023, 11:18 AM IST

હૈદરાબાદ: શાહરુખ ખાન અને તેમની ટીમ ફિલ્મ 'જવાન'ના રિલીઝ માટે તૈયાર છે. હવે ફિલ્મ 'જવાન'ની રિલીઝને 24 કલાક પણ બાકી નથી. 'જવાન' ફિલ્મ આવતીકાલે દેશ અને દુનિયાના સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે. 'જવાન' હિન્દી, તમિલ અને તેલુગુમાં રિલીઝ થશે. ફિલ્મે અત્યાર સુધીમાં 7.50 લાખથી વધુ એડવાન્સ ટિકિટ વેચી છે અને શરુઆતના દિવસે કમાણીનો નવો ઈતિહાસ રચવા જઈ રહી છે.

શાહરુખની ધર્મેન્દ્ર સાથેની મુલાકાત: ચાલુ વર્ષમાં શાહરુખ ખાનની આ બીજી ફિલ્મ હશે, જે 100 કરોડ અને 500 કરોડના ક્લબમાં સામેલ થવા જઈ રહી છે. શાહરુખ ખાનને તેની ફિલ્મ 'જવાન' માટે શુભેચ્છાઓ મળી છે. હિન્દી સિનેમાના પીઢ અભિનેતા ધર્મેન્દ્રએ શાહરુખ ખાનને ફિલ્મ 'જવાન' માટે શુભેચ્છા પાઠવી હતી. આ દરમિયાન શાહરુખ ખાન સાથેની એક તસવીર પણ સોશિયલ મીડિયા પર શેર કરી છે.

ધર્મેન્દ્રએ જવાન માટે શુભેચ્છા પાઠવી: ધર્મેન્દ્ર બિલિવુડના પઠાણ શાહરુખ ખાનને સની અને બોબી પછી પોતાનો ત્રીજો પુત્ર માને છે. બીજી તરફ, ધર્મેન્દ્રની બીજી પત્ની અને હિન્દી સિનેમાની ડ્રીમ ગર્લ હેમા માલિનીએ શાહરુખ ખાનને 'કભી હાં કભી ના' ફિલ્મથી બોલિવુડમાં લોન્ચ કર્યા હતા. હવે ધર્મેન્દ્રએ શાહરુખ ખાનની ફિલ્મ 'જવાન' રિલીઝના એક દિવસ પહેલા તેમના ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ શેર કરી છે. આ પોસ્ટ શેર કરીને 'જવાન' ફિલ્મ માટે શાહરુખ ખાનને આશીર્વાદ પણ આપ્યા છે.

ફિલ્મમાં સાઉથના બે કલાકારો: શાહરુખ ખાનની ફિલ્મ 'જવાન'માં સાઉથ અભિનેત્રી નયનતારા અને વિજય સેતુપતિ સામેલ છે. આ ઉપરાંત 'પઠાણ' ફિલ્મમાં શાહરુખ ખાન સાથે સહ અભિનેત્રીની ભૂમિકા ભજવનાર દીપિકા પાદુકોણ પણ જોવા મળશે. એટલી દ્વારા નિર્દેશિત 'જવાન' ફિલ્મને લઈ ચાહકકોમાં જોરદાર ક્રેઝ જોવા મળે છે. આ ફિલ્મ તારીખ 7 સપ્ટેમ્બરના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે.

  1. Irshad Kamil Birthday: પંજાબના કવિ અને ગીતકાર ઈર્શાદ કામિલનો આજે જન્મદિવસ
  2. Amitabh Bachchan: 'ભારત કે ઈન્ડિયા'ની ચર્ચામાં બિગ બી કુદી પડ્યા, લખ્યું 'ભારત માતા કી જય'
  3. 3 Ekka Collection 12: '3 એક્કા' ફિલ્મની કમાણીમાં થયો ઘટાડો, 12માં દિવસે 20 કરોડનો આકડો કરશે પાર

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.