ETV Bharat / entertainment

શાહરૂખ ખાને સાઉદી અરેબિયામાં ડંન્કીનું શૂટિંગ કર્યું પૂર્ણ, વીડિયો કર્યો શેર - સાઉદી આરબ ડંકી

વર્ષ 2023માં શાહરૂખ ખાનની 3 મોટી ફિલ્મ પઠાણ, જવાન અને ડંકી રીલિઝ થવા જઈ રહી (Dunki Saudi Arabia schedule wrap) છે. આવી સ્થિતિમાં ચાહકોની ધીરજતા તૂટી રહી છે. આ દરમિયાન શાહરૂખ ખાને એક વીડિયો શેર (Shah Rukh Khan heartfelt video) કરીને ચાહકોની ચિંતા વધારી દીધી છે.

Etv Bharatશાહરૂખ ખાને સાઉદી અરેબિયામાં ડેન્કીનું શૂટિંગ કર્યું પૂર્ણ, વીડિયો કર્યો શેર

author img

By

Published : Dec 1, 2022, 12:28 PM IST

હૈદરાબાદ: બોલિવૂડનો 'બાદશાહ' 4 વર્ષ બાદ અભિનેતા તરીકે મોટા પડદા પર વાપસી કરી રહ્યો છે. શાહરૂખ ખાનના ફેન્સ વર્ષ 2023ની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. કારણ કે, વર્ષ 2023માં શાહરૂખ ખાનની 3 મોટી ફિલ્મ 'પઠાણ', 'જવાન' અને 'ડંકી' (Dunki Saudi Arabia schedule wrap) રીલિઝ થવા જઈ રહી છે. આવી સ્થિતિમાં ચાહકોની ધીરજતા તૂટી રહી છે. આ દરમિયાન શાહરૂખ ખાને એક વીડિયો શેર (Shah Rukh Khan heartfelt video) કરીને ચાહકોની ચિંતા વધારી દીધી છે. વાસ્તવમાં શાહરૂખનો આ વીડિયો સાઉદી અરેબિયાથી આવ્યો છે, જેણે ચાહકોમાં ખળભળાટ મચાવી દીધો છે.

શાહરૂખે ચાહકોની ચિંતા વધારી: શાહરૂખ ખાને શેર કરેલા વીડિયોમાં તેણે જણાવ્યું છે કે, તેમણે ફિલ્મ 'ડંકી'નું શૂટિંગ પૂર્ણ કરી લીધું છે. આ વીડિયોમાં શાહરૂખે ફિલ્મ 'ડંકી'ના નિર્દેશક રાજકુમાર હિરાનીનો આભાર વ્યક્ત કર્યો છે. વીડિયોમાં શાહરૂખ બોલતો જોવા મળી રહ્યો છે, 'ડંકી'નું શૂટિંગ શેડ્યૂલ પૂરું થઈ ગયું છે. વીડિયોની સાથે શાહરૂખે કેપ્શન આપ્યું છે કે, 'સાઉદીના સંસ્કૃતિ મંત્રાલય તેમજ 'ડંકી'ની ટીમનો અને જેણે પણ આ શૂટમાં સહકાર આપ્યો છે, તે દરેકનો આભાર. આ શેડ્યૂલ ખૂબ જ સારી રીતે થયું.'

ડિરેક્ટરનો માન્યો આભાર: શાહરૂખ ખાને આગળ કહ્યું, 'શૂટિંગ શેડ્યૂલ પૂર્ણ કરવા કરતાં વધુ સંતોષકારક કંઈ નથી. રાજુ સર અને સમગ્ર ટીમનો ખૂબ ખૂબ આભાર. આ ઉપરાંત સાઉદીના સાંસ્કૃતિક મંત્રાલયનો પણ આભાર, જેમણે આટલું સારું સ્થાન પ્રદાન કરવાની સાથે સારું કામ પણ કર્યું.'

ફિલ્મ 'ડંકી' ક્યારે થશે રિલીઝ: રાજકુમાર હિરાણી અને શાહરૂખ ખાન પહેલીવાર સાથે કામ કરવા જઈ રહ્યા છે. જોકે રાજકુમારે શાહરૂખ ખાનને ફિલ્મ 'મુન્નાભાઈ MBBS' ઑફર કરી હતી. જે શાહરુખે કોઈ કારણસર કરવાની ના પાડી દીધી હતી. હવે રાજકુમાર હિરાણી અને શાહરૂખ ખાનની જોડી ફિલ્મ 'ડંકી'થી કેટલી અદ્ભુત છે, તે તો ફિલ્મ (તારીખ 22 ડિસેમ્બર 2023)ની રિલીઝ પર જ ખબર પડશે. ફિલ્મ 'ડંકી' ઈમિગ્રન્ટ્સને ગેરકાયદેસર રીતે સરહદ પાર કરવા પર આધારિત છે. ફિલ્મમાં શાહરૂખ ખાન ઉપરાંત તાપસી પન્નુ, વિકી કૌશલ અને બોમન ઈરાની મહત્વની ભૂમિકામાં જોવા મળશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.