મુંબઈ: પ્રતિગ ગાંધીએ હંસલ માહેતાની 'સ્કેમ 1992: ધ હર્ષદ મેહતા સ્ટોરી'માં પોતાના અભિનયથી દર્શકોને પ્રભાવિત કર્યા હતા. હવે પ્રતિક ગાંધી 'સ્કેમ 2003'ની ટીમ માટે ખુબ જ ઉત્સાહિત છે, જે તેમની સિરીઝની સિક્વલ છે. શુક્રવારે રાત્રી દરમિયાન મુંબઈ ખાતે 'સ્કેમ 2003 ધ તેલગી સ્ટોરી'નું સ્ક્રીનિંગ આયોજન કરવામાં આવ્યું હતું . પ્રતિકે ફોલો-અપ સિરીઝ વિશે પોતાનો ઉત્સાહ વ્યક્ત કર્યો હતો.
સ્કેમ 2003ને લઈ પ્રતિક ગાંધી ઉત્સાહિત છે: પ્રતિક ગાંધીએ ANI સાથે વાત કરતા જણાવ્યું હતું કે, ''અમે બધા આ દિવસની રાહ જોઈ રહ્યા હતા, દરેક ખુશ છે. સ્કેમ 2003 ફ્રેન્ચાઈઝીને આગલ લઈ જઈ રહ્યું છે. જેમ આપણે ટ્રેલરમાં જોયું તેમ, આ સિરીઝ મોટા સ્કેમ પર પ્રકાશ પાડશે. અમે આ સિરીઝ માટેના જાહેર પ્રતિસાદ વિશે ઉત્સુક છીએ. હું આ પ્રોજેક્ટના કલાકારો અને અન્ય સદસ્યોને શુભકામના પાઠવું છું.''
જાણો સ્કેમ 2003ની સ્ટોરી શું કહે છે: આગળ વધુમાં જણાવ્યું હતું કે, ''સ્કેમ 2003 અબ્દુલ કરીમ તેલગીની આસપાસ ફરે છે. આ કથિત રીતે 30,000 કરોડના સ્ટેમ્પ પેપર સ્કેમ સાથે સંકળાયેલ વ્યક્તિ છે. તે હિન્દી પુસ્તક 'રિપોર્ટર કી ડાયરી' પરથી રુપાંતરિત કરવામાં આવ્યું છે. આ ડાયરી પત્રકાર સંજય સિંહ દ્વારા લખવામાં આવી છે, જેમણે તે સમયે ઘોટાડાની સ્ટોરી બતાવી હતી. તુષાર હિરાનંદાની દ્વારા નિર્દેશિત બીજા હપ્તા સાથે આ વખતે માત્ર હંસલ મહેતા માત્ર શોરનર છે.''
હંસલ માહેતાનું નિવેદન: ફોલો-અપ સિરીઝની રિલીઝ પહેલા તેમની ઉત્તેજના શેર કરતાં મહેતાએ કહ્યું હતું કે, ''હું ખૂબ જ ઉત્સાહિત છું. કારણ કે, લોકો અમારા શોને પસંદ કરી રહ્યાં છે. 'સ્કેમ 2003' પર કામ 'સ્કેમ 1992' રિલીઝ થાય તે પહેલા ચાલું થઈ ગયું હતું. આ દરમિયાન અમે ખુબ જ પ્રેરિત હતા.'' પ્રતિક ગાંધીએ શેર કરેલી પોસ્ટ અનુસાર, 'સ્કેમ 2003 ધ તેલગી સ્ટોરી' તારીખ 2 સપ્ટેમ્બરે સોની SONY LIV પર સ્ટ્રીમ થવા જઈ રહી છે. (ANI)