હૈદરાબાદઃ બોલિવૂડ એક્ટર સલમાન ખાન આ પહેલા પણ કેટલાંક મામલામાં કોર્ટમાં જઈ ચૂક્યા છે. હવે ફોન સ્નેચિંગના મામલામાં અભિનેતાની મુશ્કેલી વધી (phone snatching case ) રહી છે. સલમાને હવે આ મામલે બોમ્બે હાઈકોર્ટનો દરવાજો ખખડાવ્યો છે. ફરિયાદી અશોક શ્યામલાલ પાંડેએ સલમાન ખાન અને તેના અંગરક્ષક વિરુદ્ધ IPCની કલમ 324, 392, 426, 506 (II), R/W34 હેઠળ ફરિયાદ નોંધાવી હતી.
આ પણ વાંચો : સાઉદી અરેબિયાના પ્રધાનને મળ્યા બોલિવૂડ સ્ટાર્સ, જૂઓ તસવીર
ફોન છીનવી લેવાનો આરોપ : સલમાન અને તેના અંગરક્ષક વિરુદ્ધ પત્રકારનો ફોન છીનવી લેવા અને તેની સાથે ગેરવર્તન કરવા બદલ ફરિયાદ (Summons To Salman khan) નોંધાયા બાદ મેજિસ્ટ્રેટ કોર્ટે તેને નવેસરથી સમન્સ પાઠવ્યું હતું. હવે અભિનેતાએ આ મામલે બોમ્બે હાઈકોર્ટમાં અરજી કરી છે. ઉલ્લેખનીય છે કે, આ કેસ 2019નો છે. સલમાન ખાનને પાઠવવામાં આવેલા સમન્સ અનુસાર, તે 5 એપ્રિલે મેજિસ્ટ્રેટ કોર્ટમાં હાજર થવાનો હતો. પત્રકારે મુંબઈના ડીએન નગર પોલીસ સ્ટેશનમાં સલમાન વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.
આ પણ વાંચો : 'બધાઇ દો' અભિનેતા રાજકુમાર બન્યા છેતરપિંડીનો શિકાર, કોઇએ લીધી તેના નામે લોન
શું છે સમગ્ર મામલો? : સલમાન ખાન પર પત્રકાર શ્યામલાલ પાંડેનો ફોન છીનવી લેવાનો આરોપ છે, જેઓ લિંકિંગ રોડ પર સાઈકલ પર જઈ રહ્યા હતા, ત્યારે તેમનો ફોટો લઈ રહ્યા હતા. તે જ સમયે, સલમાન ખાનના બોડીગાર્ડે પણ આ મામલામાં પત્રકાર વિરુદ્ધ તેની મરજી વિના શૂટિંગ કરવાની ફરિયાદ નોંધાવી હતી. આ આરોપો પર પત્રકાર શ્યામલાલ પાંડેએ કહ્યું કે, તેમણે પરવાનગી લીધા પછી જ ફોટો શૂટ કર્યો હતો.