હૈદરાબાદ : પ્રભાસના ચાહકો માટે ખુશખબર છે. સાલારના મેકર્સે ફિલ્મનું ટ્રેલર લોન્ચ કરવાની તારીખ જાહેર કરી છે. ચાહકો ઘણા દિવસોથી ફિલ્મના ટ્રેલરની રાહ જોઈ રહ્યા હતા. ત્યારે હવે તેમની રાહને વધુ ન લંબાવતા નિર્માતાઓએ ગતરોજ મોડી રાત્રે સાલારનું ટ્રેલર લોન્ચ કરવા અંગે માહિતી આપી હતી.
પ્રભાસના ફેન્સ માટે ખુશખબર : હોમ્બલે ફિલ્મ્સે ગયા 17 ડિસેમ્બર રવિવારના રોજ સવારે 11 વાગ્યે સાલારની અપડેટ શેર કરી હતી. પ્રોડક્શન હાઉસે ઓફિશિયલ ટ્વિટર હેન્ડલથી ફિલ્મ અંગે માહિતી આપતા ટ્વિટ કરી કે, 'The Final Punch' સાલારનું ટ્રેલર 18 ડિસેમ્બરના રોજ સવારે 10:42 વાગ્યે રિલીઝ થશે. ફિલ્મનું ટીઝર રિલીઝ થયા બાદ ચાહકો અને દર્શકો ફિલ્મના ટ્રેલરને લઈને ખૂબ જ ઉત્સાહિત હતા.
ક્યારે લોન્ચ થશે ટ્રેલર ? પ્રભાસની પૈન-ઇન્ડિયા એક્શન ડ્રામા 'સાલારઃ સીઝફાયર' 22 ડિસેમ્બરના રોજ વિશ્વભરના સિનેમાઘરોમાં રિલીઝ થવાની તૈયાર છે. નિર્માતાઓએ ફિલ્મનું એડવાન્સ બુકિંગ શરૂ કરી દીધું છે. ટિકિટ ઝડપથી વેચાઈ રહી છે. ત્યારે હવે સાલારનું દમદાર ટ્રેલર ફિલ્મના પ્રમોશનને નેક્સ્ટ લેવલ પર લઈ જશે તેવી અપેક્ષા છે.
રાજામૌલીને મળી પ્રથમ ટિકિટ : તમને જણાવી દઈએ કે આ ફિલ્મની પહેલી ટિકિટ RRR ડિરેક્ટર એસએસ રાજામૌલીને આપવામાં આવી છે. ગયા શનિવારે મેત્રી મૂવી મેકર્સ અને નિર્માતા નવીન યેર્નેનીએ રાજામૌલીને સાલારની પ્રથમ ટિકિટ સન્માન સાથે આપી હતી. નિર્માતાઓએ સોશિયલ મીડિયા પર આ ખાસ ક્ષણની ઝલક પણ શેર કરી હતી.
-
𝐓𝐇𝐄 𝐅𝐈𝐍𝐀𝐋 𝐏𝐔𝐍𝐂𝐇 💥 #SalaarReleaseTrailer at 10:42 AM tomorrow.#Salaar #SalaarCeaseFire #SalaarCeaseFireOnDec22 #Prabhas #PrashanthNeel @PrithviOfficial @shrutihaasan @VKiragandur @hombalefilms #HombaleMusic @IamJagguBhai @sriyareddy @RaviBasrur @bhuvangowda84…
— Hombale Films (@hombalefilms) December 17, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">𝐓𝐇𝐄 𝐅𝐈𝐍𝐀𝐋 𝐏𝐔𝐍𝐂𝐇 💥 #SalaarReleaseTrailer at 10:42 AM tomorrow.#Salaar #SalaarCeaseFire #SalaarCeaseFireOnDec22 #Prabhas #PrashanthNeel @PrithviOfficial @shrutihaasan @VKiragandur @hombalefilms #HombaleMusic @IamJagguBhai @sriyareddy @RaviBasrur @bhuvangowda84…
— Hombale Films (@hombalefilms) December 17, 2023𝐓𝐇𝐄 𝐅𝐈𝐍𝐀𝐋 𝐏𝐔𝐍𝐂𝐇 💥 #SalaarReleaseTrailer at 10:42 AM tomorrow.#Salaar #SalaarCeaseFire #SalaarCeaseFireOnDec22 #Prabhas #PrashanthNeel @PrithviOfficial @shrutihaasan @VKiragandur @hombalefilms #HombaleMusic @IamJagguBhai @sriyareddy @RaviBasrur @bhuvangowda84…
— Hombale Films (@hombalefilms) December 17, 2023
પ્રશાંત નીલનું મેજીક : ઐતિહાસિક બ્લોકબસ્ટર KGF ના નિર્માતા પ્રશાંત નીલ દ્વારા સાલારનું નિર્દેશન કરવામાં આવ્યું છે. ફિલ્મમાં પ્રભાસ ઉપરાંત શ્રુતિ હસન, પૃથ્વીરાજ સુકુમારન, જગપતિ બાબુ લીડ રોલમાં છે. આ હોમ્બલે ફિલ્મ્સ પ્રોડક્શનનું સાઉન્ડટ્રેક KGF ફેમ રવિ બસરૂરે કમ્પોઝ કર્યું છે.