ચેન્નઈ: ધોની એન્ટરટેઈન્મેન્ટની 'LGM' ફિલ્મની પ્રેસ મીટ તારીખ 25 જુલાઈના રોજ ચેન્નઈમાં યોજાઈ હતી. આ કાર્યક્રમમાં સ્ટેજ પર સાક્ષી ધોનીએ કહ્યું, જો સારો રોલ મળશે તો ધોની ચોક્કસપણે સિનેમામાં અભિનય કરશે. ભારતીય ક્રિકટે ટીમ અને CSKના કેપ્ટન ધોનીની ધોની એન્ટરટેઈન્મેન્ટ તમિલમાં ફિલ્મનું નિર્માણ કર્યું હતું. કપંનીએ અભિનેતા હરીશ કલ્ણાણ, ઈવાના અને નાધિયા અભિનીત ફિલ્મ 'એલજીએમ' ફિલ્મ છે. શૂટિંગ પુરું થયા બાદ ચેન્નઈમાં ફિલ્મની પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી.
સાક્ષીએ આપ્યુ નિવેદન: ફિલ્મના દિગ્દર્શક રમેશ તમિલમણિ, સાક્ષી ધોની હરીશ કલ્યાણ, ઈવાન, નાધિયા, શક્તિવેલન, આરજે વિજયે આ કાર્યક્રમમાં હાજરી આપી હતી. કાર્યક્રમમાં સાક્ષી ધોનીએ કહ્યું કે, 'ધોની અને તમિલ લોકો વચ્ચે ભાષામાં કોઈ અવરોધ નથી અને તે એક પ્રકારની લાગણી છે.' તેમણે વધુમા આગળ જણાવ્યું હતું કે, 'તેથી જ અમે અહિં તમિલમાં ફિલ્મ બનાવી છે. અમે આ ધોની એન્ટરટેઈન્મેન્ટ કંપનીને આખી જિંદગી ચાલું રાખવા માંગીએ છિએ. અમે એ વિચારીને ખુશ છિએ કે આ કંપની તમિલનાડુમં શુરું થઈ હતી.'
ધોનીનો સિનેમામાં અભિનય: જણાવી સાક્ષીએ એમ પણ કહ્યું હતું કે, 'મને ગર્વ છે કે આ એલજીએમ ફિલ્મને તમિલ લોકોનો સારો પ્રતિસાદ મળ્યો છે અને ચોક્કસ આ ફિલ્મ દરેકને સારો અનુભવ આપશે.' તાજેતરમાં જ ફિલ્મ જોઈ અને કહ્યું કે, 'ફીલ્મ સારી બની છે.' સક્ષીએ આશા વ્યક્ત કરી કે, 'જો તે ધોની સાથે ફિલ્મ કરશે તો તે ફાઈટ સીન્સથી લઈને ભરપૂક સારી એક્શન ફિલ્મ બનાવશે. ધોની કેમેરાની સામે કવી રીતે અભિનય કરવો તે જાણે છે. કારણ કે, તેમણે વર્ષ 2006 થી ઘણી જાહેરાતોમાં અભિનય કર્યો છે. ધોની પણ હાલમાં સિનેમામાં આ અભિનય વિશે વચાર કરી રહ્યાં છે. તેઓને લાગે છે તેમણે સિનેમામાં અભિનય કરવો જોઈએ.'
હરીશ કલ્યાણનું નિવેદન: કાર્યાક્રમ દરમિયાન હરીશ કલ્યાણે જણાવ્યું હતું કે, 'ચાહકો સારી ફિલ્મોને આવકારી રહ્યાં છે. તેનાથી અમને પ્રેરણા મળે છે.' વધુમાં તેમણે જણાવ્યું હતું કે, 'આ ફિલ્મને ચાહકોનો સહકાર મળશે. ધોની એક એવી વ્યક્તિ નથી, તેઓ તમિલો સાથે ભાવનાત્મક રીતે જોડાયેલા છે.' તેમણે આ ફિલ્મમાં અભિનય કરવાની તક આપવા બદલ નર્દેશક અને ધોનીનો પણ આભાર માન્યો હતો.
- New Album Song: જીગ્નેશ કવિરાજે નવું આલ્બમ સોન્ગ રિલીઝ કર્યું છે, ચાહકે કહ્યું 'જોરદાર ગીત છે'
- Khedut Ek Rakshak: સુપરસ્ટાર વિક્રમ ઠાકોરની બ્લોકબસ્ટર ફિલ્મ 'ખેડુત એક રક્ષક', 4 દિવસમાં 2 મિલિયનથી વધુ વ્યુઝ મળ્યા
- Dono Teaser Out: સની દેઓલના નાના પુત્ર રાજવીરની બોલિવુડમાં એન્ટ્રી, ફિલ્મ 'દોનો'નું ટીઝર રિલીઝ