ETV Bharat / entertainment

Chrisann Pereira Arrested: 'સડક-2' ફેમ અભિનેત્રી ક્રિસન પરેરાની ધરપકડ, ડ્રગ્સ મળ્યાનો આરોપ

'સડક 2' અભિનેત્રી ક્રિસન પરેરા સંયુક્ત આરબ અમીરાતની શારજાહ સેન્ટ્રલ જેલમાં બંધ છે. ડ્રગ્સ સાથે ઝડપાયા બાદ પોલીસ દ્વારા ક્રિશનની ધરપકડ કરવામાં આવી છે. આ બાબત વિશે ખુલાસો કરતાં તેણીના પરિવારે વધુમાં જણાવ્યું હતું કે, તેઓને રવિ નામના એક વ્યક્તિ દ્વારા ફસાવવામાં આવ્યા હતા. પરિવારે ડ્રગ પેડલરની ધરપકડ કરવા માટે મુંબઈ પોલીસમાં FIR દાખલ કરવાનો પ્રયાસ કર્યો હતો.

સડક-2 ફેમ અભિનેત્રી ક્રિશન પરેરાની ધરપકડ, ડ્રગ્સ મળ્યાનો આરોપ

author img

By

Published : Apr 18, 2023, 10:24 AM IST

મુંબઈઃ 'સડક 2' અને 'બાટલા હાઉસ' જેવી ફિલ્મોમાં કામ કરીને ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં એક અલગ ઓળખ બનાવનાર એક્ટ્રેસ ક્રિશન પરેરા મુશ્કેલીમાં છે. મળતી માહિતી મુજબ અભિનેત્રી સંયુક્ત આરબ અમીરાતની શારજાહ સેન્ટ્રલ જેલમાં બંધ છે. લગભગ બે અઠવાડિયા પહેલા પરેરાની ડ્રગ્સના આરોપમાં ધરપકડ કરવામાં આવી હતી. પરિવારે દાવો કર્યો હતો કે, શારજાહ એરપોર્ટ પર ઉતર્યા બાદથી તેમની સાથે કોઈ સંપર્ક થયો નથી.

આ પણ વાંચો: South Actor Birthday: અભિનેતા વિક્રમનો 57મો જન્મદિવસ, તેમની નવી ફિલ્મ 'tanglan'નું ટીઝર રિલીઝ

ક્રિસન પરેરાની ધરપકડ: અભિનેત્રીના પરિવારે જણાવ્યું કે, આ ઘટનાના 72 કલાક પછી જ ભારતીય વાણિજ્ય દૂતાવાસ દ્વારા તેમની ધરપકડની જાણ કરવામાં આવી હતી. આ બાબત વિશે ખુલાસો કરતાં તેણીના પરિવારે વધુમાં જણાવ્યું હતું કે, તેઓને રવિ નામના એક વ્યક્તિ દ્વારા ફસાવવામાં આવ્યા હતા. જેમણે સૌપ્રથમ તેની માતા પ્રેમીલે પરેરાને તેની પુત્રી સાથે પરિચય કરાવવા માટે સંપર્ક કર્યો હતો. કારણ કે, તે આગામી આંતરરાષ્ટ્રીય વેબ સિરીઝ માટે પ્રતિભાની શોધમાં હતા.

જાણો ધરપકડનું કારણ: ક્રિસનના પરિવારે આગળ જણાવ્યું કે, થોડી મીટિંગ પછી દુબઈમાં ઓડિશન કન્ફર્મ થયું અને રવિએ તમામ વ્યવસ્થા સંભાળી લીધી. આ પછી એપ્રિલમાં પ્રવાસ શરૂ થાય તે પહેલાં રવિએ તેને ટ્રોફી આપી અને કહ્યું કે, તે સ્ક્રિપ્ટનો ભાગ છે. તારીખ 10 એપ્રિલે પોલીસે ક્રિસન પરેરા પર ડ્રગ્સ મળ્યાનો આરોપ લગાવ્યો હતો. આ વિવાદ વચ્ચે અભિનેત્રી રવિને શોધી શકી ન હતી.

આ પણ વાંચો: Welcome Purnima Teaser: વેલકમ પૂર્ણિમાનું બહુપ્રતિક્ષિત ટીઝર રિલીઝ થઈ ગયું છે, જુઓ અહિં ધમાકેદાર વીડિયો

મુંબઈ પોલીસમાં FIR: પરિવારે દુબઈમાં પહેલેથી જ વકીલ રાખ્યો છે, જેની કિંમત 13 લાખ રૂપિયા છે. અભિનેત્રીના પરિવારે કહ્યું કે, તેઓ ઘર ગીરો રાખવાની યોજના બનાવી રહ્યા છે. કારણ કે, દંડ 20-40 લાખ રૂપિયાની વચ્ચે હોઈ શકે છે. ક્રિશન પરેરાના પરિવારે ડ્રગ પેડલરની ધરપકડ કરવા માટે મુંબઈ પોલીસમાં FIR દાખલ કરવાનો પ્રયાસ કર્યો હતો.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.