લોસ એન્જલસઃ વિશ્વભરમાં 1150 કરોડ રૂપિયાની કમાણી કરનાર સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીની મેગા બ્લોકબસ્ટર ફિલ્મ 'RRR' હજુ પણ અકબંધ છે. સાઉથના દિગ્ગજ દિગ્દર્શક એસએસ રાજામૌલીની ફિલ્મ 'RRR' ગયા વર્ષે તારીખ 25 માર્ચે રિલીઝ થઈ હતી. આ ફિલ્મમાં સાઉથના 2 સુપરસ્ટાર જુનિયર એનટીઆર અને રામ ચરણ તેજાએ મુખ્ય ભૂમિકા ભજવી હતી. જેના કારણે બંને સ્ટાર દુનિયાભરમાં ફેમસ થયા છે. હવે 'RRR' વિશે જે સમાચાર આવ્યા છે તે જાણ્યા પછી, તમે ભાગ્યે જ તેના પર વિશ્વાસ કરી શકશો. આંતરરાષ્ટ્રીય મંચ પર પ્રસંશા જીતનારી ફિલ્મ 'RRR' તારીખ 9 જાન્યુઆરીએ લોસ એન્જલસ (USA)માં TCLના ચાઈનીઝ થિયેટર્સ (RRR chinese theatres in LA)માં રિલીઝ થવા જઈ રહી છે. નવાઈની વાત એ છે કે, માત્ર 98 સેકન્ડમાં જ ફિલ્મની તમામ ટિકિટો વેચાઈ ગઈ (RRR tickets LA in just 98 seconds) હતી.
-
It's official and it's historic. @RRRMovie sold out the @ChineseTheatres @IMAX in 98 seconds. There has never been a screening like this of an Indian film before because there has never been a film like RRR before. Thank you @ssrajamouli @tarak9999 @AlwaysRamCharan @mmkeeravaani pic.twitter.com/GjR0s6A6b1
— Beyond Fest (@BeyondFest) January 4, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">It's official and it's historic. @RRRMovie sold out the @ChineseTheatres @IMAX in 98 seconds. There has never been a screening like this of an Indian film before because there has never been a film like RRR before. Thank you @ssrajamouli @tarak9999 @AlwaysRamCharan @mmkeeravaani pic.twitter.com/GjR0s6A6b1
— Beyond Fest (@BeyondFest) January 4, 2023It's official and it's historic. @RRRMovie sold out the @ChineseTheatres @IMAX in 98 seconds. There has never been a screening like this of an Indian film before because there has never been a film like RRR before. Thank you @ssrajamouli @tarak9999 @AlwaysRamCharan @mmkeeravaani pic.twitter.com/GjR0s6A6b1
— Beyond Fest (@BeyondFest) January 4, 2023
આ પણ વાંચો: દિશા પટાની ટાઈગર શ્રોફ સાથેના બ્રેકઅપ બાદ સોશિયલ મીડિયા પર થઈ રહી છે ટ્રોલ
બધી ટિકિટો થોડીવારમાં વેચાઈ ગઈ: મીડિયા અનુસાર વિશ્વના સૌથી મોટા IMAX ચાઇનીઝ થિયેટરોમાં સ્ક્રીનિંગ માટેની તમામ ટિકિટ માત્ર 98 સેકન્ડમાં જ વેચાઈ ગઈ હતી. આ માહિતી Beyond Festના સત્તાવાર ટ્વિટર હેન્ડલ દ્વારા સામે આવી છે. ટ્વીટમાં લખ્યું છે કે, 'ફિલ્મ જગતના ઈતિહાસમાં કોઈ ભારતીય ફિલ્મ સાથે આવું બન્યું નથી. આ સત્તાવાર અને ઐતિહાસિક છે. RRRએ 98 સેકન્ડમાં ચીની થિયેટરોને વેચી દીધા. આજ સુધી કોઈ ભારતીય ફિલ્મે આવું કર્યું નથી. કારણ કે, એક RRR જેવી ફિલ્મ આ પહેલા ક્યારેય બની નથી, એસએસ રાજામૌલીનો આભાર.
આ પણ વાંચો: તુનિષા શર્મા બાદ બનશે આ અભિનેત્રી અલી બાબા શોમાં મરિયમ, તેમની બોલ્ડનેસને લઈને ચર્ચામાં
જાપાનમાં RRR: નોંધપાત્ર રીતે ગયા વર્ષે તારીખ 21 ઓક્ટોબર (વર્ષ 2022)ના રોજ ફિલ્મ RRR જાપાનમાં રિલીઝ થઈ હતી. જાણીને નવાઈ લાગશે કે, 'RRR' જાપાનની પહેલી આવી ફિલ્મ બની છે, જેણે સૌથી વધુ કમાણી કરી હોય. RRR જાપાનના 44 શહેરો અને પ્રાંતોમાં 209 સ્ક્રીન્સ અને 31 IMAX સ્ક્રીન્સ પર રિલીઝ કરવામાં આવી હતી. આ ફિલ્મ અહીં 56 દિવસ સુધી ચાલી અને આ દરમિયાન ફિલ્મે JPY 410 મિલિયન એટલે કે, 41 કરોડ રૂપિયાની કમાણી કરી છે. આ ઉપરાંત આ ફિલ્મને ઓસ્કાર અને ગોલ્ડન ગ્લોબ એવોર્ડ માટે નોમિનેટ કરવામાં આવી છે અને હવે ભારતીય સિનેમેટોગ્રાફર્સને આ ફિલ્મ પાસેથી ઘણી અપેક્ષાઓ છે.