ETV Bharat / entertainment

Rashmika Mandanna: રશ્મિકા મંદન્ના સાથે છેતરપિંડી, અભિનેત્રીએ લીધી આ મોટી કાર્યવાહી - રશ્મિકા મંદન્ના છેતરપિંડી

અભિનેત્રીઓ સાથે ઠગાઈના કિસ્સા ઘણી વખત સામે આવતા હોય છે. હાલમાં સાઉથ એક્ટ્રેસ રશ્મિકા મંદન્નાની તેના જ મેનેજર દ્વારા 80 લાખ રૂપિયાની છેતરપિંડી કરવામાં આવી છે. આ અંગે અભિનેત્રીએ કોઈ પોલીસ ફરિયાદ કરી નથી, બલ્કે અભિનેત્રીએ પોતે મેનેજર સામે આ કાર્યવાહી કરી છે.

રશ્મિકા મંદન્ના સાથે છેતરપિંડી, અભિનેત્રીએ લીધી આ મોટી કાર્યવાહી

author img

By

Published : Jun 19, 2023, 3:00 PM IST

હૈદરાબાદઃ સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીની સુંદર અને સુપરહિટ અભિનેત્રી રશ્મિકા મંદન્નાનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અભિનેત્રી સાથે લાખોની છેતરપિંડી થઈ છે. રશ્મિકાના મેનેજરે તેની સાથે 80 લાખ રૂપિયાની છેતરપિંડી કરી છે. નોંધપાત્ર વાત એ છે કે, મેનેજર વર્ષોથી અભિનેત્રીના વ્યવહારમાં છેડછાડ કરતો હતો. કહેવામાં આવી રહ્યું છે કે, આ છેડછાડમાં મેનેજરે અભિનેત્રીને લગભગ 80 લાખ રૂપિયાનું નુકસાન પહોંચાડ્યું છે. આ ઘટના અંગે હજુ સુધી સત્તાવાર કોઈ નોંધ મળી નથી.

રશ્મિકા મંદન્ના છેતરપિંડી: આ અંગે અભિનેત્રી તરફથી કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી. એવું કહેવામાં આવી રહ્યું છે કે, મામલો ન વધે તે માટે અભિનેત્રીએ આ દિશામાં પોલીસ કાર્યવાહી જેવું કોઈ પગલું ભર્યું નથી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, રશ્મિકાએ હજુ સુધી આ ઘટનાની પુષ્ટિ કરી નથી અને ન તો કોઈ પોલીસ રિપોર્ટ નોંધાવ્યો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, કોઈ મુશ્કેલી ન થવી જોઈએ, તેથી અભિનેત્રીએ પોતે મેનેજર પર મોટી કાર્યવાહી કરીને કંપનીમાંથી બહારનો રસ્તો બતાવ્યો છે.

અભિનેત્રીનો વર્કફ્રન્ટ: રશ્મિકા મંદન્ના છેલ્લે બોલિવુડ એક્ટર સિદ્ધાર્થ મલ્હોત્રા સાથે ફિલ્મ 'મિશન મજનૂ'માં જોવા મળી હતી. રશ્મિકાની આગામી ફિલ્મોની વાત કરીએ તો તે હવે સંદીપ રેડ્ડી વાંગાની ફિલ્મ 'એનિમલ'માં જોવા મળશે. આ ફિલ્મમાં તે અભિનેતા રણબીર કપૂર સાથે જોવા મળશે. ફિલ્મ 'એનિમલ'માં અનિલ કપૂર, બોબી દેઓલ અને ઘણા સ્ટાર્સ જોવા મળવાના છે. આ ફિલ્મ તારીખ 11મી ઓગસ્ટના રોજ રિલીઝ થઈ રહી છે. આ પછી રશ્મિકા ફરી એકવાર 'પુષ્પા-2'માં શ્રીવલ્લીના રોલમાં જોવા મળશે.

  1. Karan Wedding Reception: સની દેઓલના પુત્રના વેડિંગ રિસેપ્શનમાં જોવા મળ્યા હતા આ સ્ટાર્સ, જુઓ વીડિયો
  2. Box Office Collection: 'ઝરા હટકે જરા બચકે' 'આદિપુરુષ' સામે મક્કમ છે, આટલું થયું કલેક્શન
  3. Fathers Day: સની દેઓલ બોબી દેઓલે પિતા ધર્મેન્દ્રને 'ફાધર્સ ડે' પર પાઠવી શુભેચ્છા, જુઓ તસવીર

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.