હૈદરાબાદ: મેગા બ્લોકબસ્ટર ફિલ્મ 'RRR'થી વિશ્વ પ્રસિદ્ધ બનેલા ઈન્ડિયન સાઉથ અભિનેતા રામ ચરણ જીવનના શ્રેષ્ઠ દિવસો પસાર કરી રહ્યાં છે. પ્રથમ તેની ફિલ્મ 'RRR' ઓસ્કાર જીતી અને બીજું, તે લગ્નના 11 વર્ષ પછી પિતા બનવા જઈ રહ્યો છે. વર્ષ 2012માં રામ ચરણે બિન-ફિલ્મી પૃષ્ઠભૂમિમાંથી આવતી એક બિઝનેસવુમન ઉપાસના કામિનેની કોનિડેલા સાથે લગ્ન કર્યા હતાં. હવે આ કપલ પોતાના પહેલા બાળકના સ્વાગતની તૈયારી કરી રહ્યું છે. તાજેતરમાં જ આ કપલ દુબઈ જવા રવાના થયું હતું અને ત્યાં બેબી શાવરનું આયોજન કર્યું હતું. હવે ત્યાંથી કપલના બેબી શાવરની સુંદર ઝલક સોશિયલ મીડિયા પર આવી છે.
આ પણ વાંચો: Bigg Boss 13: બિગ બોસ 13 ફેમ પારસ છાબરા અને માહિરા શર્માનું બ્રેકઅપ, જાણો કારણ
રોમેન્ટિક ફોટોશૂટ કરાવ્યું: ઉપાસનાએ તેના બેબી શાવરની તસવીરનો વીડિયો કોલાજ શેર કર્યો છે. જેને જોયા બાદ ખબર પડે છે કે, આ દંપતીએ આટલા સુંદર નજારાઓ વચ્ચે આ શાનદાર કાર્યક્રમ કર્યો છે. બીજી તરફ રામ ચરણ અને ઉપાસનાએ બીચ પર તેમનું રોમેન્ટિક ફોટોશૂટ કરાવ્યું છે અને આ બેબી શાવરમાં કપલના ઘણા સંબંધીઓ, મિત્રો અને નજીકના સંબંધીઓ જોવા મળે છે.
આ પણ વાંચો: Pushpa The Rule: રશ્મિકાના જન્મદિવસ પર ચાહકોને મોટી ભેટ, 'પુષ્પા 2'માંથી અભિનેત્રીનો ફર્સ્ટ લૂક રિલીઝ
બેબી શાવર પ્રોગ્રામ: આ વીડિયોમાં રાત્રે બારમાં એક પાર્ટીનું પણ આયોજન કરવામાં આવ્યું છે. જેમાં આ તસવીર જોવા મળી રહી છે. બીજી તરફ રામ ચરણ અને ઉપાસના તેમના બેબી શાવર પ્રોગ્રામમાં ખૂબ જ ખુશ દેખાઈ રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ ઉપાસનાએ તેની લેટ પ્રેગ્નન્સી વિશે મોટી વાત કહી હતી. ઉપાસનાએ કહ્યું હતું કે, તેણે માતા બનવાનો વિકલ્પ સમાજની જરૂરિયાતો અનુસાર નહીં, પણ જ્યારે જરૂર હોય ત્યારે પસંદ કર્યો હતો.