ETV Bharat / entertainment

Naatu Naatu wins Oscar : 'હમ જીતે ગયે', રામ ચરણ-જુનિયર NTR ઓસ્કાર જીત્યા બાદ આનંદથી ગળે મળ્યા

એસએસ રાજામૌલી દ્વારા દિગ્દર્શિત રામ ચરણ-જુનિયર NTR સ્ટારર ફિલ્મ RRR ના ગીત નાટુ-નાટુએ શ્રેષ્ઠ મૂળ ગીતની શ્રેણીમાં ઓસ્કાર એવોર્ડ જીતીને દેશને ગૌરવ અપાવ્યું છે. ફિલ્મ 'RRR' ના અભિનેતા રામ ચરણ અને જુનિયર NTR નાટુ-નાટુ ગીત પર જોરદાર ડાન્સ કર્યો. હવે આ ગીત માટે ઓસ્કાર જીત્યા બાદ બંનેએ ખુશીથી એકબીજાને ભેટી રહ્યા છે.

Naatu Naatu wins Oscar
Naatu Naatu wins Oscar
author img

By

Published : Mar 13, 2023, 2:04 PM IST

લોસ એન્જલસ: 13 માર્ચની સવાર ભારતીય સિનેમામાં એક ઐતિહાસિક સવાર તરીકે ઉભરી આવી છે. આ દિવસે ભારતીય સિનેમાની ફિલ્મ RRR એ વિશ્વભરમાં ઈતિહાસ રચ્યો છે. 95મા ઓસ્કાર એવોર્ડ્સ 2023માં, દક્ષિણ ફિલ્મ ઉદ્યોગના પીઢ દિગ્દર્શક એસએસ રાજામૌલી દ્વારા દિગ્દર્શિત રામ ચરણ-જુનિયર NTR સ્ટારર ફિલ્મ RRR ના ગીત નાટુ-નાટુએ શ્રેષ્ઠ મૂળ ગીતની શ્રેણીમાં ઓસ્કાર એવોર્ડ જીતીને દેશને ગૌરવ અપાવ્યું છે. અત્યારે દેશભરમાં ઉજવણી ચાલી રહી છે. હવે ઓસ્કાર સમારોહનો એક વીડિયો સામે આવ્યો છે, જેમાં ફિલ્મના લીડ અને પાવરફુલ એક્ટર્સ રામ ચરણ અને જુનિયર એનટીઆર નટુ-નટુની જીતનું નામ સાંભળીને એકબીજાને ગળે લગાવે છે.

આ પણ વાંચો:RRR wins Oscar: RRRએ રચ્યો ઈતિહાસ, 'નાટુ-નાટુ' ગીતે જીત્યો ઓસ્કાર એવોર્ડ, સોશિયલ મીડિયા પર મચી ધૂમ

ગીતના રિહર્સલને યાદ કર્યુ: તમે જોયું જ હશે કે, બંને કલાકારોએ 'નાતુ નાતુ' ગીત પર ડાન્સ કરવા માટે કેટલી તૈયારી કરી હતી. પોતાનો અનુભવ શેર કરતા જુનિયર એનટીઆરએ કહ્યું હતું કે, ગીતના રિહર્સલ અને પરફોર્મન્સ દરમિયાન તેમને ઘણા દિવસો સુધી પગમાં દુખાવો થતો હતો, કારણ કે તેમણે ડાન્સ સ્ટેપને મજબૂત કરવા માટે રામચરણ સાથે ઘણા દિવસો સુધી પ્રેક્ટિસ કરી હતી.

તાળીઓનો ગડગડાટ થયો: બંને કલાકારોની મહેનત રંગ લાવી અને ગીત 'નાતુ નાતુ'એ 95મા ઓસ્કારમાં ઈતિહાસ રચ્યો. એવોર્ડ દરમિયાન સ્ટેજ પર આ ગીત પણ રજૂ કરવામાં આવ્યું હતું, જેને ત્યાં હાજર લોકોએ સન્માનિત કર્યું હતું. ગીત પૂરું થયા બાદ સમારોહમાં તાળીઓનો ગડગડાટ થયો હતો.

આ ગીતના સ્ટેપ્સને લોકપ્રિય બનાવવા માટે ઘણી મહેનત લાગી: તમે ડાન્સની કોરિયોગ્રાફી તો જોઈ જ હશે. કોરિયોગ્રાફર પ્રેમ રક્ષિતે પણ આ ગીતના સ્ટેપ્સને લોકપ્રિય બનાવવા માટે ઘણી મહેનત કરી છે. આ ગીતને કોરિયોગ્રાફ કરતી વખતે, દરેક સ્ટેપ માટે અનેક રિહર્સલ કરવામાં આવ્યા હતા. ઓસ્કાર જીતીને લોકો તેની કોરિયોગ્રાફીને યાદ કરી રહ્યા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.