મુંબઈ: રાખી સાવંત હંમેશા સોશિયલ મીડિયા પર છવાયેલી રહે છે. રાખી સાવંત પોતાનો લેટેસ્ટ વીડિયો શેર કરતી રહે છે. હાલમાં લેટેસ્ટ વીડિયોને લઈને સોશિયલ મીડિયા પર રાખી સાવંતની ચર્ચા થઈ રહી છે. તાજેતરમાં રાખી સાવંતે એક વીડિયોમાં ઉત્તર પ્રદેશના સીએમ યોગી આદિત્યનાથને એક અપીલ કરી છે. રાખી સાવંત યોગી આદિત્યનાથ પાસે વોટ માંગતી જોવા મળે છે.
રાખીઓ કરી અપીલ: રાખી સાવંતે તારીખ 19 જુલાઈના રોજ ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ પર પોતાનો એક વીડિયો શેર કર્યો છે. વીડિયોમાં રાખી સાવંત પૈપ્સને કહેતી જોવા મળે છે. તે સીએમ યોગીની બહુ મોટી ફેન છે. તે કહે છે કે, 'યોગીજી 2024 મેં ચુનાવ આ રહા હૈ. ઉસમે ઈસ ટમાટર સિમ્બલ કો, મેરા મતલબ હૈ કિ રાખી સાવંત કો ખડા કરો. હર ઘર ઘર ટમાટર બાટેન્ગે. હમેં ઈતને વોટ મિલેન્ગે કી કિસી કો નોટ બાટને કી જરુરત નહીં હૈ. ટમાટર બાટેન્ગે ટમાટર.'
રાખીનો ટમાટર વીડિયો: વીડિયોમાં રાખી રેડ એથલીજરમાં જોવા મળે છે. અભિનેત્રીએ પોતાના બ્રાઉન વાળને ખુલ્લા રાખ્યા છે. તેમણે લાઈટ મેકઅપથી પોતાના લુકને પુર્ણ કર્યો છે. રાખીએ પોતાના રેડ કલરના લુકની તુલના ટામેટા સાથે કરી છે. તેમનો એક બીજો વીડિયો સામે આવ્યો છે, જેમાં તે કારમાંથી બહાર નીકળતા જોવા મળે છે. આ દરમિયાન તેઓ પૈપ્સને કહે છે, 'યે દેખો આજ મેં ખુદ કી ટમાટર બનકે આઈ હું. કોન ખાયેગા મુજે. આજ કી તાજા ખબર યે હે કી મેં ખુદ ટમાટર બનકે આઈ હું. મેરી ચટની બનાદો. મુજે સબ્જી મેં ડાલ દો. મેરા સલાડ કોઈ બના દો.'