અમદાવાદઃ સાઉથ કે બોલીવુડની ફિલ્મોને સમાન ટક્કર (Gujarati Action Film Rado) આપી રહી હોય તેવી ફિલ્મ (Rado Film Pramotion In Ahmedabad) હવે ગુજરાતી ફિલ્મ સિનેમાધરોમાં પણ જોવા મળી છે. ગુજરાતના ફિલ્મ ઇતિહાસની સૌથી મોટા બજેટ વાળી ફિલ્મ Rado આગામી 22 જુલાઇના (Gujarati Film Rado) રોજ રિલીઝ થવા જઈ રહીં છે.
રાડો ફિલ્મ સ્ટારકાસ્ટ: આ ફિલ્મમાં પોલિટિકલ ક્રાઈમ ડ્રામા સ્ટાર હિતુ કનોડિયા, હિતેન કુમાર, યશ સોની, તર્જની ભાડલા, નિકિતા શર્મા, ભરત ચાવડા, નીલમ પંચાલ, દેવર્ષિ શાહ, પ્રાચી ઠાકર, ડેનિસા ઠુમરા, પ્રતિક રાઠોડ, રાજન ઠાકર, ચેતન દયા અને ગૌરાંગ આનંદ જેવા સ્ટાર્સ જોવા મળશે, જેમાં યશ સોની,જાનકી બોડીવાલા અને રૌનક કામદાર અભિનીત તેમના તાજેતરમાં રિલીઝ થયેલા ફિલ્મ 'નાડી દોષ'ને મળેલા જબરજસ્ત પ્રતિસાદ પછી, દિગ્દર્શક કૃષ્ણદેવ યાજ્ઞિક હવે તેમના આગામી રાજકીય ફિલ્મ 'રાડો' માટે તૈયારી કરી રહ્યા છે.
આ પણ વાંચો: 'ધાકડ ગર્લ' હાઈકોર્ટ પહોંચી, ભઠિંડામાં દાખલ માનહાનિનો કેસ રદ કરવાની કરી માંગ
નવા યુગની શરુઆત: ગુજરાતી ફિલ્મ અભિનેતા હિતેન કુમારે જણાવ્યું હતું (Rado Film Release Date) કે, રાડો ફિલ્મથી ગુજરાતી ફિલ્મમાં નવા યુગની શરુઆત થઇ રહી છે. ગુજરાતી ફિલ્મમાં પહેલા કરતા હવે ચેન્જ જોવા (Rado Film Actors) મળી રહ્યો છે. આ ફિલ્મમાં ધણા બધા સ્ટંટ જોવા મળી આવશે, જે આ ફિલ્મને અલગ જ સ્કેલ પર લઇ જાય છે. સામાન્ય માણસને અસર કરે તેવી ફિલ્મ બનાવવામાં આવી છે.
વજન મેન્ટેઇન કરવું જરુરી હતું: અભિનેતા યશ સોની (Rado Film Pramotion) જણાવ્યું હતુ કે, આ ફિલ્મ તમને સાઉથની ફિલ્મની યાદ અપાવશે. દરેક એકટ્રસના સ્ટંટ કર્યાં છે. ફિલ્મના શુંટિગ વખતે પણ સ્ટંટની સાથે સાથે તમામ એક્ટ્રસની સેફ્ટીનું પણ ધ્યાન રાખવામાં આવ્યું છે. આ ફિલ્મ બધી ફિલ્મ કરતા અલગ તરી આવશે, પરંતુ જ્યારે આ ફિલ્મ માટે ઓફર મળી ત્યારે મારા પાત્ર પ્રમાણે શરીરનું વજન કરવું તે મારા માટે ખૂબ જ જરુરી હતું.
આ પણ વાંચો: 'પોનીયિન સેલ્વન પાર્ટ 1'નું ટીઝર રિલીઝ, જુઓ ઐશ્વર્યા રાય બચ્ચનનો મહારાણી લૂક
65 દિવસમાં શુટિગ પૂર્ણ કર્યું: ફિલ્મના ડાયરેક્ટર કૃષ્નદેવ યાજ્ઞિક જણાવ્યું હતું કે, રાડો ફિલ્મ શુટિંગ અમદાવાદમાં જ કરવામાં આવ્યું છે. જે અંદાજિત 65 દિવસ જેટલું શુંટિગ ચાલ્યું હતું. દરરોજ 200 જેટલા લોકોને શુંટિંગ માટે બોલાવવામાં આવતા હતા. આ એક્શન એક ફિલ્મ છે, કોઇ પ્રકારના કોમવાદ પર ફિલ્મ નથી. ગુજરાતી ફિલ્મ કરશનદાસ પે એન્ડ યુઝ બાદ આ સ્ટોરી લખવાની શરુઆત કરવામાં આવી હતી.