ETV Bharat / entertainment

Farzi Web Series: રાશિ ખન્નાની ફિલ્મ 'ફર્ઝી' OTT પર થઈ રિલીઝ - રાશી અને શાહિદ ફર્ઝી પર

બોલિવૂડ એક્ટર શાહિદ કપૂર અને સાઉથની ફેમસ એક્ટ્રેસ રાશિ ખન્નાની ફિલ્મ 'ફર્ઝી' OTT પર રિલીઝ થઈ છે. આ દરમિયાન રાશીએ પોતાના અંગત જીવન સાથે સંબંધિત ઘણા ખુલાશા કર્યા છે. તેમણે શાહિદ કપૂર અને શાહરુખ ખાનને લઈ ખાસ વાત કહી છે. જાણો અહિં આગામી તેઓ કયા અભિનેતા સાથે કામ કરવા માંગે છે.

farzi web series: રાશિ ખન્નાની ફિલ્મ 'ફર્જી' OTT પર થઈ રિલીઝ, અભિનેત્રી શાહરૂખ ખાનની મોટી ફેન

author img

By

Published : Feb 23, 2023, 11:17 AM IST

મુંબઈ: સાઉથની ફેમસ અભિનેત્રી રાશી ખન્નાની ફિલ્મ ફર્ઝી OTT પર રિલીઝ થઈ ગઈ છે. તાજેતરમાં આ સિરીઝ ફર્ઝી સિરીઝની ચર્ચા થઈ રહી છે. આ અભિનેત્રીએ પાતાના શાનદાર અભિનયના કારણે દર્શકોના દિલ પર રાજ કરે છે. અભિનેત્રીએ શાહિદ કપૂર સાથે ફર્જીમાં કામ કરવાનો અનુભવ શેર કર્યો છે. આ ઉપરાંત તેમણે પોતાની વાત કહેતા જણાવ્યું છે કે, શાહરુખ ખાનની બહુ મોટી ફેન છે. તેઓ શાહિદની ફિલ્મ નાનપણથી જોતા હતાં. જાણો રાશી ખન્ના અંગેના સંપુર્ણ સમાચાર.

આ પણ વાંચો: Hera Pheri 3: 'હેરા ફેરી 3'માં કલાકારોનો ફર્સ્ટ લુક આવ્યો સામે, જુઓ અહિં તસવીર

ફર્ઝી વેબ સિરીઝ: OTT પ્લેટફોર્મ્સે છેલ્લા કેટલાક વર્ષોમાં ઘણા નવા ચહેરાઓને ઓળખ આપી છે. રાશિ ખન્ના આ ચહેરાઓમાંથી એક છે. રાશી ખન્ના, ઈન્ડિયન સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીનો સૌથી યુવા મહિલા ચહેરો, એક એવું નામ છે જેણે 'ફર્ઝી' સિરીઝમાં પોતાના અભિનયથી દર્શકોના દિલ જીતી લીધા છે. રાજ અને ડીકે દ્વારા દિગ્દર્શિત અને શાહિદ કપૂર અને વિજય સેતુપતિ અભિનીત, આ સિરીઝ ચર્ચામાં છે.

રાશીને અપેક્ષાથી વધુ પ્રેમ મળ્યો: 'ફર્ઝી' પહેલા રાશિએ અજય દેવગનની ફિલ્મ 'રુદ્ર- ધ એજ ઓફ ડાર્કનેસ'માં પણ મહત્વની ભૂમિકા ભજવી હતી. આ બ્રિટિશ સિરીઝ 'લુથર'ની ભારતીય રિમેક છે. 'ફર્જી'ની સફળતાનો આનંદ માણતાં રાશીએ કહ્યું છે કે, 'હું નર્વસ છું. હું હંમેશા શરમાળ હતી. હું મારી જાતને મોટો નથી માનતી. પહેલા હું વિચારતી હતી કે મને આટલું બધું મળી ગયું, બસ. પરંતુ હવે મને મારી અપેક્ષા કરતા પણ વધુ પ્રેમ મળ્યો છે.

ફર્ઝી રાશિ ખન્ના: રાશિએ 'ફર્ઝી'માં મેઘાનું પાત્ર ભજવ્યું છે, જે RBIના વિશ્લેષક છે જે નકલી નાણાંને ટ્રેક કરવામાં નિષ્ણાત છે. વર્ષ 2020માં રાશીને 'ફેમિલી મેન' ફેમ જોડી રાજ-ડીકે તરફથી 'ફર્ઝી'ની ઑફર મળી છે. તેણે સ્ક્રિપ્ટ અને તેના પાત્રને જાણ્યા વગર આ ઓફર સ્વીકારી લીધી છે. ANI સાથે વાત કરતા અભિનેત્રીએ કહ્યું, 'રાજ અને ડીકે સર ઘણા સમયથી OTT પર કામ કરી રહ્યા છે. જ્યારે મને તેનો ફોન આવ્યો, ત્યારે મેં સ્ક્રિપ્ટ કે મારા પાત્ર વિશે વિચાર્યું ન હતું, માત્ર તેને 'હા' કહ્યું.

આ પણ વાંચો: Ganapath Part 1: ટાઇગર શ્રોફની ફિલ્મ 'ગણપથ'ની નવી તારીખની કરી જાહેરાત, જાણો ક્યારે થશે રિલીઝ

રાશીએ શાહિદ માટે કહી આ વાત: શાહિદ સાથે કામ કરવા અંગે અભિનેત્રીએ કહ્યું, 'પહેલી મુલાકાતમાં જ મેં તેને કહ્યું હતું કે, હું બાળપણથી જ તારી ફિલ્મો જોતી આવી છું. શાહિદે કહ્યું, 'એવું ના બોલો. તે મને વૃદ્ધ લાગે છે. મારી અભિનય શૈલી શાહિદ સાથે ઘણી મળતી આવે છે. વિજય સર અને શાહિદ તેમના કામમાં એટલા સારા છે કે મારું પર્ફોર્મન્સ પણ વધુ સારુ થઈ રહ્યું છે.

શાહરુખ ખાનની ફેન્સ: રાશી પાસે એવા કલાકારોની લાંબી યાદી છે જેમની સાથે તે કામ કરવા માંગે છે. આ યાદીમાં સૌથી ઉપર શાહરૂખ ખાનનું નામ સામેલ છે. અભિનેત્રીએ કહ્યું, 'હું શાહરૂખ ખાનની મોટી ફેન છું. મેં હમણાં જ હિન્દી પ્રોજેક્ટ પર કામ શરૂ કર્યું છે. રણબીર કપૂર, રણવીર સિંહ, વરુણ ધવન. યાદી લાંબી છે. રાશિના વર્ક ફ્રન્ટની વાત કરીએ તો, રાશી બોલિવૂડ એક્ટર સિદ્ધાર્થ મલ્હોત્રા સાથે 'યોદ્ધા'માં જોવા મળશે. તેણે કહ્યું કે, તે ફિલ્મની રિલીઝની આતુરતાથી રાહ જોઈ રહી છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.