હૈદરાબાદઃ સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીના સુપરસ્ટાર અલ્લુ અર્જુનની આગામી ફિલ્મ 'પુષ્પા 2'ની ટીમ રોડ અકસ્માતનો શિકાર બની છે. બુધવારે 'પુષ્પા 2' યુનિટની બસે તેલંગાણાથી આંધ્રપ્રદેશ પરત ફરી રહેલી PTC બસને ટક્કર મારી હતી. આ અકસ્માત હૈદરાબાદ, વિજયવાડા હાઈવે પર નરકેટપલ્લી પાસે થયો હતો. મીડિયા રિપોર્ટ્સ અનુસાર અકસ્માતમાં યુનિટના બે કલાકારો ઈજાગ્રસ્ત થયા હતા અને તેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા.
-
The #HuntForPushpa ends and 𝗣𝗨𝗦𝗛𝗣𝗔'𝗦 𝗥𝗨𝗟𝗘 𝗕𝗘𝗚𝗜𝗡𝗦 🔥
— Mythri Movie Makers (@MythriOfficial) April 7, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
-https://t.co/eNEiADQGP0
Happy Birthday to Icon Star @alluarjun 🔥 #HappyBirthdayAlluArjun #WhereIsPushpa? #Pushpa2TheRule @iamRashmika @aryasukku #FahadhFaasil @ThisIsDSP @SukumarWritings pic.twitter.com/qxYhHMOGaA
">The #HuntForPushpa ends and 𝗣𝗨𝗦𝗛𝗣𝗔'𝗦 𝗥𝗨𝗟𝗘 𝗕𝗘𝗚𝗜𝗡𝗦 🔥
— Mythri Movie Makers (@MythriOfficial) April 7, 2023
-https://t.co/eNEiADQGP0
Happy Birthday to Icon Star @alluarjun 🔥 #HappyBirthdayAlluArjun #WhereIsPushpa? #Pushpa2TheRule @iamRashmika @aryasukku #FahadhFaasil @ThisIsDSP @SukumarWritings pic.twitter.com/qxYhHMOGaAThe #HuntForPushpa ends and 𝗣𝗨𝗦𝗛𝗣𝗔'𝗦 𝗥𝗨𝗟𝗘 𝗕𝗘𝗚𝗜𝗡𝗦 🔥
— Mythri Movie Makers (@MythriOfficial) April 7, 2023
-https://t.co/eNEiADQGP0
Happy Birthday to Icon Star @alluarjun 🔥 #HappyBirthdayAlluArjun #WhereIsPushpa? #Pushpa2TheRule @iamRashmika @aryasukku #FahadhFaasil @ThisIsDSP @SukumarWritings pic.twitter.com/qxYhHMOGaA
ફિલ્મનું શેડ્યૂલ પૂર્ણ: સુકુમાર દ્વારા નિર્દેશિત ફિલ્મનું શૂટિંગ આંધ્ર પ્રદેશના શ્રીકાકુલમ જિલ્લામાં થયું હતું, જ્યાં ફિલ્મનું એક શેડ્યૂલ પૂર્ણ થઈ ગયું છે. શ્રીકાકુલમમાં જંગલો અને ખેતીની જમીન તેમજ ખડકાળ ભૂપ્રદેશ છે. સુકુમારે 'પુષ્પા-ધ રાઇઝ' ફિલ્મ પછી 'પુષ્પા ધ રૂલ'ની વાર્તા લખી છે. અલ્લુ અર્જુન અને રશ્મિકા મંદન્નાની જોડી ફરી એકવાર ફિલ્મમાં જોવા મળશે. ફહાદ ફાસિલ ફરીથી વિલનની ભૂમિકામાં જોવા મળશે. આ ફિલ્મ આવતા વર્ષ સુધીમાં સિનેમાના પડદે જોવા મળશે.
ફિલ્મના સુપરહિટ ગીત: ફિલ્મના બીજા ભાગમાં દેવી શ્રી પ્રસાદ ફરીથી તેમના સંગીત અને ગીતોથી હંગામો મચાવતા જોવા મળશે. મીડિયા અનુસાર આ ફિલ્મમાં રણવીર સિંહ પણ પોલીસ ઓફિસરના રોલમાં જોવા મળી શકે છે, પરંતુ મેકર્સ દ્વારા હજુ સુધી તેની પુષ્ટિ કરવામાં આવી નથી. ફિલ્મના પહેલા ભાગમાં 'ઓમ અન્ટાવા', 'સામી સામી' અને 'શ્રીવલ્લી' ગીતોએ પહેલેથી જ ધમાકો મચાવ્યો છે અને હવે દેવી શ્રી પ્રસાદ ફિલ્મના બીજા ભાગમાં હજુ વધુ ધમાકેદાર ગીતો રજૂ કરે તેવી અપેક્ષા છે.