ETV Bharat / entertainment

Priyanka Chopra: પ્રિયંકા ચોપારા-નિક જોનસ વિમ્બલ્ડન વિમેન્સ ફાઈનલ જોવા ગયા, જુઓ વીડિયો - પ્રિયંકા ચોપરા લેટેસ્ટ ન્યૂઝ

'સિટાડેલ' અભિનેત્રી પ્રિયંકા ચોપરા અને હોલીવુડ સિંગર નિક જોનસ હંમેશા પોતાની લેટેસ્ટ તસવીર અને વીડિયો શેર કરતા રહે છે. તાજેતરમાં આ સુંદર કપલ વિમ્બલ્ડન વુમેન્સ ફાઈનલ જોવા માટે ગયું હતું. બન્નેએ પોતાના સોશિયલ મીડિયા પર તસવીર અને વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં બન્ને જણા મસ્તી કરતા દેખાઈ રહ્યાં છે.

પ્રિયંકા ચોપારા-નિક જોનાસ વિમ્બલ્ડન વિમેન્સ ફાઈનલ જોવા ગયા, જુઓ વીડિયો

author img

By

Published : Jul 16, 2023, 12:18 PM IST

Updated : Jul 16, 2023, 1:34 PM IST

હૈદરાબાદ: બોલિવુડ અને હોલિવુડની સુંદર અભિનેત્રી પ્રિયંકા ચોપરા પોતાના પતિ નિક જોનસ સાથે તારીખ 15 જુલાઈના રોજ ઈન્ગ્લેન્ડ લોન ટેનિસ અને ક્રેકેટ ક્લબમાં વિમ્બલ્ડન વુમેન્સ ફાઈનલ જોવા માટે ગયાં હતાં. પ્રિયંકા ચોપરાએ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક વીડિયો પણ શેર કર્યો છે. વીડિયોમાં પ્રિયંકા ચોપરા અને નિક જોનસ મસ્તી કરતા જોવા મળે છે. પ્રિયંકા ચોપરાએ પોસ્ટ શેર કરીને કેપ્શનમાં લખ્યું, 'પોનીટેલ કૉમ્પ્લિકેટેટ છે.'

અભિનેત્રીનો વિમ્બલ્ડન વીડિયો: નિક પોતાના ફોનની લાઈટથી પ્રિયંકાના વાળને જોઈ રહ્યાં છે અને પોનીટેલ ખોલવાનો પ્રયાસ કરી રહ્યાં છે. જ્યારે પ્રિયંકા આ સુંદર ક્ષણનો આનંદ માણી રહી છે અને તેના ચેહરા પર ખુશી જોવા મળે છે. વીડિયોના અંતમાં નિક જોનસ પોતાનું માથુ હલાવતા જોવા મળે છે. તેના પછી પ્રિયંકા ચોપરા ઓઉ કહીને વીડિયો બંધ કરતી જોવા મળે છે. તેમણે એ પણ જણાવ્યું હતું કે, 'નિક તેના વાળ ખોલવામાં સફળ રહ્યાં હતાં.'

પ્રિયંકાની શાનદાર ઝલક: નિકે પોતાના ઈન્સ્ટાગ્રામ પર ઘણા વીડિયો અને તસવીર પોસ્ટ કરી છે. એક તસવીરમાં પ્રિયંકાએ સેલ્ફી ક્લિક કરીને પોતાનું માથુ નિકના નિકના ખભા ઉપર રાખીને પોઝ આપ્યો છે. તેમણે પ્રિયંકાની તવસીરની ઝલક પણ શેર કરી છે, જેમાં ટિકિટ પકડીને રાખી છે. ત્યાર બાદ એક વીડિયો પણ શેર કર્યો છે, જેમાં માર્કેટા વોંદ્રોસોવાને જીત મેળવ્યા બાદ એવોર્ડ આપવામાં આવ્યો છે.

વિમ્બલ્ડન વિમેન્સ ફાઈનલ: પ્રિયંકા અને નિકે ટ્રોફિની સામે હંસતા હંસતા શાનદાર પોઝ આપ્યો છે. પોસ્ટ શેર કરીને નિક જોનસે કેપ્શનમાં લખ્યું છે કે, મારા લવની સાથે ટેનિસમાં ખુબ જ સુંદર દિવસ. રોયલ બોક્સમાં બેસવું અને માર્કેટા વોંદ્રોસોવાને પેહેલો ગ્રેન્ડ સ્લૈમ જીતતા જોવું એ સમ્માનની વાત છે. વિંબલડન વુમેન સિંગલ્સની ફાઈનલ માર્કેટા વોંદ્રોસોવા અને ઓન્સ જાબેઉરની વચ્ચે રમવામાં આવી હતી.

  1. Aav Ashaadi Song: 'ચાંદલો'નું પ્રથમ ગીત 'આવ અષાઢી' આઉટ, જાણો ફિલ્મ રિલીઝ ડેટ
  2. Project K: ફિલ્મ નિર્દેશકે 'પ્રેજેક્ટ કે'ની અપડેટ શેર કરી, ચાહકોએ પ્રતિક્રિયા આપી
  3. The Battle Story Of Somnath: પેન ઈન્ડિયા ફિલ્મ 'ધ બેટલ સ્ટોરી ઓફ સોમનાથ'ની જાહેરાત, જુઓ ફિલ્મની ઝલક

Last Updated : Jul 16, 2023, 1:34 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.