ETV Bharat / entertainment

Sana Khan Husband: પ્રેગ્નન્ટ સના ખાનનો પતિ મુફ્તી અનસ ઈફ્તાર પાર્ટીમાં તેને ખેંચવા બદલ ટ્રોલ થયો, જુઓ વીડિયો

પૂર્વ TV અભિનેત્રી સના ખાન અને તેના પતિ મુફ્તી અનસે રવિવારે બાબા સિદ્દીકીની ઈફ્તાર પાર્ટીમાં હાજરી આપી હતી. આ દરમિયાન અનસ સનાને પાપારાઝીની સામે ખેંચતો કેમેરામાં કેદ થયા હતા. વીડિયો સામે આવ્યા બાદ નેટીઝન્સે અનસના વલણ પર નારાજગી વ્યક્ત કરી હતી. આ સાથે સના ખાને પણ આપી હતી પ્રતિક્રિયા.

પ્રેગ્નન્ટ સના ખાનનો પતિ મુફ્તી અનસ ઈફ્તાર પાર્ટીમાં તેને ખેંચવા બદલ ટ્રોલ થયો, જુઓ વીડિયો

author img

By

Published : Apr 17, 2023, 11:58 AM IST

મુંબઈઃ તારીખ 16 એપ્રિલના રોજ સાંજે અભિનેત્રી સના ખાન અને તેના પતિ મુફ્તી અનસ બાબા સિદ્દીકીની ગ્રાન્ડ ઇફ્તાર પાર્ટીમાં જોવા મળ્યા હતા. સના ખાન આ દિવસોમાં પોતાની પ્રેગ્નન્સીનો ભરપૂર આનંદ માણી રહી છે. આ દરમિયાન પાર્ટીનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં અનસ સનાનો હાથ પકડીને ઝડપથી અંદર જતો જોવા મળે છે. આ વીડિયો સામે આવ્યા બાદ નેટીઝન્સે અનસને સોશિયલ મીડિયા પર ટ્રોલ કરવાનું શરૂ કરી દીધું હતું.

  • Why does she need to go on iftar party after renouncing BollyDawood glamour and marrying Moulvi? Especially if the husband drags pregnant wife out ?

    Just quom things 🤮

    Ex Celeb Sana Khan there. pic.twitter.com/zMd5pSF8sz

    — JyotiKarma🟠 (@JyotiKarma7) April 16, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

આ પણ વાંચો: Varun Grover new album : વરુણ ગ્રોવરનું નવું આલ્બમ 'જાડુ માયા' રિલીઝ, ગીત સાંભળીને ઝુમી ઉઠશો

ઇફ્તાર પાર્ટીમાં સના ખાન: પાપારાઝીએ સનાનો આ વીડિયો તેના એક ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે. જેમાં સના ખાન અને તેના પતિ મુફ્તી અનસ સૈયદ તેમના ગ્લેમરસ લુકમાં જોવા મળી રહ્યા છે. આ ઈવેન્ટમાં સનાએ બ્લેક બુરખો પહેર્યો છે. ચમકતા કાળા બુરખામાં સના ખૂબસૂરત દેખાતી હતી. જ્યારે તેના પતિ મુફ્તી અનસે સફેદ કુર્તા અને લાંબા કાળા નવાબી બ્લેઝર સાથે પાયજામા પહેર્યો હતો. ઇવેન્ટમાં પહોંચ્યા પછી કપલે પાપારાઝી માટે પોઝ આપ્યો હતો. આ પછી પાપારાઝીની સામે અનસ તેની પત્નીને ઝડપથી ખેંચીને અંદર લઈ જતો જોવા મળ્યો હતો. આ દરમિયાન સના કહે છે, 'મેં અબ ઈતના નહિં ચલ શક્તિ'.

યુઝર્સની કોમેન્ટ: વીડિયો સામે આવ્યા બાદ નેટીઝન્સે અનસના વલણ પર નારાજગી વ્યક્ત કરી હતી. આ યુઝરે પોસ્ટની કોમેન્ટમાં લખ્યું છે કે, 'આ માણસ તેને કેમ ખેંચી રહ્યો છે'. અન્ય એક ટિપ્પણી, 'ગંભીરતાપૂર્વક માણસ. ધીરજ રાખો, તે તમારી પત્ની છે.' અન્ય એક પ્રશંસકે લખ્યું છે, 'હે ભગવાન. જ્યારે તમે તમારી સગર્ભા પત્નીની યોગ્ય રીતે કાળજી ન લઈ શકો ત્યારે ઉપવાસ કરવાનો શું ફાયદો ? કલ્પના કરો કે 4 દિવાલો વચ્ચે તેની સાથે કેવી રીતે વર્તે છે. બીજાએ ટિપ્પણી કરી, 'તે ગર્ભવતી છે અને તે ખરેખર તેને ખેંચી રહ્યો છે. તેણી તેને ફરિયાદ પણ કરી રહી છે કે, તે આટલું ચાલી શકતી નથી.

આ પણ વાંચો: Jacqueline Fernandez Photo: પર્પલ ટોપમાં જેકલીને જોરદાર પોઝ આપ્યા, ફીગર જોઈને ફીદા થઈ જશોસ

સના ખાને કરી સ્પષ્ટતા: અનસને ટ્રોલ થતો જોઈને સનાએ સ્પષ્ટતા કરી, સનાએ પણ વીડિયો પર કમેન્ટ કરી અને કહ્યું, ''આ વીડિયો હમણાં જ મારા ધ્યાનમાં આવ્યો છે. હું જાણતી હતી કે મારા બધા વહાલા ભાઈઓ અને બહેનો માટે તે વિચિત્ર હોવું જોઈએ. એકવાર અમે બહાર આવ્યા, અમે ડ્રાઇવર અને કાર સાથે સંપર્ક ગુમાવી દીધો. હું લાંબા સમય સુધી ઉભી રહી. જેના કારણે મને પરસેવો આવવા લાગ્યો અને અસ્વસ્થતા અનુભવાઈ. તેથી તે ઝડપથી મને અંદર લઈ જવા માંગતો હતો. જેથી હું બેસીને થોડું પાણી અને થોડી હવા મેળવી શકું. મેં જ તેને કહ્યું કે, ચાલો જલ્દી જઈએ કારણ કે અમે બધા મહેમાનોની તસવીર ક્લિક કરતા લોકોને પરેશાન કરવા માંગતા ન હતા. તો માત્ર એક વિનંતી છે કે, અન્યથા વિચારશો નહીં. તમારી ચિંતા બદલ ફરી એકવાર બધાનો આભાર. અહીં દરેકને ખૂબ પ્રેમ.

પાર્ટીમાં ઉપસ્થિત મહેમાન: બાબા સિદ્દીકીની ગ્રાન્ડ ઈફ્તાર પાર્ટીમાં 'કિસી કા ભાઈ કિસી કી જાન'ના કલાકારો પણ જોવા મળ્યા હતા. પાર્ટીમાં બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાન, પૂજા હેગડે, શહનાઝ ગિલ, સિદ્ધાર્થ, રાઘવ જુયાલ, પલક તિવારી જોવા મળ્યા હતા. જ્યારે ઈમરાન હાશ્મી, કાજોલ, પ્રીતિ ઝિંટા, સિદ્ધાર્થ મલ્હોત્રા સહિત અનેક જાણીતી હસ્તીઓએ પાર્ટીમાં પોતાનો ગ્લેમરસ લુક બતાવ્યો હતો. આ સિવાય બિગ બોસ-16ના વિજેતા એમસી સ્ટેન, પ્રિયંકા ચહર ચૌધરી, શિવ ઠાકરેએ પણ પાર્ટીમાં પાપારાઝી માટે પોઝ આપ્યા હતા.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.