મુંબઈ: અભિનેતા પ્રકાશ રાજ પર કર્ણાટકના બાગલકોટ જિલ્લાના પોલીસ સ્ટેશનમાં સોશિયલ મીડિયા પર કેસ નોંધવામાં આવ્યો છે. આ પોસ્ટમાં તેમણે ભારતના મહત્વકાંક્ષી 'ચંદર્યાન 3'ની મજાક ઉડાવી હતી, પોલીસે મંગળવારે જણાવ્યું છે. પોલીસે કહ્યું હતું કે, ''ચંદ્રયાન 3 મિશન પર ટ્વિટ કરવા બદલ અભિનેતા રાજ વિરુદ્ધ ફરિયા દાખલ કરવામાં આવી છે.'' હિન્દુ સંગઠનોના નેતાઓએ અભિનેતા વિરુદ્ધ બાગલકોટ જિલ્લાના બનહટ્ટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે અને કાર્યવાહીની માંગ કરી છે.
શું છે સમગ્ર ઘટના: પીઢ અભિનેતાએ રવિવારે માઈક્રોબ્લોગિંગ સાઈટ X પર જઈને શર્ટ અને લુંગીમાં ચા રેડતા એક વ્યક્તિનું પિક્ચર શેર કર્યું હતું. તસવીર શેર કરતા અભિનેતાએ લખ્યું હતું કે, ''બ્રેકિંગ ન્યૂઝ. ચંદ્રમાથી આવી નવી તસવીર. VikramLander. justasking.'' આ દરમિયાન લોકોએ જણાવ્યું હતું કે, 'ચંદ્રયાન 3' મિશન દેશના ગૌરવ સાથે સંકળાયેલું છે. ત્યારથી પ્રકાશ રાજને ભારે પ્રતિક્રિયાનો સામનો કરવો પડી રહ્યો છે.
પ્રકાશ રાજે સ્પષ્ટતા કરી: સોશિયલ મીડિયાના રોષનો સામનો કરી રહેલા પ્રકાશ રાજે x સ્પષ્ટતા કરી હતી કે, તેમની ટિપ્પણીઓ માત્ર મજાક તરીકે હતી. તેમણે પોસ્ટ કર્યું હતું કે, ''નફર માત્ર નફરતને જ જુએ છે. હું આર્મસ્ટ્રોંગના સમયના એક મજાકનો ઉલ્લેખ કરી રહ્યો હતો. જે અમારા કેરળના ચાયવાળાની ઉજવણી કરી રહ્યો હતો. ટ્રોલ્સે કયા ચાયવાળાને જોયા ? જો તેમને મજાક ન આવે તો મજાક તમારા પર છે. જસ્ટકિંગ''
જાણો ચંદ્રયાન 3 વિશે: ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન અનુસાર, 'ચંદ્રયાન 3' તારીખ 23 ઓગસ્ટે ભારતીય સમય પ્રમાણે લગભગ 18:04 કલાકે ચંદ્ર પર ઉતરવા માટે તૈયાર છે. લાઈવ એક્શન તારીખ 23 ઓગસ્ટ 2023ના રોજ ઈશરોની વેબસાઈટ, તેની યુટ્યુબ ચેનલ, ફેસબુક અને જાહેર પ્રસારણ કર્તા DD નેશનલ ટીવી પર IST 17:27થી ઉપલબ્ધ થશે. અમેરિકા, રશિયા અને ચીન પછી ભારત આ સિદ્ધિ મેળવનાર વિશ્વનો ચોથો દેશ બનશે. જ્યારે ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ઉતરનાર ભારત વિશ્વનો એકમાત્ર દેશ હશે.