હૈદરાબાદ: સાઉથ એક્ટર પ્રકાશ રાજ હવે બોલિવૂડ એક્ટ્રેસ રિચા ચઢ્ઢાના ગલવાન ટ્વિટ (Richa Chadha Galwan tweet)ને લઈને વિવાદમાં આવી ગયા છે. પ્રકાશ રાજે અભિનેત્રીનું સમર્થન કરતાં અભિનેતા અક્ષય કુમારની બોલતી બંધ કરી દીધી છે. આગલા દિવસે અક્ષય કુમાર અભિનેત્રી રિચાના ગલવાન ટ્વીટથી ગુસ્સે થઈ ગયો હતો અને તેમણે આ ટ્વીટ સામે વાંધો વ્યક્ત કર્યો હતો. હવે સાઉથ એક્ટર પ્રકાશ રાજે આ ટ્વીટને રીટ્વીટ કરીને અક્ષય કુમારને જડબાતોડ જવાબ (Akshay Kumar and Prakash Raj) આપ્યો છે.
પ્રકાશ રાજ: અક્ષય કુમાર પર કટાક્ષ કરતા સાઉથ એક્ટર પ્રકાશ રાજે અક્ષયના ટ્વીટને રીટ્વીટ કર્યું અને લખ્યું, 'અક્ષય કુમાર તમારા પર આ અપેક્ષા ન હતી રાખી. રિચા ચઢ્ઢા અમારા દેશ માટે તમારા કરતાં વધુ પ્રાસંગિક છે સર.' રાજે રિચાના ગલવાન ટ્વીટ અંગે પહેલા પણ ટ્વીટ કર્યું હતું, 'અમે તમારી સાથે છીએ રિચા ચઢ્ઢા, અમે જાણીએ છીએ કે, તમે શું કહેવા માગો છો'.
અક્ષય કુમાર: રિચાના ટ્વીટ પર પ્રતિક્રિયા આપતા અક્ષય કુમારે લખ્યું, 'આ જોઈને દુઃખ થયું, કંઈપણ વસ્તુ અમને અમારી ભારતીય સેના પ્રત્યે કૃતઘ્ન ન કરી શકે, તેઓ ત્યાં છે તો આજે આપણે છીએ'.
રિચા ચઢ્ઢાએ માંગી માફી: ગલવાન પર રિચા ચઢ્ઢાના વાંધાજનક ટ્વીટથી સોશિયલ મીડિયા પર ખળભળાટ મચી ગયો છે અને યુઝર્સ અભિનેત્રીના આ ટ્વીટને શહીદોના અપમાન સાથે જોડી રહ્યા છે. આવી સ્થિતિમાં મામલાની વધતી ગંભીરતાને જોઈને અભિનેત્રીએ માફી માંગી અને કહ્યું, 'મારો ઈરાદો સેનાનું અપમાન કરવાનો નહોતો'.
રિચા ચઢ્ઢાની ટિપ્પણી: વાસ્તવમાં રિચાએ ઉત્તરી આર્મી કમાન્ડર લેફ્ટનન્ટ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદી દ્વારા પાકિસ્તાન અધિકૃત કાશ્મીરને પાછું ખેંચવા જેવા આદેશો લાગુ કરવા માટે આપેલા નિવેદન પર ટિપ્પણી કરી, 'Galwan says hi'. આ પછી બીજેપી નેતા મનજિંદર સિંહ સિરસાએ અભિનેત્રી વિરુદ્ધ મોરચો ખોલ્યો હતો. તેમણે એક ટ્વીટ જારી કરીને લખ્યું હતુ, રિચા ચઢ્ઢા જેવી 3જી ગ્રેડની બોલિવૂડ અભિનેત્રી ઓછી પબ્લિસિટી સ્ટંટ માટે ભારતીય સેનાનું અપમાન કરી રહી છે. @RichaChadha કોંગ્રેસ અને રાહુલ ગાંધીની ઉપાસક છે. તેથી આ ટ્વીટમાં તેની ભારત વિરોધી વિચારસરણી સ્પષ્ટપણે દેખાય છે. હું મુંબઈ પોલીસ પાસેથી તેની સામે કાયદાકીય કાર્યવાહીની માંગ કરું છું.
મનજિંદર સિંહ સિરસા: અન્ય એક ટ્વિટમાં મનજિંદર સિંહ સિરસાએ અભિનેત્રી રિચા ચઢ્ઢાની ટિપ્પણીને શરમજનક ગણાવી છે. સિરસાએ કહ્યું હતું, 'અભિનેત્રીએ તેને જલદીથી પાછી (ટિપ્પણી) લેવી જોઈએ. આ રીતે આપણા સશસ્ત્ર દળોનું અપમાન કરવું યોગ્ય નથી.'
રિચા ચઢ્ઢાનો વર્કફ્રન્ટ: રિચા ચઢ્ઢાએ પોતાના કો સ્ટાર અલી ફઝલ સાથે લગ્ન કર્યા હતા. ફિલ્મ 'ફુકરે' પછી બંને એકબીજાને ડેટ કરી રહ્યાં હતાં. રિચા રાજકીય અને સામાજિક મુદ્દાઓ પર ખુલ્લેઆમ પોતાનો અભિપ્રાય વ્યક્ત કરે છે. આ પહેલા પણ તેઓ ઘણી વખત પોતાના નિવેદનોને કારણે ચર્ચામાં આવી ચુકી છે. રિચા છેલ્લે ફિલ્મ 'લાહોર કોન્ફિડેન્શિયલ'માં જોવા મળી હતી.