ETV Bharat / entertainment

ફિલ્મમાં દેખાડવામાં આવતા કેટલાક ખોટા લોકેશનની અસલી કહાણી - Fanaa Movie Shooting Location

જ્યારે પણ આપણે કોઈ ફિલ્મ જોઈએ છીએ ત્યારે એના ડાયલોગ અને શુટિંગ લોકેશન અવશ્ય યાદ રહી જાય છે. ખાસ કરીને જ્યારે કુદરતી સિન હોય, કોઈ પેલેસ (Bollywood Film Shooting Location) હોય કે ડ્રોન સીન હોય ત્યારે આવી જગ્યાઓ જોવાનું મન અચૂક થાય છે. ઘણી વખત એવું પણ બને છે કે, ફિલ્મની સ્ટોરીમાં ભલે કોઈ દમ ન હોય પણ લોકેશનને કારણે ફિલ્મ સૌથી વધારે ચર્ચાય છે. તો ક્યારેક ફિલ્મના સેટના પણ ગજબ વખાણ થાય છે. ખાસ કરીને જ્યારે સંજય લીલા ભણસાલીની ફિલ્મ હોય ત્યારે એમાં એના સેટની માસ્ટરી જોવા જેવી હોય છે. જ્યારે મણિરત્નમની કોઈ પણ ફિલ્મ લો એમાં સાઉથના નેચરલ (popular Bollywood Film Location) સીન જોઈને રીતસર મોઢામાંથી એ શબ્દ સરી પડે કે, વાવ...સુપર્બ. પણ ઘણી વખત ફિલ્મમાં એવા લોકેશનની વાત કરવામાં આવે છે. જે એમાં દેખાડવામાં આવે છે ત્યાં એ ખરેખર હોતા જ નથી, કે જતા જ નથી. આવા જ કેટલાક ખોટા લોકેશનની અસલી કાહાણી વિશે જાણીએ.

ફિલ્મમાં દેખાડવામાં આવતા કેટલાક ખોટા લોકેશનની અસલી કહાણી

author img

By

Published : Jan 8, 2023, 7:08 PM IST

Updated : Jan 8, 2023, 7:45 PM IST

હૈદરાબાદઃ જ્યારે પણ બોલિવૂડની ફિલ્મમાં કોઈ પાકિસ્તાન ક્નેક્શન (popular Bollywood Film Location) જોવા મળે છે એમાં એવું લાગે કે, આ આબેહુબ પાકિસ્તાનનું (popular Bollywood Film Location) કોઈ લોકેશન હશે. પણ હકીકત એ છે કે, પાકિસ્તાનમાં આપણા દેશની કોઈ ફિલ્મ શૂટ થતી જ નથી. સન્ની દેઓલની એક્શન ફિલ્મ 'ગદ્દર' આવી એ સમયે પણ એમાં મસ્ત લોકેશન જોવા મળ્યા હતા. જે હકીકતમાં ઉત્તર પ્રદેશના લખનૌની રેસિડન્સી સાઈટ પર શુટ થયેલું છે. હકીકતમાં આ આખી જગ્યા ખૂબ જ ઐતિહાસિક છે. દેશની આઝાદીના ઈતિહાસમાં રસ હોય તો આ જગ્યા ખાસ જોવા જોવી છે. અહીં ઘણી ફિલ્મના શુટિંગ થયેલા છે. જેમ કે જોલી એલ.એલ.બી.

આ પણ વાંચોઃ શૂટિંગ દરમિયાન ઈજાગ્રસ્ત રોહિત શેટ્ટીએ હેલ્થ અપડેટ શેર કર્યું, કહ્યું- ચિંતાની કોઈ વાત નથી

યે જવાની હૈ દિવાનીઃ આ ફિલ્મમાં એક સરસ ડાયલોગ રણબીર કપૂર બોલ છે. 'મેં ઉડના ચાહતા હું...ગીરના ચાહતા હું....' આ ફિલ્મમાં ફ્રેન્ડનું આખું ગ્રૂપ મનાલી ટ્રેકિંગ માટે જાય છે. પણ હકીકતમાં જ્યારે આ ડાયલોગ વખતે બર્ફાચ્છાદિત બેગ્રાઉન્ડ (Yeh Jawaani Hai Deewani Shooting Location ) દેખાય છે એ હકીકતમાં મનાલી નથી. આ સીન અને સમગ્ર કેમ્પનું શુટિંગ જમ્મુ કાશ્મીરના ગુલમર્ગમાં થયેલું છે. ગુલમર્ગની માઉટ સાઈટ પર આ લોકેશન આવેલું છે. જ્યાં રણબીર અને દીપિકા વાતચીત કરતા જોવા મળે છે. આમ આ ફિલ્મમાં બન્નીએ આપણને બનાવી દીધા. એટલે જ્યારે હવે મનાલી જાવ ત્યારે યે જવાની હૈ દિવાની ફિલ્મ યાદ ન કરતા. કાશ્મીર જાવ ત્યારે કરજો..

ફિલ્મમાં દેખાડવામાં આવતા કેટલાક ખોટા લોકેશનની અસલી કહાણી
ફિલ્મમાં દેખાડવામાં આવતા કેટલાક ખોટા લોકેશનની અસલી કહાણી

મેરી કોમઃ આ ફિલ્મમાં પ્રિયંકા ચોપરાની જબરદસ્ત એક્ટિંગ જોવા મળે છે. પણ જ્યારે એને પોતાના ઘરેથી પ્રેક્ટિસ માટે નીકળતી દેખાડવામાં આવે છે. એ પહાડી રસ્તા અને ઝરણાઓની નગરી જે ફિલ્મમાં દેખાડવામાં આવે છે એ ખરેખર મણિપુર છે જ નહીં. એ તમામ લોકેશન (mary kom movie shooting location) હિમાચલ પ્રદેશના છે. હિમાચલ પ્રદેશના ચમૌલીથી આગળના રસ્તે જઈએ ત્યારે એ તમામ લોકેશન આવે છે. જેમાં પહાડી પ્રદેશ અને ઝરણાઓ બન્ને એક સાથે જોવા મળે છે. ઓન સ્ક્રિન આવતા દરેક લોકેશન સાચા નથી હોતા.

આ પણ વાંચોઃ RRR મચાવે છે ધમાલ, ચીની થિયેટરોમાં ટિકિટ 98 સેકન્ડમાં વેચાઈ ગઈ, રચ્યો ઇતિહાસ

કુછ કુછ હોતા હૈઃ ડાયરેક્ટર કરણ જોહરની સૌથી હિટ ફિલ્મ 'કુછ કુછ હોતા હૈ' માં આમ તો ઘણી ભૂલ છે. પણ લોકેશનમાં પણ ગફલા છે. ફિલ્મમાં દેખાડે છે. શિમલા અને સેન્ટ ઝેવિયર્સ. પણ હકીકતમાં કેમ્પ અને બાકીના સીન તમિલનાડુંમાં આવેલા ઊંટી (Kuch Kuch Hota Hai Movie Shooting Location) હિલ સ્ટેશનના છે. જ્યારે કૉલેજના બહારના તમામ સીન મેરિશયસમાં આવેલી એક મોરેશિયસ યુનિવર્સિટીના છે. જ્યારે રાહુલ (શાહરૂખ ખાન) અંજલીને (કાજોલ) શોધવા માટે શિમલા જાય છે એ સમયે જે લોકેશન દેખાડવામાં આવે છે. એ ઊંટીના છે.

કભી ખુશી કભી ગમઃ દિલ્હીના ચાંદની ચૌકમાં જ્યારે પણ જાવ ત્યારે હકડેઠઠ ભીડ જોવા મળે છે. માંડ પગ મૂકીને ચાલી શકાય એટલી રસ્તાની આસપાસ જગ્યા હોય છે. આવી સ્થિતિમાં કાજોલ રસ્તે આવીને ડાન્સ કરે એ કેવી રીતે શકય છે. હવે એક દિવસ (Kabhi Khushi Kabhie Gham Shooting Location) માટે પણ આખો ચાંદની ચૌક શુટિંગ માટે ખાલી કરાવો પોસાય? આ ફિલ્મમાં 'યે લડકી હાય અલ્લાહ...' ગીતથી લઈને ચાંદની ચૌક સુધીના જે કોઈ સીન છે એ તમામ હૈદરાબાદમાં આવેલી રામોજી ફિલ્મ સિટીમાં શુટ કરાયા છે. જ્યાં ચાંદની ચૌકનો આબેહુબ સેટ તૈયાર કરવામાં આવ્યો હતો. જ્યારે રાયચંદનું જે ઘર દેખાડવામાં આવે છે એ ખરેખર લંડનમાં આવેલો વેડેસડન મનોર પેલેસ છે.

આ પણ વાંચોઃ ઋષભ પંતને મળવા માટે પહોંચી ઉર્વશી રૌતેલા, જાણો સાચી ઘટના વિશે

ચેન્નઈ એક્સપ્રેસઃ આ ફિલ્મની હકીકત એ છે કે, જે ટ્રેન ફિલ્મમાં દેખાડવામાં આવી છે. એ ટ્રેનના મોટાભાગના સીન રીયલ છે. જેમ કે, ધોધની આસપાસથી ટ્રેન પસાર થાય છે. ટ્રેનની અંદરના સીન સ્ટુડિયોમાં શુટ થયેલા છે. પણ આ ફિલ્મના (Chennai Express Shooting Place) ઘણા સાઈટ સીન પૂના પાસે આવેલા વાઈ સતારામાં શુટ થયેલા છે. અહીં ઘણા સારા લોકેશન છે. જે ફિલ્મમાં આબેહુબ શુટ કરવામાં આવેલા છે.

ફનાઃ આ ફિલ્મ રીલિઝ થઈ ત્યારે ખૂબ વિવાદમાં રહી હતી. આ ફિલ્મમાં કાશ્મીરના ઘણા લોકેશન દેખાડવામાં આવ્યા છે. જે હકીકતમાં પોલેન્ડમાં શુટ થયેલા છે. યુરોપના નાના-મોટા તળાવના લોકેશન ફિલ્મમાં કાશ્મીર તરીકે પ્રોજેકટ કરાયા છે. બીજી પણ (Fanaa Movie Shooting Location) એક હકીકત છે કે, ફિલ્મ ઉરીમાં જે કાશ્મીર દેખાડવામાં આવ્યું છે. એ હકીકતમાં કાશ્મીર નથી. આ ફિલ્મના મોટાભાગના લોકેશન સર્બિયામાં શુટ થયેલા છે. સર્બિયા ફોરેસ્ટ સાઈટ સર્ચ કરીને જોવાથી આબેહુબ એ લોકેશન જોવા મળશે જે ફિલ્મમાં છે. કાશ્મીરના કેટલાક લોકેશનને પણ તે મળતા આવે છે.

આ પણ વાંચોઃ મુંબઈ માફિયાથી તાજા ખબર, આ સપ્તાહના અંતે નેટફ્લિક્સ, ડિઝની હોટસ્ટાર પર શું જોશો

બજરંગી ભાઈજાનઃ ફિલ્મમાં દેખાડાયું છે કે, મુન્ની પાકિસ્તાનના સુલ્તાનપુરથી આવી છે. પણ આ ફિલ્મનો એક પણ સીન પાકિસ્તાનમાં શુટ થયો નથી. ફિલ્મમાં ઘણા સીન કાશ્મીરમાં આવેલા ઝોજી લા અને સોનમર્ગના છે. જ્યારે ફિલ્મમાં રણપ્રદેશના (Bajrangi Bhaijaan Shooting Location) કેટલાક સીન અને જે ઘરમાં મુન્ની અને સલમાન રોકાય છે એ સીન સહિત કુલ 22 મિનિટનું શુટિંગ રાજસ્થાનના મંડાવામાં થયેલું છે. જે જયપુર-દિલ્હી હાઈવે પર આવેલું એક ગામડું છે. પણ આ ગામડાંને ઘણી વખત પાકિસ્તાન તરીકે પ્રોજેક્ટ કરી દેવાયું છે. પણ લોકેશનની દ્રષ્ટિએ ખૂબ સુંદર છે. વાસ્તિવક જાણે રણમાં રહેતા હોય એવો અહેસાસ આ પ્રદેશમાં થાય છે. ફિલ્મ 'જબ વી મેટ' તો મોટાભાગના લોકોએ જોઈ હશે. આ ફિલ્મનું ગીત 'હમ જો ચલને લગે' આ ગીત રાજસ્થાનના શેખાવટી પ્રાંતમાં શુટ થયેલું છે. જ્યારે ફિલ્મમાં રતલામની વાત કરવામાં આવે છે જે હકીકતે મધ્ય પ્રદેશમાં છે.

Last Updated : Jan 8, 2023, 7:45 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.