હૈદરાબાદ: દક્ષિણ ફિલ્મ ઉદ્યોગના પીઢ દિગ્દર્શક મણિરત્નમની પિરિયડ ફિલ્મ 'પોનીયિન સેલ્વન પાર્ટ 2'નું ટ્રેલર તારીખ 29 માર્ચે સાંજે એક મોટા કાર્યક્રમમાં લૉન્ચ કરવામાં આવ્યું હતું. સાઉથના સુપરસ્ટાર કમલ હાસને 'PS-2'નું ટ્રેલર લોન્ચ કર્યું છે. ફિલ્મ 'પોનીયિન સેલ્વન પાર્ટ 2'નું ટ્રેલર ધમાકેદાર છે. ફિલ્મમાં વિક્રમ, ઐશ્વર્યા રાય, પ્રકાશ રાજ, જયમ રવિ, કાર્તિ અને અન્ય કલાકારો શાનદાર કામ કરી રહ્યા છે. 'પોનીયિન સેલ્વન પાર્ટ 2'નું ટ્રેલર ફિલ્મના પહેલા ભાગ કરતાં પણ વધુ દમદાર છે. દર્શકો 'પોનીયિન સેલવાન પાર્ટ 2'નું ટ્રેલર પણ પસંદ કરી રહ્યા છે અને તેને બ્લોકબસ્ટર ગણાવી રહ્યા છે.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
આ પણ વાંચો: Vikram Thakor: વિક્રમ ઠાકોરનું નવું ગીત 'હું શ્યામ તારો તું રાધા મારી' રિલીઝ
પોનીયિન સેલ્વન 2ના પાત્ર: ટ્રેલરની શરૂઆત એક દમદાર સીનથી થાય છે, જેમાં 2 લોકો દરિયામાં ડૂબકી મારતા જોવા મળે છે. ટ્રેલર તમિલ ભાષામાં છે, પરંતુ તેના વિઝ્યુઅલ્સ આખું ટ્રેલર જોવા માટે મજબૂર કરશે. ટ્રેલરમાં સાઉથ એક્ટર વિક્રમ તેની આંખોની અભિવ્યક્તિ સાથે જીવનનો શ્વાસ લેતો જોવા મળે છે. બાકીના કલાકારો પણ ટ્રેલરને ખાસ બનાવવામાં કોઈ કસર છોડી રહ્યા નથી. અહીં ઐશ્વર્યા રાયની એન્ટ્રી ખૂબ જ જોરદાર છે અને તેનું જૂનું પાત્ર પણ આ ભાગમાં જોવા મળશે અને તે વિલક્ષણ રીતે હવામાં તલવારબાજી કરતી જોવા મળે છે.
આ પણ વાંચો: Anushka Sharma: ટેક્સ વિભાગની નોટિસને હાઈકોર્ટમાં પડકારી, અનુષ્કાની નોટિસની તાત્કાલિક સુનાવણી નહીં
જાણો ફિલ્મ સ્ટોરી: ટ્રેલર જોઈને ચાહકોમાં હોબાળો મચી ગયો છે અને તેઓ માત્ર ફિલ્મની રિલીઝની રાહ જોઈ રહ્યા છે. આ ફિલ્મ તારીખ 28મી એપ્રિલે રિલીઝ થઈ રહી છે. ફિલ્મની સ્ટોરી પર થોડો પ્રકાશ પડતા દક્ષિણ દિગ્દર્શકે ચોલ સામ્રાજ્ય કે, જેણે 1500 વર્ષ સુધી દેશ પર શાસન કર્યું છે. તેની શાસન વ્યવસ્થા પર આખી ફિલ્મ બનાવી છે. આ જ નામથી કલ્કીની નવલકથા પરથી ફિલ્મની સ્ટોરી ઉપાડવામાં આવી છે.