મુંબઈ: બોલિવૂડના બાદશાહ શાહરુખ ખાને 'પઠાણ' સાથે 4 વર્ષ બાદ ધમાકેદાર કમબેક કર્યું છે. આ ફિલ્મને બુધવારે તારીખ 25 જાન્યુઆરીના રોજ પ્રશંસકોના વધતા ક્રેઝ અને હંગામા વચ્ચે રિલીઝ કરવામાં આવી હતી. આ ઉપરાંત ફિલ્મ રિલીઝ થતાની સાથે જ પઠાણના ચાહકોમાં ઉજવણીનો માહોલ બની ગયો હતો. ગઈકાલે થયેટરની બહાર ફિલ્મ જોનારાઓમાં ખુબ જ ઉત્સાહ જોવા મળ્યો હતો. આ સાથે ફિલ્મે બોક્સ ઓફિસ પર પહેલા જ દિવસે રેકોર્ડ તોડ્યો હતો. ડ્રેડ એનાલિસ્ટે ભારતમાં ફિલ્મ પઠાણની એક દિવસની કમાણીનો આંકડો જાહેર કર્યો છે.
આ પણ વાંચો: Padma Shri Award 2023: રવીના ટંડને પદ્મશ્રી એવોર્ડ 2023નો શ્રેય તેમના પિતાને આપ્યો
પઠાણ ફિલ્મની ઓપનિંગ ધમાકેદાર: ડ્રેડ એનાલિસ્ટ રમેશ બાલાના કહેવા પ્રમાણે ફિલ્મ 'પઠાણ'ની ઓપનિંગ ઘણી ધમાકેદાર રહી છે. આ ફિલ્મે એક દિવસમાં 54 કરોડ રુપિયાની કમાણી કરી હતી. શાહરુખ ખાનની ફિલ્મ અત્યાર સુધીની સૌથી મોટી નોન હોલીડે ઓપનર તરીક ઉફરી છે. આ ફિલ્મે પહેલા જ દિવસે ઘણી સુપરહિટ ફિલ્મના રેકોર્ડ તોડી નાખ્યા છે. પઠાણે પ્રશાંત નીલની 100 કરોડ રુપિયાના બજેટમાં બનેલી ફિલ્મ 'KGF 2' નો રેકર્ડ તોડ્યો છે. નવાઈની વાત એ છે કે, આ ફિલ્મમાં દીપિકા પાદુકોણના 'બેશરંમ રંગ' ગીતને લઈને ખુબજ વિવદા થયો હતો. કેટલાક ક્ષત્રમાં થિયેટરમાં ફિલ્મ રિલીઝ નહિં થવા દેવાની વાતે ખુબ જ જોર પકડ્યું હતું. તેમ છતા આ ફિલ્મનું બોક્સ ઓફિસ કલેક્શન ખુબજ શાનદાર જોવા મળી રહયું છે.
પઠાણે 'KGF 2' પછાળી: તારીખ 14 એપ્રિલ 2022ના રોજ રિલીઝ થયેલ 'KGF 2' બોક્સ ઓફિસ પર સૌથી મોટું કલેક્શન કરવા જઈ રહ્યું હતું. આ ફિલ્મના હિન્દી વર્ઝને પહેલા દિવસે 53.95 કરોડ રુપિયાની કમાણી કરી હતી. 'KGF 2' પછી સિદ્ધાર્થ આનંદની ફિલ્મ 'વોર'એ પહેલા દિવસે 53.35 કરોડ રુપિયાનો બિઝનેસ કર્યો હતો. પરંતુ હવે તાજેતરમાં રિલીઝ થયેલી શાહરુખની ફિલ્મ પઠાણે આ ઉપરોકત્ ફિલ્મને પછાળ છોડી દીધી છે. પઠાણે એક જ દિવસમાં 54 કરોડ રુપિયાની કમાણી કરીને સૌથી મોટી ઓપનર ફિલ્મનો રેકોર્ડ વનાવ્યો છે.
આ પણ વાંચો: Oscar Nomination: Mm કીરવાણીએ પદ્મશ્રીથી સન્માનિત થવા બદલ વ્યક્ત કર્યો આભાર
ભારતની સૌથી મોટી ઓપનિંગ ફિલ્મ: ભારતમાં સૌથી મોટી ઓપનિંગ ફિલ્મની વાત કરીએ તો 'KGF 2' 53.95 કરોડ, 'વોર' 53.35 કરડો, 'ઠગ્સ ઓફ હિન્દુસ્તાન' 52.25 કરોડ, 'હેપ્પી ન્યૂ યર' 44.97 કરોડ અને 'ભારતે' 42.30 કરોડ રુપિયાની કમાણી કરી છે.