ETV Bharat / entertainment

Mumbai House Lit Upl: પરિણીતી ચોપરાનું મુંબઈનું ઘર લાઈટોથી શણગારાયું, રાજસ્થાનમાં શાહી અંદાજમાં થશે લગ્ન - બોલીવુડ અભિનેત્રી પરિણીતી ચોપરા

રાઘવ ચઢ્ઢા સાથેના લગ્ન પહેલા અભિનેત્રી પરિણીતી ચોપરાનું મુંબઈનું ઘર ઝળહળી ઉઠ્યું છે. બંને રાજસ્થાનમાં લગ્નના બંધનમાં બંધાવા જઈ રહ્યા છે. પરિણીતીની બહેન પ્રિયંકા ચોપરા આ લગ્નમાં હાજરી આપવા માટે USથી ઉડાન ભરશે. જાણો ક્યાં અને ક્યારે યોજાશે રિસેપ્શન.

પરિણીતી ચોપરાનું મુંબઈનું ઘર લાઈટોથી શણગારાયું

author img

By ETV Bharat Gujarati Team

Published : Sep 19, 2023, 3:51 PM IST

હૈદરાબાદ: બોલિવુડ અભિનેત્રી પરિણીતી ચોપરા અને આમ આદમી પાર્ટીના નેતા રાઘવ ચઢ્ઢાના લગ્નની તૈયારીઓ પૂરજોશમાં શરુ થઈ ગઈ છે. બંને આગામી દિવસોમાં રાજસ્થાનના ઉદયપુરમાં લગ્ન કરે તેવી શક્યતા છે. રાજકારણી સાથેનો તેમના ભવ્ય લગ્ન પહેલા પરિણીતી ચોપરાનું મુંબઈનું ઘર રોશનીથી ઝગમગી ઉઠ્યું હતું. એક પાપારાઝીએ તેમના ખૂબસૂરત ઘરની સજાવટનો વીડિયો પોસ્ટ કર્યો છે. રિપોર્ટ્સ અનુસાર, પરિણીતી અને રાઘવ તારીખ 24 સપ્ટેમ્બરે લગ્ન કરશે. આ પહેલા તાજેતરમાં એક વીડિયો ઓનલાઈન સામે આવ્યો હતો, જેમાં આમ આદમી પાર્ટીના નેતાના દિલ્હીના ઘરને સજાવવામાં આવ્યું હતું.

લગ્ન પહેલાંના તહેવારોની શરુઆત: અહેવાલો મુજબ, ચઢ્ઢાના દિલ્હી ઘરમાં અરદા એક પ્રકારની પ્રાર્થના અને શબદ કીર્તન સહિતની પરંપરાગત વિધિઓ સાથે લગ્ન પહેલાંના તહેવારોની શરુઆત થઈ છે. વરરાજા અને તેમનો પરિવાર દિલ્હીમાં છે. તેઓ ઉદયપુર જશે જ્યાં ક્રિકેટની મેચ પછી શાહી લગ્ન થશે. પરિણિતી ચોપરાની બહેન પ્રિયંકા ચોપરા લગ્ન માટે USથી ઉડાન ભરશે. પરંતુ તેમના પતિ અમેરિકન ગાયક નિક જોનાસ તેમના ચાલુ પ્રવાસને કારણે ભવ્ય લગ્નમાં સામેલ થવાની સંભાવના ખૂબ જ ઓછી છે.

જાણો ક્યાં અને ક્યારે યોજાશે રિસેપ્શ: નરાઘવ ચઢ્ઢાના લગ્નનું આમંત્રણ પરિણીતી ચોપરા અને રાઘવ ચઢ્ઢાના લગ્નનું આમંત્રણ તાજેતરમાં ઓનલાઈન વાયરલ થયું હતું. ઉદયપુરના લીલા પેલેસ લગ્નનું આયોજન કરશે, જે પછી બોલિવુડ થીમ સાથે ઉજવણી કરવામાં આવશે. તારીખ 30 સપ્ટેમ્બરે ચંદીગઢમાં કપલનું વેડિંગ રિસેપ્શન થવાનું છે. તારીખ 13 મેના રોજ રાઘવ ચઢ્ઢા અને પરિણી ચોપરાએ નવી દિલ્હીના કપૂરથલાના ઘરે સગાઈ કરી હતી. દંપતીના નજીકના મિત્રો, પરિવારના સદસ્યો અને અન્ય મહેમાનોએ કાર્યક્રમમાં હાજરી આપી હતી.

  1. Vijay Antony Daughter Suicide: વિજય એન્ટોનીની 16 વર્ષની પુત્રીએ ચેન્નઈમાં કરી આત્મહત્યા, પોલીસ દ્વારા તપાસ ચાલુ
  2. Biopic Made In India: Ss રાજામૌલીએ આગામી બાયોપિક 'મેડ ઈન્ડિયા' ફિલ્મનું કર્યું એલાન, જુઓ શાનદાર ઝલક
  3. Ilu Ilu Gujarati Film: સોનાલી લેલે દેસાઈની આગામી ફિલ્મના શીર્ષકની કરી જાહેરાત, પોસ્ટર કર્યું શેર

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.