ETV Bharat / entertainment

Parineeti Chopra Airport Look: લગ્ન પહેલા પરિણીતી ચોપરાની કેપ પર રાઘવ ચઢ્ઢાના પ્રેમનો લાગ્યો રંગ - પરિણીતી ચોપરા એરપોર્ટ લુક

હાલમાં રાઘવ ચઢ્ઢા સાથે પરણવા જઈ રહેલી અભિનેત્રી પરિણીતી ચોપરાનો એક વીડિયો સામે આવ્યો છે, જે ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. અભિનેત્રી એરપોર્ટ પર રાઘવ ચઢ્ઢાના અક્ષરવાળી કેપ પહેરીને જોવા મળી હતી. જુઓ અહીં વીડિયો.

લગ્ન પહેલા, પરિણીતી ચોપરાની ટોપી પર રાઘવ ચઢ્ઢાના પ્રેમનો લાગ્યો રંગ

author img

By ETV Bharat Gujarati Team

Published : Sep 17, 2023, 3:01 PM IST

હૈદરાબાદ: રાજકીય નેતા રાઘવ ચઢ્ઢા સાથેના લગ્નના થોડા દિવસો પહેલા જ બોલિવુડ અભિનેત્રી પરિણીતી ચોપરા એરપોર્ટ પર જોવા મળી હતી. આ દરમિયાન વીડિયોમાં તેમની ટોપીએ દર્શકોનું ધ્યાન ખેંચ્યું હતું. રાઘવ અને પરિણીતીએ મે મહિનામાં એક અદભૂત અને ખાનગી સમારંભમાં સગાઈ કરી હતી. તેઓ ઘણા સમયથી લગ્નના સ્થળની શોધમાં હતા. સૂત્રોના જણાવ્યા અનુસાર, તેમના ડેસ્ટિનેશન વેડિંગ તારીખ 24 સપ્ટેમ્બરે રાજસ્થાનના ઉદયપુરમાં થવાની શકયતા છે.

જાણો પરિણીતીની કેપ પર શું લખ્યું છે: તાજેતરમાં પરિણીતી એરપોર્ટ પર ફેશનેબલ અને ભવ્ય દેખાવમાં જોવા મળી હતી. પરિણીતીએ શાનદાર ટોપી પહેરી હતી, જેના પર રાઘવ ચઢ્ઢાના નામનું ચિહ્ન અંકિત હતું. વીડિયોમાં ઉબેર કુલ લુકમાં અભિનેત્રી ટોપી પહેરીને જોવા મળે છે અને તેમની ટોપી પર 'R' લખ્યું છે. આ દ્રશ્ય રાઘવ ચઢ્ઢાના પ્રેમને વ્યક્ત કરવાની એક ખાસ ક્ષણ જેવું લાગતું હતું.

પરિણીતી ચોપરા એરપોર્ટ લુક: તારીખ 17મી સપ્ટેમ્બરે મુંબઈ એરપોર્ટ પર થોડા કલાકો પહેલા જ પરિણીતી ચોપરાને સ્પોટ કરવામાં આવી હતી. તેમણે કૈઝ્યઅલ લુક પસંદ કર્યો હતો, તેમ છતાં ડેનિમ ટ્રાઉઝર અને સ્કાય બ્લુ લોંગ શર્ટમાં સુંદર દેખાઈ રહી હતી. તેના હાથમાં બ્રાઉન હેન્ડબેગ જોવા મળી હતી. તેમણે સામાન્ય મેકઅપ કર્યો હતો અને તેમના વાળ ખુલ્લા છતાં તે આકર્ષક લાગી રહી હતી.

પરિણીતી-રાઘવના લગ્ન: સુત્રોના જણાવ્યા અનુસાર, પરિણીતી ચોપરા અને રાઘવ ચઢ્ઢાના લગ્ન તારીખ 24 સપ્ટેમ્બરે ''ડિવાઈન પ્રોમિસીસ - અ પર્લ વ્હાઈટ ઈન્ડિયન વેડિંગ'' થીમ સાથે યોજાશે. આ જોડી તારીખ 23 સપ્ટેમ્બરના રોજ લગ્ન પહેલાના રિવાજોમાં ભાગ લેશે. લગ્નની ઉજવણી રાજસ્થાનના ઉદયુપરમાં આવેલી બે વૈભવી હોટેલ લીલા પેલેસ અને તાજ લેક પેલેસમાં થશે. પરિણીતી ચોપરા અક્ષય કુમાર સાથે 'રાણીગંજ: ધ ગ્રેટ ભારત'માં જોવા મળશે. આ ફિલ્મ તારીખ 6 ઓક્ટોમ્બરના રોજ સિનેમાઘરોમાં જોવા મળશે.

  1. Sunil Grover Pic Shah Rukh: સુનીલ ગ્રોવરે શાહરુખ ખાન સાથે પોસ્ટ કરી અદભૂત તસવીર, હરભજન સિંહે કરી કોમેન્ટ
  2. Pm Narendra Modi Birthday: Pm નરેન્દ્ર મોદી 73મો જન્મદિવસ, આ બોલિવુડ હસ્તીઓએ શુભેચ્છા પાઠવી
  3. Jawan Box Office Collection: શાહરુખ ખાનની 'જવાને' દર્શકોના મન મોહી લીધા, બોક્સ ઓફિસ પર 500 કરોડની નજીક

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.