ETV Bharat / entertainment

Oscars 2024 Date: ઓસ્કાર 2024 એવોર્ડની તારીખ જાહેર, જાણો શું છે અપડેટ - એકેડેમી પુરસ્કારો 2023

ઓસ્કાર 2024 એવોર્ડ માટે એકેડમી ઓફ મોશન પિક્ચર આર્ટસ એન્ડ સાયન્સ દ્વારા તૈયારીઓ કરવામાં આવી રહી છે. આ દરમિયાન આયોજક સમિતિ દ્વારા એકેડેમી એવોર્ડ્સ 2024 શેડ્યૂલ જારી કરવામાં આવ્યું છે. ઓસ્કાર નોમિનેશન્સ તારીખ 23 જાન્યુઆરી 2024ના રોજ જાહેર કરવામાં આવશે. 96મો ઓસ્કાર એવોર્ડ તારીખ 10 માર્ચ 2024ના રોજ આપવામાં આવશે.

ઓસ્કાર 2024 એવોર્ડની તારીખ જાહેર, જાણો શું છે અપડેટ

author img

By

Published : Apr 25, 2023, 11:17 AM IST

લોસ એન્જલસ: ઓસ્કાર 2023નો જનુન હજુ પૂરો થયો નથી અને એકેડેમી ઓફ મોશન પિક્ચર આર્ટસ એન્ડ સાયન્સે એવોર્ડ સમારોહની 96મી આવૃત્તિની તારીખ જાહેર કરી દીધી છે. વેરાયટીના અહેવાલો અનુસાર એકેડેમી ઓફ મોશન પિક્ચર આર્ટસ એન્ડ સાયન્સ અને એબીસીએ સોમવારે આ જાહેરાત કરી હતી. એકેડેમી ઓફ મોશન પિક્ચર આર્ટસ એન્ડ સાયન્સ દ્વારા સોશિયલ મીડિયા પર તેની જાહેરાત કરવામાં આવી છે.

આ પણ વાંચો: National Panchayati Raj Day: ગ્રામીણ રાજકારણને સમજવા માટે આ શાનદાર ફિલ્મો જોવી જોઈએ

એકેડેમી પુરસ્કાર 2023: એકેડેમી ઓફ મોશન પિક્ચર આર્ટસ એન્ડ સાયન્સના સોશિયલ મીડિયા દ્વારા એકેડેમીના સત્તાવાર ઇન્સ્ટાગ્રામ પર ઓસ્કર 2024ની જાહેરાત કરવામાં આવી છે. 96મો ઓસ્કાર એવોર્ડ સમારોહ તારીખ 10 માર્ચ 2024ના રોજ યોજાશે. ઓસ્કાર 2024 માટે સામાન્ય શ્રેણીઓ માટે અરજીઓ સબમિટ કરવાની છેલ્લી તારીખ 18 નવેમ્બર 2023 છે. શોર્ટલિસ્ટ માટે પ્રારંભિક મતદાન તારીખ 18 ડિસેમ્બરથી શરૂ થશે અને તારીખ 21 ડિસેમ્બરે પરિણામ જાહેર કરવામાં આવશે. નોમિનેશન માટે મતદાન 11 થી 16 જાન્યુઆરી 2024 સુધી નક્કી કરવામાં આવ્યું છે.

નોમિનેશન્સ અને અંતિમ મતદાન: વિશ્વભરના 200 દેશમાં ડોલ્બી થિયેટર્સથી જીવંત પ્રસારણ તારીખ 23 જાન્યુઆરીએ સત્તાવાર નોમિનેશનની જાહેરાત સાથે નોમિનેશન્સ અને અંતિમ મતદાન વચ્ચે 4 અઠવાડિયાનો સમય હશે. જે તારીખ 22 ફેબ્રુઆરીથી શરૂ થશે. આ શો હોલીવુડના ડોલ્બી થિયેટરથી ABC પર અને વિશ્વભરના 200થી વધુ પ્રદેશોમાં લાઈવ પ્રસારિત થશે.

એકેડેમી પુરસ્કાર 2024: 96મો ઓસ્કાર એવોર્ડ સમારોહ 10 માર્ચ, 2024 ગવર્નર્સ એવોર્ડ્સ (શનિવાર) પ્રારંભિક મતદાન 18 નવેમ્બર, 2023ના રોજ સવારે 9 વાગ્યે શરૂ થાય છે. પ્રારંભિક મતદાન 21 ડિસેમ્બર, 2023 ના રોજ સાંજે 5 વાગ્યે સમાપ્ત થશે. ઓસ્કાર શોર્ટલિસ્ટ 21 ડિસેમ્બર 2023ના રોજ જાહેર કરવામાં આવશે. પાત્રતા અવધિ 31 ડિસેમ્બર 2023 ના રોજ સમાપ્ત થશે. આ પછી, નોમિનેશન વોટિંગ 11 જાન્યુઆરી, 2024 ના રોજ સવારે 9 વાગ્યાથી શરૂ થશે. મતદાન 16 જાન્યુઆરી, 2024 ના રોજ સાંજે 5 વાગ્યે સમાપ્ત થશે.

આ પણ વાંચો: Badshah Apologizes: 'સનક' આલ્બમના વિવાદ બાદ આખરે બાદશાહએ માંગી માફી

ઓસ્કાર નોમિનેશન્સ જાહેર: ઓસ્કાર નોમિનેશન્સ તારીખ 23 જાન્યુઆરી 2024ના રોજ જાહેર કરવામાં આવશે. અંતિમ મતદાન તારીખ 22 ફેબ્રુઆરી 2024ના રોજ સવારે 9 વાગ્યાથી શરૂ થશે. વૈજ્ઞાનિક અને તકનીકી પુરસ્કારની જાહેરાત તારીખ 23 ફેબ્રુઆરી 2024ના રોજ થશે. અંતિમ મતદાન તારીખ 27 ફેબ્રુઆરી 2024ના રોજ સાંજે 5 વાગ્યે સમાપ્ત થશે. 96મો ઓસ્કાર એવોર્ડ તારીખ 10 માર્ચ 2024ના રોજ આપવામાં આવશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.