મુંબઈ: અક્ષય કુમારની ફિલ્મ OMG 2' બોક્સ ઓફિસ પર સની દેઓલની ફિલ્મ 'ગદર 2' સાથે ટક્કર આપી રહી છે. ખિલાડી અક્ષય કુમારની ફિલ્મ પર સની દેઓલની ફિલ્મનો દબદબો જોવા મળી રહ્યો છે. જ્યારે સની દેઓલની ફિલ્મે 3 દિવસમાં 100 કરોડનો આંકડો પાર કરી લીધો છે. ત્યારે 'OMG 2' હજુ પણ 50 કરોડનો આંકડો પણ સ્પર્શી શકી નથી. બંને ફિલ્મો સિનેમાઘરોમાં રિલીઝ થયાને 3 દિવસ થઈ ગયા છે. 'OMG 2' અને 'ગદર 2' ફિલ્મ તારીખ 11 ઓગસ્ટે રિલીઝ થઈ હતી. જોકે, 'OMG 2'ની રિલીઝનો ત્રીજો દિવસ ઘણો સારો રહ્યો છે. કારણ કે, બે દિવસની સરખામણીમાં ફિલ્મે ત્રીજા દિવસે સૌથી વધુ કમાણી કરી છે.
OMG 2ના ત્રીજા દિવસની કમાણી: અક્ષય કુમાર, યામી ગૌતમ અને પંકજ ત્રિપાઠીની ફિલ્મ 'OMG 2' માટે પ્રથમ રવિવાર હાઉસફુલ હતો. રિલીઝના ત્રીજા દિવસે એટલે કે, પ્રથમ રવિવારે ફિલ્મના કલેક્શનમાં મોટો ઉછાળો જોવા મળ્યો હતો. પ્રારંભિક અંદાજ મુજબ 'OMG 2'એ રિલીઝના ત્રીજા દિસવે બોક્સ ઓફિસ પર લગભગ રુપિયા 18 કરોડની કમાણી કરી હતી. આ સાથે ફિલ્મનું કુલ કલેક્શન 43 કરોડ રુપિયા થઈ ગયું છે.
-
#OMG2 #BoxOffice Collection:
— Box Office Worldwide (@BOWorldwide) August 13, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
Friday: 10.26 cr
Saturday: 15.30 cr
Total: 25.56 cr net
42 cr weekend on cards! #AkshayKumar #YamiGautam @akshaykumar @yamigautam @Viacom18Studios https://t.co/qoXYRxIwuy pic.twitter.com/sfQFpQMTzt
">#OMG2 #BoxOffice Collection:
— Box Office Worldwide (@BOWorldwide) August 13, 2023
Friday: 10.26 cr
Saturday: 15.30 cr
Total: 25.56 cr net
42 cr weekend on cards! #AkshayKumar #YamiGautam @akshaykumar @yamigautam @Viacom18Studios https://t.co/qoXYRxIwuy pic.twitter.com/sfQFpQMTzt#OMG2 #BoxOffice Collection:
— Box Office Worldwide (@BOWorldwide) August 13, 2023
Friday: 10.26 cr
Saturday: 15.30 cr
Total: 25.56 cr net
42 cr weekend on cards! #AkshayKumar #YamiGautam @akshaykumar @yamigautam @Viacom18Studios https://t.co/qoXYRxIwuy pic.twitter.com/sfQFpQMTzt
OMG 2ની બે દિવસની કમાણી: અક્ષય કુમાર અને પંકજ ત્રિપાઠીની ફિલ્મ 'OMG 2'એ ઓપનિંગ ડેના દિવસે 10.26 કરોડનો બિઝનેસ કર્યો હતો. જ્યારે બીજા અને પ્રથમ શનિવારે ફિલ્મના કલેક્શનમાં જોરદાર વધારો થયો હતો. રિલીઝના બીજા દિવસે આ ફિલ્મે 15.30 કરોડ રુપિયાની કમાણી કરી હતી. 'OMG 2'નું બે દિવસનું બોક્સ ઓફિસ કલેક્શન કુલ 25.56 કરોડ રુપિયા હતું.
OMG 2નો બોક્સ ઓફિસ પર સંઘર્ષ: 'OMG 2' ફિલ્મને સિનેઘરોમાં રિલીઝ થાય તે પહેલા ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડ્યો છે. તમામ મુશ્કેલીઓનો સામનો કરવા છતાં, આ ફિલ્મ ક્લીન હિટ બનવા તરફ આગળ વધી રહી છે. એટલું જ નહિં પરંતુ અક્ષય કુમાર પણ સતત 5 ફિલ્મ ફ્લોપ થયા બાદ પાછા ફરી રહ્યાં છે. 'OMG 2'એ વર્ષ 2012માં રિલીઝ થયેલી 'OMG'ની સિક્વલ છે. આ ફિલ્મમાં પરેશ રાવલ જોવા મળ્યા હતા. જ્યારે 'OMG 2'માં પંકજ ત્રિપાઠી જોવા મળે છે.