ETV Bharat / entertainment

Nayanthara Temple Video: મંદિર પહોંચતા જ નયનથારાએ આપી ધમકી, જુઓ વીડિયો - નયનથારા વિગ્નેસ શિવન

ટોલીવુડ અભિનેત્રી નયનથારા તેના પતિ વિગ્નેશ શિવન સાથે કુંભકોણમ મંદિર ગયા હતા. જયાં તેમનો વીડિયો અને તસવીર લેવા માટે મોટી સંખ્યામાં લોકોની ભીડ ભેગી થઈ ગઈ હતી. આ દરમિયાન તેણે એક વ્યક્તિને ચેતવણી આપી હતી. આ અંગેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આવો જાણીએ શું છે સમગ્ર ઘટના.

Nayanthara Temple Video: મંદિર પહોંચતા જ નયનથારાએ આપી ધમકી, જુઓ વીડિયો

author img

By

Published : Apr 10, 2023, 2:00 PM IST

હૈદરાબાદ: ટોલીવુડ અભિનેત્રી નયનથારા તેના પતિ વિગ્નેશ શિવન સાથે થોડા દિવસો પહેલા કુંભકોણમ મંદિરની મુલાકાત લીધી હતી. તેમના પતિ એક ફિલ્મ નિર્માતા છે. દંપતીએ પંગુની ઉથિરમ નિમિત્તે પૂજા કરી હતી. તેની મુલાકાતની એક વીડિયો ક્લિપ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. જેમાં નયનથારા તેનો વીડિયો બનાવવાનો પ્રયાસ કરનાર વ્યક્તિનો ફોન તોડી નાખવાની ધમકી આપતી જોઈ શકાય છે. જોકે, આ મુદ્દાની સોશિયલ મીડિયા પર જોરશોરથી ચર્ચા થઈ રહી છે.

આ પણ વાંચો: Amitabh Bachchan: મેગાસ્ટાર અમિતાભ બચ્ચને બે પોસ્ટ કરી શેર, જુઓ યુઝર્સની કોમેન્ટ

કુંભકોણમ મંદિરની મુલાકાત: મળતી માહિતી મુજબ કુંભકોણમ મંદિરમાં પૂજા કર્યા બાદ દંપતી વિગ્નેશ શિવનના પૈતૃક મંદિરમાં ગયા હતા. જ્યાં આ ઘટના બની હતી. નયનતારા અને વિગ્નેશ પૂજા કરવા પહોંચ્યા કે, તરત જ નયનથારાની એક ઝલક મેળવવા ચાહકોની ભીડ ઉમટી પડી હતી. આ દરમિયાન કેટલાક લોકોએ કપલનો વીડિયો પણ બનાવવાનું શરૂ કરી દીધું હતું. વાયરલ ક્લિપમાં નયનથારા વીડિયો ઉતારનાર વ્યક્તિને ચેતવણી આપતી જોવા મળે છે.

નયનથારાનો લૂક: નયનતારાના પ્રશંસકને ચેતવણી આપ્યા બાદ, તેનો એક સ્ટાફ મેમ્બર ત્યાં હાજર લોકોને ફોન ન ઉપાડવાની વિનંતી કરતો વીડિયોમાં જોઈ શકાય છે. આ પૂજા માટે નયનથારાએ સફેદ સૂટ પસંદ કર્યો છે. જે તેણે સ્કાય બ્લુ દુપટ્ટા સાથે જોડી રાખ્યો હતો. જ્યારે વિજ્ઞેશે વાદળી ટી-શર્ટ, ખાકી પેન્ટ અને સફેદ જેકેટ પહેર્યું હતું.

આ પણ વાંચો: Kangana Vs Karan: કરણ જોહરે કંગના પર સાધ્યુ નિશાન, તેમની પોસ્ટ પર અભિનેત્રીનો યોગ્ય જવાબ

નયનથારાનો પરીવાર: તાજેતરમાં જ ફિલ્મમેકર વિગ્નેશે પોતાના જોડિયા બાળકોના નામ જાહેર કર્યા હતા. નામની સાથે વિગ્નેશે ઇન્સ્ટાગ્રામ પર જોડિયા છોકરાઓની એક ઝલક પણ શેર કરી હતી. જેઓ નયનથારાના ખોળામાં આરામ કરી રહ્યા હતા. તેની ઇન્સ્ટાગ્રામ પોસ્ટમાં વિગ્નેશે તેના છોકરાઓના નામ અંગ્રેજી તેમજ તમિલમાં રાખ્યા છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.