ETV Bharat / entertainment

Nayanthara jawan poster: 'જવાન' ફિલ્મમાંથી નયનતારાનો ફર્સ્ટ લુક આવ્યો સામે, પોસ્ટર રિલીઝ - જવાન લેટેસ્ટ ન્યૂઝટ

શાહરુખ ખાને તેમની આગામી ફિલ્મ 'જવાન'માંથી નયનતારાના પાત્રનું પોસ્ટર સોશિયલ મીડિયા પર શેર કર્યું છે. 'જવાન' પોસ્ટરમાં લેડી સુપરસ્ટાર બંદૂક ચલાવતા પોલીસ તરીકે અદભૂત દેખાય છે. 'જવાન' ફિલ્મ તારીખ 7 સપ્ટેમ્બરના રોજ વૈશ્વિક સ્તરે રિલીઝ કરવામાં આવશે.

'જવાન' ફિલ્મમાંથી નયનતારાનો ફર્સ્ટ લુક આવ્યો સામે, પોસ્ટર રિલીઝ

author img

By

Published : Jul 17, 2023, 4:30 PM IST

હૈદરાબાદ: 'જવાન' ફિલ્મનું પ્રીવ્યૂમાં બોલિવુડના બાદશાહ શાહરુખ ખાનની ઝલક જોવા મળી હતી. પરંતુ હવે તાજેતરમાં તારીખ 17 જુલાઈના રોજ અભિનેત્રી નયનતારાની ઝલક બતાવતું શાનદાર પોસ્ટર શેર કરવામાં આવ્યું છે. આ પોસ્ટર જોઈ ચાહકોમાં ફિલ્મ જોવાની ઉત્સુક્તા ખુબ જ વધી ગઈ છે. નયનતારાની આ 'જવાન' હિન્દી ડેબ્યુ ફિલ્મ બનશે.

નયનતારાનો ફર્સ્ટ લુક: સોમવારે શાહરુખ ખાનના ઈન્સ્ટાગ્રામ પર 'જવાન' તરફથી નયનાતારનું સ્ટાઈલિશ પોસ્ટર શેર કરવામાં આવ્યું છે. લેટેસ્ટ શેર કરવામાં આવેલા પોસ્ટરમાં નયનતારાને યુનિફોર્મમાં બંદુક પકડીને દર્શાવામાં આવી છે. 'જવાન' તરફથી નયનતારાનું પોસ્ટર શેર કરીને કેપ્શનમાં લખ્યું છે કે, 'તે તુફાન પહેલ આવતી ગર્જના છે.'

ફિલ્મમાં નયનતારાની ભૂમિકા: જવાનનું પ્રીવ્યુ અને લેટેસ્ટ પોસ્ટરમાં નયનતારા એજન્ટની ભૂમિકામાં હોય એમ લાગે છે. એટલી કુમાર દ્વારા નિર્દેશિત એક્શન થ્રિલર ફિલ્મમાં નયનતારા પોલીસ અધિકારીની ભૂમિકામાં જોવા મળે છે. આ ફિલ્મમાં દીપિકા પાદુકોણ પણ મહત્ત્વની ભૂમિકામાં છે. આ ઉપરાંત થલાપતિ વિજય કે જોઓ એટલી સાથે ગાઢ સંબંધ ધરાવે છે. તેઓ પણ ફિલ્મમાં સ્ટાર પાવર બતાવવા માટે તૈયારીમાં છે તેવી અફવા છે.

ફિલ્મમાં મહિલાઓની સેના: ફિલ્મની ઝલક પરથી જણાય છે કે, શાહરુખ ખાનના પાત્રને મહિલાઓની સેના દ્વારા સહાય કરવામાં આવી છે. જેમાં સાન્યા મલ્હોત્રા, પ્રિયમણિ, સંજીતા, ભટ્ટાચાર્ય, ગિરિજા ઓક, લેહર ખાન, રિદ્ધી ડોગરા અને આલિયા કુરેશી સામેલ છે. શાહરુખ ખાન અને ગૌરી ખાનના બેનર રેડ ચિલીઝ એન્ટરટેઈન્મેન્ટ દ્વારા નિર્મિત ફિલ્મમાં નયનતારા હિન્દી સેનેમામાં ડેબ્યુ કરી રહી છે. આ ફિલ્મ અગાઉ તારીખ 2 જુને પ્રીમિયર થવાની હતી તે હવે 7 સપ્ટેમ્બરે વિશ્વભરમાં રિલીઝ થવા જઈ રહી છે.

Akash Choudhary: ભાગ્ય લક્ષ્મી અભિનેતા સાથે બની દુર્ઘટના, જાણો આકાશ ચૌધરીની હેલ્થ અપડેટ

Merry Christmas New Poster: કેટરીના કેફની 'મેરી ક્રિસમસ' ફિલ્મનું પોસ્ટર રિલીઝ, યોદ્ધા સાથે ટકરાશે

Project K: ટાઈમ્સ સ્ક્વેર બિલબોર્ડ પર 'પ્રોજેક્ટ કે', ફિલ્મ ભારતનું સૌથી મોટું સિનેમેટિક યુનિવર્સ બનશે

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.