હૈદરાબાદઃ સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીના (South Film Industry) પ્રખ્યાત કપલ નયનતારા અને વિગ્નેશ શિવન તાજેતરમાં સરોગસી દ્વારા જોડિયા બાળકોના માતા-પિતા બન્યા છે. આ ખુશખબરથી એક તરફ કપલના ચાહકોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે તો બીજી તરફ કપલ પર સરોગસીના નિયમો (Nayanthara and Vignesh Shivan Surrogacy Rule ) તોડવાનો આરોપ લાગ્યો છે. આ પછી કપલ સ્કેનર હેઠળ આવી ગયું હતુ. હવે તમિલનાડુ સરકારની તપાસ (Investigation of Tamil Nadu Govt) બાદ જાણવા મળ્યું છે કે દંપતીએ ભારતમાં અસ્તિત્વમાં રહેલા સરોગસીના કોઈપણ નિયમોનું ઉલ્લંઘન કર્યું નથી.
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
એક પેનલની રચના: વાસ્તવમાં, મીડિયા રિપોર્ટ્સ અનુસાર, રાજ્ય સરકારની ટીમનું કહેવું છે કે દંપતીએ સરોગસીનો કોઈ નિયમ તોડ્યો નથી. આ સંદર્ભમાં, તમિલનાડુ સરકારે 3 સભ્યોની એક પેનલની રચના કરી હતી, જેમને આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગમાંથી પસંદ કરવામાં આવ્યા હતા.
પેનલે અહેવાલ રજૂ કર્યો હતો: મીડિયા રિપોર્ટ્સ અનુસાર, પેનલે આ મામલાની સંપૂર્ણ તપાસ કર્યા બાદ બુધવારે સરકારને પોતાનો રિપોર્ટ સોંપ્યો હતો. રિપોર્ટ અનુસાર, દંપતીએ સરોગસીનો કોઈ નિયમ તોડ્યો નથી, પરંતુ તપાસમાં જાણવા મળ્યું છે કે કપલને સરોગસીની સુવિધા આપતી હોસ્પિટલ સામે કાર્યવાહી કરવામાં આવશે.
સરોગસીની પ્રક્રિયા: મીડિયા રિપોર્ટ અનુસાર, પેનલે કહ્યું, "જ્યારે અમે સરોગસી કરનાર ડોક્ટરોની ટીમ સાથે વાત કરી તો ખબર પડી કે દંપતીના પરિવારને વર્ષ 2020માં એક ભલામણ પત્ર મળ્યો હતો, ત્યારબાદ તેઓએ સરોગસીની પ્રક્રિયા શરૂ કરી હતી. " પરંતુ દંપતીના ફેમિલી ડોક્ટર સાથે પેનલની તપાસ તેઓ દેશની બહાર હોવાના કારણે થઈ નથી.
દંપતીએ સરોગસીનો નિયમ તોડ્યો ન હતો: પેનલના અહેવાલ મુજબ, સરોગેટ માતાએ નવેમ્બર 2021 મહિનામાં દંપતી સાથે કરાર કર્યો હતો અને વર્ષ 2022માં સરોગેટ મહિલાના ગર્ભાશયમાં ગર્ભ મૂકવામાં આવ્યો હતો. ઓક્ટોબર 2022માં સરોગેટ મહિલાએ જોડિયા બાળકોને જન્મ આપ્યો હતો.
કોમર્શિયલ સરોગસી પર પ્રતિબંધ: નોંધનીય છે કે ભારતમાં સરોગસી રેગ્યુલેશન એક્ટ 2021 હેઠળ કોમર્શિયલ સરોગસી પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો, પરંતુ દંપતીના પ્રતિબંધના સમય અનુસાર, કપલની પ્રક્રિયા પહેલાથી જ શરૂ થઈ ગઈ હતી, જેના કારણે કપલના આ પગલાને ગેરકાયદે માનવામાં આવતું નથી.