ETV Bharat / entertainment

Naseeruddin Shah: નસીરુદ્દીન શાહે ફિલ્મફેર એવોર્ડ્સને દરવાજાના હેન્ડલ પર લગાવી દીધા

author img

By

Published : Jun 5, 2023, 4:43 PM IST

બોલિવુડ એક્ટર નસીરુદ્દીન શાહ પોતાના અનુભવો શેર કરતા ડરતા નથી. તેઓ હંમેશા પોતાના દ્વાર શેર કરાવામાં આવેલા નિવેદનોને લઈ ચર્ચામાં રહે છે. નસીરુદ્દી ફરી એક વાર ચર્ચામાં આવી ગયા છે. તાજેતરમાં જ એક ઈન્ટરવ્યુમાં ખુલાસો કર્યો હતો કે, તેઓ ફિલ્મફેર એવોર્ડ્સનો ઉપયોગ તેમના ફાર્મહાઉસના વોશરૂમમાં ડોર હેન્ડલ તરીકે કરે છે.

નસીરુદ્દીન શાહે ખુલાસો કર્યો, અભિનેતા વૉશરૂમ હેન્ડલ તરીકે ફિલ્મફેર એવોર્ડ્સનો ઉપયોગ કરે છે

મુંબઈઃ નસીરુદ્દીન શાહ છેલ્લા કેટલાક દિવસોથી પોતાના નિવેદનોને લઈને હેડલાઈન્સમાં છે. અભિનેતા જે છેલ્લે 'તાજઃ રિવેન્જ ઓફ રિવેન્જ'માં જોવા મળ્યા હતો. તે હંમેશા પોતાના અનુભવો શેર કરતા રહે છે. તાજેતરના ઇન્ટરવ્યુમાં અભિનેતાએ હવે સ્પર્ધાત્મક પુરસ્કારોની નિરર્થકતા વિશે વાત કરી છે. એટલું જ નહીં તેણે એવો પણ ખુલાસો કર્યો છે કે, તે ફિલ્મફેર એવોર્ડ્સનો ઉપયોગ તેના ફાર્મહાઉસના વોશરૂમના દરવાજાના હેન્ડલ તરીકે કરે છે.

અભિનેતાનું નિવેદન: નસિરુદ્દીન શાહે દાવો કર્યો હતો કે, ''તેઓ ફિલ્મફેર એવોર્ડ્સનો ડોર હેન્ડલ તરીકે ઉપયોગ કરે છે. નસીરુદ્દીન શાહના મતે, 'કોઈપણ અભિનેતા જે પાત્ર ભજવવા માટે પોતાનું જીવન લગાવે છે અને સખત મહેનત કરે છેે તે સારો અભિનેતા છે. જો તમે ઘણા વ્યક્તિઓમાંથી એક વ્યક્તિને પસંદ કરો અને કહો કે 'તે વર્ષનો શ્રેષ્ઠ અભિનેતા છે', તો તે કેટલું વાજબી છે ? મને એ પુરસ્કારો પર ગર્વ નથી.''

નસીરુદ્દીન શાહ એવોર્ડ: નસિરુદ્દીન શાહે આગળ જણાવ્યું કે, ''મને મળેલા છેલ્લા બે એવોર્ડ લેવા પણ હું ગયો ન હતો. મેં જ્યારે ફાર્મહાઉસ બનાવી દીધું, ત્યારે આ મળેલા એવોર્ડ્સ ફાર્મ હાઉસમાં રાખવાનું વિચાર્યું. જે કોઈ પણ અહિં વોશ રુમમાં જશે તેમને આ બે એવોર્ડ મળશે. કારણ કે, હેન્ડલ ફિલ્મફેર એવોર્ડના બનેલા છે. તેણે આગળ કહ્યું, 'મને આ ટ્રોફીમાં કોઈ મૂલ્ય મળ્યું નથી. શરૂઆતમાં જ્યારે મને આ બધું મળ્યું ત્યારે હું ખુશ હતો. પરંતુ મને જેમ જેમ ટ્રેફી મળતી ગઈ તેમ મારી પાસે ટ્રેફીનો ઢગલો થઈ ગયો. વહેલા-મોડા હું સમજી ગયો કે આ પુરસ્કારો લોબિંગનું પરિણામ છે.''

પિતાજીને યાદ કર્યા: નાસિરુદ્દીન શાહે વધુમાં જણાવ્યું હતું કે, ''આ પુરસ્કારો યોગ્યતાના કારણે કોઈને નથી મળી રહ્યા. જેના કારણે મેં આ પુરસ્કારોને પાછળ છોડી દિધા. મને જ્યારે પદ્મશ્રી અને પદ્મ ભૂષણ મળ્યાં ત્યારે તરત જ મને મારા સ્વર્ગસ્થ પિતાજી યાદ આવી ગયા. જે હંમેશા મારી નોકરીની ચિંતામાં રહેતા હતા અને કહેતા કે 'આ નકામું કામ કરશો તો મૂર્ખ બની જશો'. તેથી, જ્યારે હું એવોર્ડ લેવા રાષ્ટ્રપતિ ભવન ગયો, ત્યારે મેં ઉપર જોયું અને મારા પિતાને પૂછ્યું કે શું તેઓ આ બધું જોઈ રહ્યા છે, તેઓ હતા. મને ખાતરી છે કે તેઓ ખુશ હતા. પરંતુ હું આ સ્પર્ધાત્મક ઇનામો સહન કરી શકતો નથી.''

  1. Prabhas: અભિનેતા પ્રભાસે 'સાલાર'ના દિગ્દર્શક પ્રશાંત નીલને જન્મદિવસની હાર્દિક શુભેચ્છા પાઠવી
  2. Gujarati Film Vash: ગુજરાતી 'વશ' હવે હિન્દીમાં બનશે, ફિલ્મમાં આ સ્ટાર કલાકાર કરશે કામ
  3. 72 Hoorain Teaser: '72 હુરૈન'નું ટીઝર આઉટ, 'ધ કેરલા સ્ટોરી' બાદ આ બીજી ફિલ્મ આતંકવાદનો પર્દાફાશ કરશે

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.