ETV Bharat / entertainment

Sonu Nigam attack: મુંબઈમાં સિંગર સોનુ નિગમ પર હુમલો, ઘટના બાદ નોંધાવી ફરિયાદ - સોનુ નિગમની ઝપાઝપી

મહારાષ્ટ્રના એક ચેમ્બુર વિસ્તારમાં એક કાર્યક્રમમાં સોનું નિગમ ગયાં હતાં. આ કર્યક્રમમાં સોનુનો પ્રદર્શન પુરો થતા તેઓ તેમના બોડીગાર્ડ સાથે સીડી ઉપરથી નિચે આવી રહ્યાં હતાં. ત્યારે તેમના બોડી ગાર્ડ સાથે હાથાપાઈ થઈ હતી. આ ઘટનામાં સોનુંને ધક્કો વાગતા નીચે પડી ગયા હતા. તેમની સાથે એક વ્યકતિ ઈજાગ્રસ્ત થયા હતા. સંપુર્ણ ઘટના જાણવા માટે વાંચો અહિં.

ચેમ્બુરમાં ગાયક સોનુ નિગમના લાઇવ કોન્સર્ટ દરમિયાન ઝપાઝપી

author img

By

Published : Feb 21, 2023, 9:59 AM IST

મુંબઈઃ તારીખ 20 ફેબ્રુઆરીના રોજ મુંબઈના ચેમ્બુર વિસ્તારમાં એક કાર્યક્રમમાં બોલિવૂડના ફેમસ સિંગર સોનુ નિગમ ગયા હતા. ત્યાં કાર્યક્રમ પુરો થયા પછી સોનું સીડી ઉતરીને આવી રહ્યાં હતાં. ત્યારે તેમને એક વ્યક્તિએ હાથાપાઈ દરમિયાન ધક્કો મારી દિધો હતો. આ ધક્કામુક્કીમાં સોનું નીચે પડી ગયા હતા. તેમની સાથે અન્ય પણ ઈજાગ્રસ્ત થયાં હતાં. આ ઘટના બાદ સોનુએ નોંધાવી હતી ફરિયાદ. જાણો અહિં આ સંપુર્ણ સમાચાર.

  • ⚡⚡Singer Sonu Nigam who raised his voice about Azan Loudspeakers attacked by Janab Uddhav Thackeray's MLA Prakash Phaterpekar's son and his goons in music event at Chembur.
    Sonu has some serious injuries and has been taken to the Zen hospital in Chembur. pic.twitter.com/31qfZTawge

    — Surender Singh Rana (@Surende05060255) February 21, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

આ પણ વાંચો: Sona Mahapatra Video: સોના મહાપાત્રાએ જેકલીન ફર્નાન્ડીઝ અને નોરા ફતેહી પર સાધ્યું નિશાન, વીડિયો કર્યો શેર

આરોપીનું નામ સ્વપ્નિલ ફુટરપેકર: DCP આ અંગે DCP ઝોન 6 હેમરાજ સિંહ રાજપૂતે જણાવ્યું હતું કે, 'સોનુ નિગમ લાઈવ કોન્સર્ટ બાદ સ્ટેજ પરથી નીચે આવી રહ્યો હતો. આ દરમિયાન એક વ્યક્તિએ સોનુને પકડી લીધો હતો. વાંધો ઉઠાવ્યા બાદ તેણે સોનુ નિગમ અને તેની સાથેના અન્ય બે લોકોને સીડી પરથી ધક્કો માર્યો હતો. તેમાંથી એક વ્યક્તિ ઈજાગ્રસ્ત થયો હતો. આરોપીનું નામ સ્વપ્નિલ ફુટરપેકર છે. મળતી માહિતી મુજબ સોનુ નિગમ સુરક્ષિત છે. હાથાપઈ કર્યા પછી સિંગરને ચેમ્બુરની જૈન હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યાં હતાં. જ્યાં તેમના મિત્ર અને બોડી ગાર્ડની સારવાર કરવામાં આવી હતી.

સિંગરે નોંધાવી ફરિયાદ: વાસ્તવમાં સોમવારે ચેમ્બુર વિસ્તારમાં સોનુ નિગમનો લાઈવ કોન્સર્ટ હતો. આ દરમિયાન જ્યારે તે સીડી પરથી ઉતરી રહ્યો હતો, ત્યારે કોઈએ તેને ધક્કો માર્યો હતો. જેના કારણે તે સીડી પરથી નીચે પડી ગયો. સિંગર સોનું નિગમે આ ઘટના વિશે જણાવ્યું હતું કે, 'કોન્સર્ટ પછી હું સ્ટેજ પરથી નીચે આવી રહ્યો હતો કે એક વ્યક્તિ સ્વપ્નિલ પ્રકાશ ફટાર્પેકરે મને પકડી લીધો હતો. ત્યારબાદ તેણે મને બચાવવા આવેલા હરી અને રબ્બાનીને ધક્કો માર્યો હતો. પછી હું સીડી પર પડ્યો. લોકો બળજબરીથી સેલ્ફી લેવા અને હાથાપાઈ કરવા વિશે વિચારે તેથી મેં ફરિયાદ નોંધાવી છે.

ઘટનાની તપાસ ચાલું છે: ચેમ્બુર વિસ્તારમાં બોલિવૂડ સિંગર સોનુ નિગમના લાઈવ કોન્સર્ટ દરમિયાન ઝઘડો થયો હતો. આ ઘટનાના સંબંધમાં મુંબઈ પોલીસે સોમવારે મોડી રાત્રે એક વ્યક્તિ વિરુદ્ધ જાણીજોઈને નુકસાન પહોંચાડવા, ખોટી રીતે સંયમ અને અન્ય આરોપો માટે કેસ નોંધ્યો છે. મુંબઈ પોલીસે જણાવ્યું કે, ''ચેમ્બુરમાં એક કાર્યક્રમ દરમિયાન ગાયક સોનુ નિગમ સાથે સેલ્ફી લેવા માટે હાથાપાઈ થઈ હતી. આ અંગે કેસ નોંધવામાં આવ્યો છે. આ ઘટના અંગે પોલીસ તપાસ ચાલું છે.

આ પણ વાંચો: Rajkummar Rao wife birthday: રાજકુમાર રાવે પત્નીને જન્મદિવસની પાઠવી શુભેચ્છા, જુઓ અહિં રોમેન્ટિક તસવીર

આ હુમલો નથી: પ્રિયંકા ચતુર્વેદી શિવસેનાના નેતા પ્રિયંકા ચતુર્વેદીએ ANIને જણાવ્યું હતું કે, સેલ્ફી માટે સોનુ નિગમના પ્રદર્શન પછી સ્થાનિક ધારાસભ્યના પુત્રએ તેનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ સોનુ નિગમના બોડીગાર્ડે તેને ઓળખ્યો નહીં. બાદમાં બોડીગાર્ડ અને ધારાસભ્યના પુત્ર વચ્ચે નજીવી બોલાચાલી થઈ હતી. જેના કારણે એક-બે લોકો સ્ટેજ પરથી પડી ગયા હતા. દરમિયાન ધારાસભ્યની પુત્રી, જે BMCના ભૂતપૂર્વ કોર્પોરેટર છે. તેણે દરમિયાનગીરી કરી અને તેને અટકાવવામાં આવી. ઘાયલોને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. તેથી તે હુમલો નથી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.