ETV Bharat / entertainment

Chrisann Pereira: ક્રિસન પરેરા ડ્રગ્સ પ્લાન્ટ કેસમાં જેલમાંથી થયા મુક્ત, પરિવારને ફોન પર આપી પ્રતિક્રિયા - ક્રિસન શારજાહ યુએઇ જેલમાં

ક્રિસનના ભાઈ કેવિન પરેરાએ ઈન્સ્ટાગ્રામ પર એક વિડિયો પોસ્ટ કર્યો હતો. જેમાં તેની માતા તેની સાથે વિડિયો કૉલ પર વાત કરતી વખતે આનંદમાં કૂદી રહી હતી. બોલિવૂડ એક્ટર ક્રિસન પરેરાની આ મહિનાની શરૂઆતમાં યુએઈમાં ડ્રગ્સના કેસમાં ફસાવાની શંકાના આધારે ધરપકડ કરવામાં આવી હતી. તેણી ગઈકાલે જેલમાંથી મુક્ત થઈ હતી.

ક્રિસન પરેરા ડ્રગ્સ પ્લાન્ટ કેસમાં જેલમાંથી થયા મુક્ત, પરિવારને ફોન પર આપી પ્રતિક્રિયા

author img

By

Published : Apr 27, 2023, 2:59 PM IST

મુંબઈ: 'ડ્રગ્સ પ્લાન્ટ' કેસમાં શારજાહ યુએઈ જેલમાં બંધ અભિનેત્રી ક્રિસન પરેરાને બુધવારે મોડી રાત્રે મુક્ત કરવામાં આવ્યા હતા. તેના પરિવારે સોશિયલ મીડિયા પર જાહેરાત કરી હતી. તેણીના પરિવારે રડતા હોવાનો એક વિડિયો પોસ્ટ કર્યો હતો. બીજી બાજુ રાહત અનુભવી પરંતુ રડતી ક્રિસન સાથે બધા તેણીને શક્ય તેટલી વહેલી તકે પાછા ફરવા વિનંતી કરી હતી. ક્રિસનની ગયા મહિને 'ડ્રગ્સ પ્લાન્ટ' કેસમાં ધરપકડ કરવામાં આવી હતી અને તેઓએ તેમના ગુનાઓની કબૂલાત કરી હતી.

આ પણ વાંચો: Priyanka Chopra: 'સિટાડેલ'ના પ્રમોશન ઈવેન્ટમાંથી પરત ફર્યા પ્રિયંકા ચોપરા, ડોગી ડાયના સાથે શેર કરી તસવીર

ક્રિસનની ધરપકડ: ડ્રગ્સ એક એવોર્ડ ટ્રોફીમાં છુપાવ્યું હતું, જે શારજાહમાં મળી આવ્યું હતું. જેના પગલે સ્થાનિક પોલીસે ક્રિસનની ધરપકડ કરી હતી. તેઓ તારીખ 1 એપ્રિલથી જેલમાં હતા. મંગળવારે મુંબઈમાં તેના વ્યથિત પરિવારે શેર કર્યું હતું કે, ક્રિસન નિર્દોષ છે અને તેઓએ તેની વહેલી મુક્તિ સુરક્ષિત કરવા માટે PM અને MEAને મદદ માટે અપીલ કરવાનું આયોજન કર્યું છે.

મુંબઈ પોલીસની તપાસ: આ કેસની તપાસ કરી રહેલી મુંબઈ પોલીસની ક્રાઈમ બ્રાન્ચે મુખ્ય આરોપી એન્થોની પૉલ, બોરીવલીમાં બેકર અને તેના સહયોગી રાજેશ બુભાટે ઉર્ફે રવિ, એક બેંકરને પકડી લીધા છે. તેઓએ દુબઈ જતા પહેલા 3 વ્યક્તિને પુરસ્કારની ટ્રોફીમાં છુપાવેલું ડ્રગ્સ અને અન્ય 2 લોકોને ડ્રગ્સથી ભરેલી કેક સાથે સોંપવાની કબૂલાત કરી છે. કહેવામાં આવે છે કે, પરેરા પરિવાર સામે બદલો લેવા માટે આ કૃત્યુ કરવામાં આવ્યું હતું. જ્યારે ક્રિસન સહિત 2 વ્યક્તિ અજાણતા જાળમાં ફસાઈ ગયા હતા. જ્યારે અન્ય 3 શારજાહમાં સત્તાવાળાઓથી બચવામાં સફળ થયા હતા.

આ પણ વાંચો: Kkbkkj Collection Day 6: 'ભાઈજાન' ફિલ્મનાં બોક્સ ઓફિસ પર પાણી ફરી વળ્યું, છઠ્ઠા દિવસે આટલી જ કમાણી

અભિનેત્રીનો વર્કફ્રન્ટ: પોલીસને જાણવા મળ્યું છે કે, પૉલે કલાકારો સાથે સંપર્ક કર્યો હતો. તેમને વૈશ્વિક વેબ સિરીઝમાં પ્લમ રોલની ખાતરી આપી હતી. જોકે, એક વ્યક્તિએ ટ્રોફી લઈ જવાનો ઇનકાર કર્યો હતો. જેને ક્રિસન પાછળથી પોતાની સાથે લઈ જવા સંમત થઈ હતી. આગામી અભિનેત્રી ક્રિસને 'સડક 2', 'બાટલા હાઉસ', વેબસિરીઝ 'થિંકિસ્તાન', અનેક સ્ટેજ નાટકો જેવી ફિલ્મમાં કામ કર્યું છે. તે તેના પરિવાર સાથે બોરીવલી ઉપનગરમાં રહે છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.