ETV Bharat / entertainment

Jayabachan Indore Airport Video : અમિતાભ બચ્ચનની પત્ની જયા બચ્ચન ઈન્દોરની મુલાકાતે, એરપોર્ટ સ્ટાફ પર આ કારણોસર થયા ગુસ્સે

બોલિવૂડ મેગાસ્ટાર અને એક્ટર અમિતાભ બચ્ચન આજે એટલે કે, મંગળવારે સવારે ઈન્દોર (Jayabachan Indore Airport Video) પહોંચ્યા હતા. જ્યાં તેમની પત્ની જયા બચ્ચન તેમની સાથે જોવા મળ્યાં હતાં. આ દરમિયાન જ્યારે એરપોર્ટ સ્ટાફ દ્વારા ફોટોગ્રાફ્સ લેવામાં આવ્યા ત્યારે જયા બચ્ચન ગુસ્સે (amitabh wife jaya bachchan angry) થઈ ગયા હતા. જેથી તેમણે એમ પણ કહી દીધું કે, તેમને નોકરીમાંથી કાઢી મુકવા જોઈએ.

અમિતાભ બચ્ચનની પત્ની જયા બચ્ચન ઈન્દોરની મુલાકાતે એરપોર્ટ સ્ટાફ પર થયા ગુસ્સે

author img

By

Published : Jan 17, 2023, 4:28 PM IST

ઈન્દોર: શહેરમાં અંબાણી ગ્રુપની કોકિલાબેન હોસ્પિટલના ઉદ્ઘાટન પ્રસંગે આજે મેગાસ્ટાર અમિતાભ બચ્ચન, જયા ભાદુરી, અનિલ અંબાણી, ટીના અંબાણી અને અન્ય હસ્તીઓ ઈન્દોર પહોંચી ગઈ છે. જ્યાં આજે સાંજે 4 કલાકે હોસ્પિટલનું ઉદ્ઘાટન હતું. દરમિયાન મેગાસ્ટાર અમિતાભ બચ્ચન સાથે જયા ભાદુરી મુંબઈથી ઈન્દોર એરપોર્ટ પર ઉતર્યા હતાં. જ્યાંથી તેઓ સીધા નિપાનિયા ખાતેની હોટલ પહોંચ્યા હતા. અમિતાભ બચ્ચન, અનિલ અંબાણી વગેરે તૈયાર થયેલી હોસ્પિટલનું ઉદ્ઘાટન કરશે.

અમિતાભ બચ્ચનની પત્ની જયા બચ્ચન ઈન્દોરની મુલાકાતે એરપોર્ટ સ્ટાફ પર થયા ગુસ્સે

આ પણ વાંચો: Roar On Rrr In Mumbai: કરણ જોહર અને Ss રાજામૌલી વચ્ચેની ફની વાતચીતનો વીડિયો વાયરલ

એરપોર્ટ પર જયા બચ્ચન થયા ગુસ્સે: આજે એરપોર્ટ પર પહોંચતા જ રિલાયન્સ ગ્રુપના અધિકારીઓએ અમિતાભ બચ્ચન સાથે જયા બચ્ચનનું સ્વાગત કર્યું હતું. આ દરમિયાન મેગાસ્ટાર અમિતાભ બચ્ચન અને જયા બચ્ચન આવતાની સાથે જ એરપોર્ટના સ્ટાફે ફોટોગ્રાફ્સ લેવાનું શરૂ કરી દીધું હતું. આ માટે જયા બચ્ચન ગુસ્સે થઈ ગયાં હતાં. આ દરમિયાન તેમણે એમ પણ કહ્યું કે, ''એરપોર્ટના આવા સ્ટાફને કાઢી મુકવો જોઈએ.'' ત્યારબાદ તેઓ સીધા હોટલમાં ગયા હતા. નોંધનીય છે કે, આ કોઈ પહેલો કિસ્સો નથી જ્યારે એરપોર્ટના અધિકારીઓ અને કર્મચારીઓએ આ પ્રકારનો ભૂલ પોતે જ કરી હશે. ભૂતકાળમાં પણ એરપોર્ટ સ્ટાફ દ્વારા VIPની ના પાડ્યા બાદ પણ ફોટા પડાવવાના બનાવો બન્યા છે. આજની ઘટના બાદ એરપોર્ટ પ્રશાસન અને કર્મચારીઓની ભૂલ સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બની છે.

આ પણ વાંચો: Sushant Singh Rajput Pet Dog: સુશાંત સિંહ રાજપૂતના પાલતુ કુતરા ફજનું થયું મૃત્યુ, ચાહકોએ આપી શ્રદ્ધાંજલિ

શિવરાજ વર્ચ્યુઅલ હાજરી આપશે: કોકિલાબેન ધીરુભાઈ અંબાણી હોસ્પિટલના ઉદ્ઘાટન અને સમર્પણ પ્રસંગે મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ વર્ચ્યુઅલ રીતે કાર્યક્રમમાં હાજરી આપી જોડાવાના હતા. કોકિલાબેન ધીરુભાઈ અંબાણી હોસ્પિટલ હવે ઈન્દોરમાં તેમજ રાજ્યમાં આરોગ્ય સેવાઓને સુલભ બનાવવા માટે સ્થાપિત કરવામાં આવી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.